તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ સંહિતા:સેક્સ અને કોવિડ-19 ફાસ્ટ ફેક્ટ્સ

ડૉ. પારસ શાહ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડથી રિકવર થયા પછી પણ લાંબા સમય સુધી પુરુષનાં જનનાંગમાં વાઇરસ હોઈ શકે છે

કોવિડ વાઇરસ ચીનથી શરૂ કરી પોણા બે વર્ષમાં દુનિયાના દરેક દેશમાં પહોંચી ગયો છે. ભારતમાં પણ આ વાઇરસની બીજી લહેર એકદમ આવી અને ધીરે ધીરે હવે ઓછી થઈ રહી છે. અત્યારે કોવિડ-19 જે વ્યક્તિઓને મટી ગયો છે, તેમનામાં જીવલેણ બ્લેક ફંગસ નામની બીમારી જોવા મળી રહી છે. વ્હાઇટ ફંગસ પણ ધીરે-ધીરે પગપેસારો કરી રહી છે. આ રોગથી પુરુષોમાં નપુંસકતાનો ખતરો ઊભો થયો છે. આ બધાં પરિબળો પુરુષોમાં નપુંસકતા લાવવા પૂરતા છે. એમાં હવે પુરુષો માટે વધારાનું ચિંતાનું સંશોધન બહાર આવ્યું છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળે છે કે પુરુષોને કોવિડના સંક્રમણથી રિકવર થયા પછી પણ લાંબા સમય સુધી તેમના શિશ્નમાં વાઇરસની હાજરી હોઈ શકે છે. જેના લીધે નપુંસકતાની સમસ્યા સર્જાઈ શકે છે. પુરુષને ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવા માટે લોહીનો પ્રવાહ વધારવો ખૂબ જ જરૂરી છે. જેના માટે લોહીની નળીઓે પહોળી થવી જરૂરી છે. સામાન્ય રીતે પુરુષ સેક્સનો વિચાર કરે કે ફોરપ્લે માણે, ત્યારે મગજમાં આવેલા સેક્સના સેન્ટર ઉત્તેજિત થાય છે અને કરોડરજ્જુ દ્વારા નીચેની તરફ સંદેશા મોકલે છે. જેથી ઈન્દ્રિયમાં આવેલી લોહીની નળીઓ પહોળી થાય છે અને લોહીનો પ્રવાહ વધે છે, પરંતુ આ સંશોધન અનુસાર કોવિડ-19 સંક્રમણથી લોહી લઈ જતી નસો વ્યાપક પ્રમાણમાં શિથિલ થઈ જાય છે. તે સ્થિતિસ્થાપકતા મહદ્દંશે ગુમાવે છે. જેથી ઇન્દ્રિયમાં લોહી પૂરતા પ્રમાણમાં આવતું નથી. જે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં અર્થાત નપુંસકતામાં પરિણમે છે. કોવિડને કારણે સંભવિત ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન માટે એન્ડોથેલિયલ ડિસ્કફંક્શન કારણભૂત હોવાનું જાણવા મળેલ છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શિશ્નની આ નાની લોહીની નળીઓમાં કોવિડ-19ની હાજરી છે. ભૂતકાળમાં આ વાઇરસથી સંક્રમિત નહીં થયેલા પુરુષોમાં આવી કોઈ હાજરી જણાઈ નહોતી. તેઓ સંક્રમિત થયા પહેલાં ઇન્દ્રિય પૂરતાં પ્રમાણમાં કડક થતું હતું અને સારી રીતે જાતીય જીવન માણી શકતા હતા. જેમના ઉપર આ સંશોધન કરાયેલું તે પુરુષોને અનુક્રમે છ અને આઠ મહિના પહેલાં સંક્રમણ થયું હતું. તેમનામાં લોહીની નળીઓમાં એન્ડોથેલિયલ ડિસ્ફંક્શનની સ્થિતિ જણાઈ હતી. કોવિડનું સંક્રમણ થયું ન હોય તેવા પુરુષોમાં આવી સ્થિતિ જોવા મળી નથી. આ અભ્યાસ વર્લ્ડ જનરલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત કરાયો છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...