તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ સંિહતા:સેક્સને કારણે યુગલોમાં તણાવ પેદા થાય છે

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાતીય સમસ્યા અને તેની સારવારની સફળતા સમસ્યાના મૂળમાં રહેલા કારણો જાણવાની છે

કોઈ પણ વ્યક્તિ અથવા યુગલ જાતીય ક્રિયાના કોઈ પણ તબક્કે જાતીય સુખના આનંદથી વંચિત રહે તો તેને જાતીય સમસ્યા કહી શકાય. આ સમજવા માટે જાતીય પ્રતિભાવના ચાર તબક્કાઓ જાણવા જરૂરી છે. પુરુષ અને સ્ત્રીમાં આ ચાર તબક્કાઓ થોડુંક અંતર રહેલ છે. પુરુષમાં આની શરૂઆત સેક્સની ઈચ્છા મનમાં થવાથી થાય છે. જ્યારે મનમાં સેક્સની ઈચ્છા થાય ત્યારે મગજમાં આવેલા સેક્સના સેન્ટર ઉત્તેજિત થાય છે અને કરોડરજ્જુ દ્વારા ઈન્દ્રિયોમાં સંદેશા મોકલે છે. અહીંથી બીજો તબક્કો શરૂ થાય છે. આ તબક્કો છે ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાનો. આ ઉતેજના લોહીના પ્રવાહ વધવાથી આવતી હોય છે. લોહીનો પ્રવાહ ઘટવાથી ઇન્દ્રિયમાં કડકાઇ આવે છે અને આમ થવાથી ત્રીજો તબક્કો શરૂ થાય છે. ત્રીજો તબક્કો છે યોનિમાર્ગની અંદર ઇન્દ્રિયનો પ્રવેશ થવો. આમ તો આ સરળ પ્રક્રિયા છે, પરંતુ ઘણા યુગલોમાં તે મુશ્કેલ બની જતી હોય છે. આશરે 30 ટકા યુગલો લગ્નના એક વર્ષ સુધી સેક્સના અનુભવથી વંચિત રહે છે અને તેઓ જાતીય જીવન શરૂ કરી નથી શકતા. ચોથો અને અંતિમ તબક્કો છે ચરમસીમા અનુભવવાનો. ઘણા પુરુષોમાં આ પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. કેટલાકમાં પ્રવેશ પહેલાં જ સ્ખલન થઈ જતું હોય કે પ્રવેશની થોડીક જ ક્ષણોમાં સ્ખલન થઈ જતું હોય. ઘણી વાર પ્રક્રિયામાં પુરુષ ઈચ્છે, તો પણ આ અંતિમ સમયમાં સ્ખલનને રોકી શકતો નથી. જેથી પુરુષ પોતે અને તેમના પાર્ટનરને ચરમસુખ અને સંતોષ મળતો નથી અને જેના કારણે લગ્નજીવનમાં મુશ્કેલીઓ અનુભવતી હોય છે. આ જ રીતે સ્ત્રીઓમાં પણ જાતીય પ્રક્રિયાના ચાર તબક્કા હોય છે. સૌપ્રથમ તબક્કો પુરુષની જેમ જ મનના સેક્સની ઇચ્છા થવાનો છે. ઇચ્છા થવાથી બીજા તબક્કાની શરૂઆત થાય છે. બીજા તબક્કામાં યોનિમાર્ગમાં ભીનાશ થાય છે. આ ભીનાશ થવાને કારણે યોનિ પ્રવેશ વખતે દુખાવો થતો નથી અને પ્રવેશ સરળ બને છે. ત્રીજો તબક્કો યોનિ પ્રવેશનો છે. ઘણી વાર યોનિમાર્ગના સ્નાયુઓ એની જાતે જ જાતીય સંબંધ વખતે સંકોચાઈ જતાં હોય છે. જેના કારણે પ્રવેશ વખતે ખૂબ જ દુખાવો થતો હોય છે અને પ્રવેશ શક્ય બનતો નથી. ઘણી વાર સ્ત્રી પોતાના સાથીને આ દુખાવાના કારણે દૂર કરવાનો પ્રયત્ન પણ કરતી હોય છે. સ્ત્રીઓની અંદર સંબંધ નહીં બાંધી શકવાનું આ એક સૌથી