વિશેષ:‘આરઆરઆર’ ઇફેક્ટ, મનોરંજનમાં હવે VFXનો જમાનો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વી. શ્રીનિવાસ મોહન

એસ. એસ. રાજામૌલિની થોડાંક અઠવાડિયાં પહેલાં રીલિઝ થયેલી ફિલ્મ ‘આરઆરઆર’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેની કમાણી કરતાં પણ વધારે ચર્ચા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એટલે કે વીએફએક્સની થઇ રહી છે.
આ ફિલ્મમાં 18 સ્ટુડિયોઝની મદદથી નાના-મોટા 2800 કરતાં પણ વધારે વીએફએક્સ શોટ લેવામાં આવ્યા છે. વીએફએક્સની આખી પ્રોસેસ ઘણી અટપટી છે. એટલે જ ‘આરઆરઆર’ ફિલ્મ બનાવતા ત્રણ વર્ષ કરતાં વધારે સમય લાગ્યો.
આ અગાઉ રાજામૌલિની ફિલ્મ ‘બાહુબલી’ (બંને ભાગ) વીએફએક્સને લીધે ઘણી ચર્ચાઇ હતી પણ ત્યારે તેના ફક્ત ક્રિયેટિવ પાસાં વિશે વધારે ચર્ચા થતી હતી. થોડા દિવસ પહેલાં આ ઇન્ડસ્ટ્રી વિશે ‘ફિક્કી’નો એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો. તેમાં 100 ટકા કરતાં વધારે ગ્રોથની વાત કરવામાં આવી છે.
હવે તો સરકારે પણ તેના પ્રમોશન માટે એવીજીસી (એનિમેશન, વિઝ્યુઅલ ફેક્ટ, ગેમિંગ એન્ટ કોમિક્સ) પોલિસીની જાહેરાત કરી છે.
કેટલી ફિલ્મોમાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો?
હવે તો દરેક મોટી ફિલ્મનું બજેટ લગભગ 50થી 60 કરોડ રૂપિયા સુધીનું હોય છે. તેમાં સૌથી મોટો ભાગ વીએફએક્સનો હોય છે. હવે બજેટના કેટલા ટકા વીએફએક્સ પાછળ ખર્ચાય છે તે અલગ-અલગ જોનરની ફિલ્મો માટે અલગ-અલગ હોઇ શકે. તેમ છતાં મોટી ફિલ્મોમાં કુલ પ્રોડક્શન બજેટના લગભગ 15થી 20 ટકા વીએફએક્સ માટે થાય છે. આજકાલ નાના બજેટની ફિલ્મોમાં પણ વીએફએક્સનો ઉપયોગ થવા લાગ્યો છે. અંદાજિત લગભગ 80 ટકા ફિલ્મોમાં વીએફએક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં વીએફએક્સનું ભાવિ કેવું?
ભારતીય ફિલ્મોમાં વીએફએક્સ ટેક્નોલોજીની બોલબાલા જબરદસ્ત વધી છે. આજથી દસ વર્ષ પહેલાં પણ ‘ક્રિશ’ અને ‘રા-વન’ જેવી કેટલીક ફિલ્મોમાં વીએફએક્સનો સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાઉથની ફિલ્મોની વાત કરીએ તો ‘રોબોટ’ અને ‘2.0’ જેવી ફિલ્મમાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજામૌલિની ‘મગધીરા’ અને ‘મક્ખી’માં પણ વીએફએક્સની કમાલ જોવા મળી હતી. ત્યાર પછી ‘બાહુબલી’ આવી. આ ફિલ્મની રીલિઝ પછી વીએફએક્સ ટેક્નોલોજીની ચર્ચા ચારેકોર થવા લાગી. ‘બાહુબલી’ની જંગી કમાણી જોઇને પ્રોડ્યુસર્સને પણ થયું કે જો વીએફએક્સ ટેક્નોલોજી પાછળ મૂડીનું રોકાણ કરવામાં આવે તો તેમાંથી ઘણું સારું રિટર્ન મળી શકે છે. એટલે નાની ફિલ્મોમાં પણ વીએફએક્સ ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. વાસ્તવિક રીતે જે દેખાડવું મુશ્કેલ હોય તે દૃશ્ય વીએફએક્સના ઉપયોગથી વધુ સારી રીતે દર્શાવી શકાય છે. દાખલા તરીકે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરનું કોઇ દૃશ્ય. વીએફએક્સના ઉપયોગથી ફિલ્મની શૂટિંગ કોસ્ટ પણ ઘટી જાય એવી શક્યતા છે.
હવે તો વીએફએક્સ ટેક્નોલોજીનો ઉપયોગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંત પ્રેઝન્ટેશન અને ગેમિંગ જેવાં અન્ય સેક્ટર્સમાં પણ કરવામાં આવે છે. આ બબાતને ધ્યાનમાં લઇએ તો આગામી સમયગાળામાં વીએફએક્સ ટેક્નોલોજીની ડિમાન્ડ વધશે એ નક્કી. આની સાથે સંકળાયેલા લોકોનું ભાવિ ઘણું ઉજ્જવળ રહેશે. પ્રતિભાશા‌ળી યુવાનોને આ ફિલ્ડમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવાની
જરૂર છે.⬛
(લેખક આરઆરઆરના વીએફએસ ડિરેક્ટર, ચાર નેશનલ એવોર્ડ વિનર છે. વી. શ્રીનિવાસ મોહનની રોનક કેસવાની સાથેની વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...