તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહજ સંવાદ:કારાગારની કવિતા સાવ નજીક અને સાવ દૂરથી...

8 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક

આડાયરીનાં પાનાં પર હજુ થોડાક જ વર્ષો પૂર્વે સાથે બેસીને સાંભળેલા યુવા કવિઓનાં નામોની યાદી ચ્હે:તખિ, કેડોમાઈ આચાર્ય, ચી આઉ, જૌજી, મિનહી તુવું,નુ યી, તિ મોહો,મૌ સ્વેતી, મૌ હિન્દા, ખીં તાં ખાઈ માં, નાઈ થે, મૌ તૌચ....આપણા માટે તો આ સાવ અજાણ નામો. અને ક્યાંથી હોય પરિચિત, અભ્યાસક્રમમાં ગુજરાતી સાહિત્યના વર્તુળથી આગળ લઇ જતાં વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય તો ને? મુસીબત તો એ પીએન ચ્હે કે તેમાંયે કેટલાંક નામો જ વારંવાર રટવામાં આવે જેથી બીજી વધુ નહિ તો કેટલીક ઉત્તમ કવિતાઓ હાંસિયામાં ધકેલાઇ જાય છે. હિન્દીમાં તો ચંદ્રધર શર્મા ગુલેરીની એક વાર્તા ‘ઉસને કહા થા’ નો એકડો ઘૂંટયા કરતા અધ્યાપકો-વિવેચકોને સંબોધીને કોઈક લેખકે લખ્યું હતું કે ‘અરે ભાઈ, ઉસને તો કહા થા, લેકિન અબ હમે ભી કુછ કહના હૈ!’ સાહિત્ય સર્જન ગંગા બ્રહ્મપુત્રના પ્રવાહ જેવું છે. દરેક વળાંકે તે વહે છે, લુપ્ત થયો હોય તેવું લાગે છે, ક્ષીણ બની જાય, વળી પાછું વૈભવી બને! તેમાં પરસ્પર સામાજિક પ્રભાવ આવ્યા વિના રહેતો નથી. રશિયામાં પહેલાં, ક્રાંતિ દરમિયાન અને પછી એ ક્રાંતિ ‘ભ્રાંતિ’માં બદલાઈ ગઈ ત્યારે કવિતા, વાર્તા,નાટક, નવલકથાએ મોટો ભાગ ભજવ્યો. ચેકોસ્લોવેકિયા અને પોલેંડમાં આજે પણ સામ્યવાદી શાસનના વિરોધમાં જે ઉત્તમ નાટકો ભજવાયાં તેને નવી પેઢી હોંશે હોંશે વાંચે છે. આપણે ત્યાં ગાંધી યુગ અને તે પૂર્વે અઢાર સો સત્તાવન અને પછી ક્રાંતિકારી આંદોલનમાં કવિતા અગ્નિસ્તંભ બની હતી. હવે તો જે આલાપ-પ્રલાપ દેખાય છે તે ગલત રસ્તે દોડે છે, અને વિભાજન-અલગાવને પોષે છે. તેમની પાછળ જે અદૃષ્ટ પરિબળો અને અધૂરી સમજ પડ્યા છે, તે સમાજ માટે ઘાતક બને છે. દુનિયાના અનેક દેશોમાં આવું બન્યું છે. અત્યારે લોકતંત્રની મોટી લડાઈ મ્યાંમાર(બર્મા)માં ચાલી રહી છે. આંગ સેન સુ કી ત્યાંનાં મહાન નેતા છે. મહાન એટલા માટે કે પતિને કેન્સરમાં ગુમાવ્યા પછી, વીસ વર્ષ કેદ ભોગવીને તેણે બર્મામાં સૈનિકી સત્તાને ઊથલાવી પાડી, તે પણ મતદાનના હથિયારથી. લોકતંત્ર તો આવ્યું, પણ વળી પાછી, ચીન પ્રેરિત સૈનિકી જમાતે બધું છીનવી લીધું. લોકો રસ્તા પર આવી ગયા અને બંદૂકની ગોળી તેમજ જેલનો જુલમ શરૂ થયો. સૈનિકી સેનાપતિને કાયમ આવું, પોતાના આધિપત્ય સાથેનું શાસન જોઈએ છે, પણ પ્રજા તેને ઇચ્છતી નથી. આંગ સાન સુ કીને નજરકેદ કરવામાં આવ્યાં છે. બીજા નેતાઓ, કાર્યકર્તાઓ, યુવાનો પણ જેલોમાં છે. આવા સંજોગોમાં કવિતા જીવિત છે, જેલની ભીતર અને બહાર કવિની કલમ અવિરત બની. સાચુકલા સંઘર્ષના માહોલમાં જ પ્રભાવી કલમનો પરિચય થાય. આપણે તો નાના મોટા, પરદેશી પડછાયે ઊભા થતાં આંદોલનોને મહાન ક્રાંતિ સમજનારા કાં તો અધૂરી સમજ સાથેની મુગ્ધતા ધરાવે છે અથવા તો વિભાજનવાદી દેશી-વિદેશી તત્ત્વોના અકારણ હથિયાર બની જાય છે. તેનું સાહિત્ય પણ કેવું હોય? જેલમાં અને જેલ માટે સર્જાયેલી કવિતાઓમાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક સાવ નાનકડી ચોપડી તરફ સાહિત્યના પંડિતોનું ધ્યાન ભલે ઓછું ગયું હોય પણ સ્વાધીનતાની ઝંખના રાખતી પ્રજાના તમામ વર્ગ સુધી પહોંચી તે ઝવેરચંદ મેઘાણીનું ‘સિંધુડો’. પ્રતિબંધિત થયો તો તેની ભૂગર્ભ આવૃત્તિ છપાઈ હતી. 1930માં તેનું પહેલું પ્રકાશન થયું, ભાવનગરના દાઉદભાઈ મિલ ચલાવતા. તેમના મકાનમાં સત્યાગ્રહ પત્રિકા છાપતી. તેમણે આ પ્રતિબંધિત સિંધુડો છાપ્યો, પણ કેવી રીતે? રતુભાઈ અદાણીના અક્ષરો એક્દમ ચોખ્ખા, સુંદર અને મરોડદાર . તેમના હસ્તાક્ષરોમાં મૂળ આવૃત્તિની આબેહૂબ પ્રત છપાઈ, રૉનિયો ટ્રેડલ મશીન પર સાયક્લોસ્ટાઈલ થઈ, કાનૂનભંગની આ આવૃત્તિની 5000 પ્રત છપાઈ હતી! ભાવનગરના જૂના દરબારગઢની પોલીસ ચોકી પાસેના મકાનની મેડી પર આ પુસ્તિકાનો નવો અવતાર થયો, તેમાનાં ઘણાં ગીતો, કાવ્યો આજે પણ લોકકંઠે અજર–અમર છે. બર્મીઝ કવિઓને મળવાનું બન્યું હતું દિલ્હીમાં જ્યોર્જ ફર્નાન્ડીઝના કૃષ્ણ મેનન માર્ગ પરના સરકારી નિવાસસ્થાને. જ્યોર્જના બંગલામાં જ આ યુવકો રહેતા હતા અને બર્માની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો