કામ સંહિતા:સેક્સ અઠવાડિયામાં એકવાર, ફાયદા અનેક

એક દિવસ પહેલાલેખક: ડૉ. પારસ શાહ
  • કૉપી લિંક

શું તમને ખબર છે સેક્સ ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે આવે છે? સામાન્ય રીતે સેક્સ લોકો બે વસ્તુ માટે કરતાં હોય છે. સૌથી પ્રથમ પોતાના ફેમિલીને આગળ ધપાવવા માટે અને બીજું, આનંદ અને સંતોષ માટે. ઘણા બધા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સેક્સના ફાયદા આનંદ અને સંતોષ સાથે ઘણા હેલ્થ બેનિફિટ પણ આપે છે. જીવનસાથી સાથે સેકસ અલગ અલગ સ્વાસ્થ્ય લાભ આપે છે અને સ્વાસ્થ્ય પર અસંખ્ય પોઝિટિવ અસરો કરે છે. બીજી વાત એ છે કે પુરુષ સેક્સ કરવા માટે ક્યારેય ઘરડો થતો નથી અને સેકસની કોઈ જ એક્સપાયરી તારીખ હોતી નથી. હકીકતમાં, જેમ જેમ ઉંમર વધે તેમ તેમ સેક્સ કરવાના ફાયદા પણ વધતા જોવા મળે છે. જાતીય સમાગમ એ જીવનનો સૌથી આનંદદાયક અનુભવ છે. સેક્સ માત્ર જાતીય ઈચ્છાઓની પૂર્તિ જ નથી. તેના બીજા પણ અનેક ફાયદા છે. કામગુરુ વાત્યાસયને કામસૂત્રમાં જાતીય સમાગમને ચીરકાલીન યુવાનીનું રહસ્ય ગણાવ્યું હતું. વિવિધ જાતીય આસનો સ્ત્રી અને પુરુષ બંનેને શારીરિક તેમ જ માનસિક રીતે તંદુરસ્ત તથા આનંદિત રાખે છે. જાતીય સમાગમના આવા જ કેટલાક મહત્ત્વના ફાયદા આજે આપણે વાંચીશું. હૃદય રોગનું જોખમ ઘટાડે છે એક અઠવાડિયામાં ત્રણ કે વધુ વખત સેક્સ માણવાથી પુરુષોને હૃદય રોગના હુમલાનું જોખમ અડધું ઘટી જાય છે એવું એક સર્વેમાં નોંધાયેલ છે. સેકસ અને મૃત્યુદરની નિયમિતતા વચ્ચે જણાવેલો સંબંધ નોંધપાત્ર જાહેર હિતનો છે. વજન ઘટાડે છે, ફિટનેસ જાળવે છે જાતીય સમાગમ એ બીજું કંઈ નહીં, પણ એક સારી કસરત છે. આ એવી કસરત છે જેમાં કોઈને કંટાળો નથી આવતો. જોમપૂર્વક કરાતો સમાગમ લગભગ 200 કેલેરી બાળે છે, જે ટ્રેડમિલ ઉપર 60 મિનિટ ચાલવા અથવા સ્કવોશની રમત રમવા બરાબર છે. સેક્સ વખતે વ્યક્તિના હૃદયના ધબકારા મિનિટે 70થી વધી 150 થઈ જાય છે, જે કોઈ એથ્લીટ પૂરેપૂરી તાકાત લગાવતાં હોય તેટલી માત્રામાં હોય છે. સેક્સથી ટેસ્ટોસ્ટેરોન ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જેના લીધે શરીરના હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે અને સેકસની વધુ ઈચ્છા થાય છે. ઉદાસીનતા દૂર કરે છે જાતીય રીત સક્રિય યુગલો જેમને સેક્સમાં પૂરતો સંતોષ મળી જતો હોય છે એમના જીવનમાં ઉદાસીનતા ઓછી જોવા મળે છે. સેક્સ એ સ્ટ્રેસ બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે. જ્યારે વ્યક્તિ ચરમ સીમાએ પહોંચે છે ત્યારે મગજમાંથી ઓક્સિટોસિન નામનો હોર્મોન રીલિઝ થતો હોય છે. જેના કારણે સ્ટ્રેસ ઓછો થઈ જતો હોય છે અને વ્યક્તિ હળવાશ અનુભવે છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...