સ્પોર્ટ્સ:T-20 વર્લ્ડકપના પડઘમ : ભારતીય ટીમ સ્પેશિયલ

નીરવ પંચાલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ કપને હવે અઠવાડિયા જેટલો જ સમય બાકી છે ત્યારે ભારતીય ટીમ અને ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું છે?

17 ઓક્ટોબરથી મસ્ક્ત, દુબઇ, અબુધાબી અને શારજાહમાં T-20 વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે. વર્લ્ડકપને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કુલ 16 ટીમ 45 જેટલી મેચ રમશે. 31 ડિસેમ્બર, 2018 સુધીમાં T-20 ઇન્ટરનેશનલમાં ટોપ 9 રેન્કિંગ ધરાવતી ટીમ આ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઇ છે, જ્યારે ભારત યજમાન હોવાથી બારોબાર ક્વોલિફાય થઇ ચૂક્યું હતું. અન્ય 8 ટીમને ક્વોલિફાઇંગ સ્ટેજ રમવું પડશે. 8 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં એ ગ્રુપમાં આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ અને શ્રીલંકા જ્યારે બી ગ્રૂપમાં બાંગ્લાદેશ, ઓમાન, પાપુઆ ન્યૂ ગીની અને સ્કોટલેન્ડ રમશે. આ ગ્રૂપમાંથી કુલ 2 ટીમ આગળ આવશે, જે બાકીની 10 ક્વોલિફાઈડ ટીમ સાથે સુપર 12ના ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે રમશે. વર્લ્ડકપ હવે ગણતરીનાં અઠવાડિયાં જેટલો દૂર છે. આપણે આજે ભારતની સ્ક્વોડ, તાજેતરનું ફોર્મ તેમ જ અન્ય મહત્ત્વનાં પાસાંઓ વિશે ચર્ચા કરીશું. ભારતીય ટીમનું 2021માં T-20 પરફોર્મન્સ : વર્ષની શરૂઆતથી ભારતીય ટીમ 8 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી 4 મેચમાં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે છેલ્લે શ્રીલંકા સામે 1-2થી શ્રેણી ગુમાવી હતી. અલબત્ત, બીસીસીઆઇએ શ્રીલંકા ટુરમાં બેન્ચ ટીમ મોકલી હતી, કારણ કે મુખ્ય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમી રહ્યા હતા. ભારતીય સ્ક્વોડ : વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન) કે.એલ. રાહુલ, ઈશાન કિશાન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિ અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહંમદ શમી રિઝર્વ ખેલાડીઓ : શ્રેયસ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર ખેલાડીઓનું તાજેતરનું ફોર્મ : ચાલુ આઇપીએલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે. એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ પોતપોતાની રેપ્યુટેશન મુજબ પરફોર્મ કરી રહ્યા છે. ધીમી પીચ હોવા છતાં તેમણે પોતાની રમત સાથે અનુકૂલન સાધીને પરફોર્મન્સ આપ્યું છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાથી ઓફસ્પિન વિકલ્પ તરીકે અશ્વિનનો 4 વર્ષ બાદ ફરી ટીમમાં પ્રવેશ થયો છે. આ વર્ષે યુ.એ.ઈ.માં અશ્વિનનો રેકોર્ડ સારો રહ્યો નથી, પરંતુ 2020ની સાલમાં 15 મેચમાં 13 વિકેટ સાથે અશ્વિન દિલ્હીનો સફળ સ્પિન બોલર રહી ચૂક્યો હતો. વર્લ્ડકપમાં વિરોધી ટીમમાં અશ્વિનને ઓછામાં ઓછા 2 ડાબોડી બેટ્સમેન સામે બોલિંગ કરવાની તક મળશે. જો અશ્વિન 7 રનથી ઓછી ઈકોનોમી જાળવી રાખીને વિકેટ્સ લેવામાં સફળ રહે, તો ભારત માટે ગ્રુપ સ્ટેજની મેચ આસાન બની રહેશે. 4 નંબરનું સ્થાન અગત્યનું છે. આઇપીએલમાં શ્રેયસ ઐયરે પોતાના સ્ટ્રોકમેકિંગ અને ઇનિંગને બિલ્ડ કરવાનો અનુભવ બતાવી દીધો છે, જેની સામે સૂર્યકુમાર યાદવે છેલ્લી 5 મેચમાં પોતાની આગવી શૈલીમાં એટેકિંગ બેટિંગ કરી નથી. ભારત પોતાની પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારને રમાડીને કયા બેટ્સમેનને રમાડવો તે નિર્ણય લઈ શકે છે. હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનો વિષય છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે તેનો સ્ક્વોડમાં સમાવેશ થયો છે, પરંતુ હજી સુધી તેણે બોલિંગ કરી નથી. બેટિંગમાં પણ સાતત્યનો અભાવ છે. વિરાટ કોહલીએ ભૂતકાળમાં હાર્દિકની બોલિંગ અવેલેબિલિટી પર ઘણી વાર કહ્યું છે. જો તેનો સમાવેશ તેની બેટિંગ માટે થાય તો ભારતે 7 બેટ્સમેન ઉતારવા પડે, જે જોખમી સાબિત થઇ શકે છે. ⬛ (ક્રમશ:) nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...