પ્રશ્ન વિશેષ:સોહમ્ શિવોહમ્ એ જ શું આત્મજ્ઞાન છે?

એક મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, ‘આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ?”

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઊભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે, શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે, મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એકબીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને કીધું કે, ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં, તો તને સામે કોઈ આપશે ક્યાંથી?’ હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાનાં ફૂલો જે આપોઆપ ખીલ્યાં હતાં એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી. જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે ‘વાહ ભિખારી ઊઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતાં અને કહ્યું, ‘સાહેબ, પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક આપે.’ એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી, ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઊપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે, એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું. બીજી વખત પણ એણે કંઈક વાત કરી છે કે, ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’ અને એણે પુષ્પોને સુંદરમજાના ગુચ્છમાં ફેરવી નાખીને એનું નાનુું હાટડું માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ બન્યો. એકવાર ટ્રેનમાં અંદર બે જણાં એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું, ‘મને ઓળખ્યો?’ તો શેઠ કહે, ‘ના.’ તો કહે, ‘આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી, વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ આત્મજ્ઞાન છે. આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિંદુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતા દ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખૂબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈ પણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે. ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો, "આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને?’ (ક્રમશ:){bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...