મોટું કારણ જોવા મળેલ છે. ચોથો અને અંતિમ તબક્કો સંતોષનો છે. સ્ત્રીઓમાં આ તબક્કા દરમિયાન એક જ વારના જાતીય સંતોષમાં પણ ઘણીબધી વાર ચરમસીમાનો અનુભવ થતો હોય છે. જે પુરુષોમાં મોટા ભાગના કિસ્સાઓમાં શક્ય બનતું નથી. પુરુષોમાં મોટા ભાગના કિસ્સાઓમાં એક વારના સ્ખલન પછી પુરુષની ઇન્દ્રિયમાં શિથિલતા આવી જતી હોય છે અને ફરી ઉત્તેજના આવતા સમય લાગતો હોય છે. આશરે 35 ટકા પુરુષોને અને 43 ટકા મહિલાઓને જાતીય જીવનમાં સમસ્યા અનુભવતી હોય છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઇ શકતી હોય છે, પરંતુ જેમ ઉંમર વધે તેમ આ સમસ્યાનું પ્રમાણ વધતું જાય છે. આટલા મોટા પ્રમાણમાં લોકોને જાતીય જીવનમાં તકલીફ હોવા છતાં પણ તેઓ ઘણી વાર સેક્સોલોજિસ્ટ આનો ભરપૂર ફાયદો ઉઠાવતાં હોય છે. સેક્સમાં આવતી સમસ્યા માનસિક કે શારીરિક હોય છે. 80 ટકાથી વધારે કિસ્સાઓમાં આ તકલીફ શારીરિક હોય છે તેમ અભ્યાસ પછી જાણવા મળેલ છે. જાતીય સમસ્યા સર્જવા પાછળ માનસિક કારણોમાં ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશન સૌથી વધારે ભાગ ભજવતા હોય છે. ડાયાબિટીસ, હૃદયરોગની બીમારી, લોહીની નળીઓની બીમારી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, લીવરની બીમારી વગેરે બીમારીઓ જાતીય જીવનમાં ઉદ્્ભવતી તકલીફોના શારીરિક કારણો હોય છે. તમાકુ, સિગારેટ, બીડી તેમ જ નશીલી દવાઓની આદત પણ જાતીય જીવનમાં વમળ ઉત્પન્ન કરતી હોય છે. આ ઉપરાંત અમુક ઉપચારોમાં વપરાતી સારી દવાઓની આડઅસર જાતીય જીવનમાં અવળી પડતી હોય છે. જેમાં તણાવ દૂર કરવા લેવાતી એન્ટિડિપ્રેશન દવા, બ્લડ પ્રેશરને કાબૂમાં લેવા માટે ઉપયોગી થતી બીટા બ્લોકર ગ્રુપની દવાઓ જાતીય ક્ષમતા અને કામગીરી ઉપર માઠી અસર પડતી હોય છે. પુરુષોમાં સૌથી વધુ જોવા મળતી જાતીય સમસ્યામાં શીઘ્રસ્ખલનની તકલીફ, ઈન્દ્રિયમાં ઉત્થાનની તેમ જ તેને ટકાવી રાખવાની તકલીફ અને સેક્સની ઈચ્છા ન થવી એ સૌથી વધારે જોવા મળતી તકલીફ છે. જ્યારે સ્ત્રીઓમાં સેકસની ઈચ્છા ન થવી અને ચરમસીમાનો અનુભવ ન થવો તે સામાન્ય રીતે જોવા મળતી તકલીફો છે. સેક્સની સમસ્યાને કારણે યુગલોમાં તણાવ પેદા થાય છે તેમ જ લગ્નજીવનમાં નકારાત્મક અસર થાય છે. જે રીતે શરીરમાં બીજી બીમારીઓ થતી હોય છે. સેક્સમાં પણ સચોટ નિદાન બાદ યોગ્ય સારવારથી તકલીફ દૂર થઈ જતી હોય છે. જાતીય સમસ્યા અને તેની સારવારની સફળતા સમસ્યાના મૂળમાં રહેલા કારણો જાણવાની છે. જો યોગ્ય નિદાન કરવામાં આવે તો સેક્સની દરેક તકલીફનો ઉકેલ અને સારવાર શક્ય છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો