તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્ક:આપણા ભારત દેશની ગતિ ‘સોને કી ચીડિયા’ બનવા તરફ

કિશોર મકવાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પં. દીનદયાલજીના ‘અંત્યોદય’ વિચારનું આધુનિક સ્વરૂપ એટલે આત્મનિર્ભર ભારત અભિયાન

એક હજાર વર્ષ પહેલાં વિશ્વ બજારમાં ભારત જે રીતે ટોચ ઉપર હતું એ તરફ હવે આપણે આગળ વધી રહ્યા હોય એવું લાગે છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં આપણા દેશની સ્થિતિ તથા આપણું ભવિષ્ય બદલવાની ક્ષમતા છે. અર્થશાસ્ત્રના એક નિષ્ણાત છે પ્રોફેસર અંગસ મેડિસન. બ્રિટિશ મૂળના પ્રોફેસર મેડિસને ઘણાં વર્ષ સુધી યુરોપિયન આર્થિક સહયોગ સંગઠન- ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપર્સન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) માં ઉચ્ચ અધિકારી તરીકે કામગીરી કરી છે. ત્યારબાદ હોલેન્ડની ગોનિંગન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. મેડિસને વૈશ્વિક અર્થશાસ્ત્રના વિષય ઉપર ઘણાં પુસ્તક પણ લખ્યાં છે. તેમનું એક પુસ્તક ‘ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ મિલેનિયમ પર્સ્પેક્ટિવ’ દુનિયામાં અર્થશાસ્ત્ર પરનું સૌથી પ્રમાણિત પુસ્તક મનાય છે. આ પુસ્તકમાં તેમણે ઇસવીસનની પહેલી સદીથી અત્યાર સુધીમાં અર્થશાસ્ત્રની રીતે કે વેપારની રીતે ક્યારે કયા દેશનું પ્રભુત્વ રહ્યું તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. પ્રોફેસર મેડિસનના જણાવ્યા અનુસાર દસમી-અગિયારમી સદી સુધી દુનિયાની જીડીપીમાં ભારતનો હિસ્સો 33 ટકા અર્થાત એક તૃતિયાંશ હતો. આખી દુનિયામાં વેપારની બાબતમાં ભારત પ્રથમ ક્રમે હતું. ભારતમાંથી મોટાભાગના દેશોમાં અનેક વસ્તુઓની નિકાસ થતી હતી. એ સમયમાં ભારતે જે વેપાર કર્યો તેના આધારે યુરોપના વેનિસ અને જીનીવા જેવા શહેરોનો ખૂબ વિકાસ થયો. જોકે ઇસ્લામી હુમલાઓને કારણે વૈશ્વિક વેપારમાં આપણું સ્થાન ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યું. આમછતાં, દુનિયાના બજારોમાં ભારતીય ચીજ-વસ્તુઓની પ્રતિષ્ઠા એટલી પ્રભાવી અને મજબૂત હતી કે અંગ્રેજો ભારતમાં ઘૂસી આવ્યા ત્યાં સુધી દુનિયાની જીડીપીમાં ભારતનો હિસ્સો 22 ટકાથી 23 ટકા હતો. કુટિલ અંગ્રેજોએ આપણા વેપાર ઉપર કુઠારાઘાત કરી તેને બંધ કરાવ્યો, આપણા ઉદ્યોગોની કમર તોડી નાખી અને અર્થતંત્રની સ્થિતિ એવી કરી નાખી કે 1947માં દેશનું શાસન આપણને સોંપ્યું ત્યારે વિશ્વની જીડીપીમાં આપણો હિસ્સો છેક નીચે ઊતરીને માત્ર 3.5 ટકા સુધી આવી ગયો હતો. મૂળ વાત એ છે કે, એક સમયે આપણે સર્વશ્રેષ્ઠ હતા. આપણે સાવ જૂજ ચીજોની આયાત કરવી પડતી, અને ખૂબ મોટી માત્રામાં નિકાસ કરતા. સ્વાભાવિક છે કે, એ સમયે દુનિયાના નાણા આપણી પાસે આવતા હતા અને આપણે સમૃદ્ધ થતા હતા. પરંતુ ત્યારપછી મુસ્લિમ આક્રમણખોરોએ ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરીને, ધર્મના નામે અત્યાચારો કરીને આપણો વેપાર ખતમ કરી દીધો. જે થોડું ઘણું બાકી રહ્યું હતું તે ઝેરીલા અંગ્રેજોએ ખતમ કરી નાખ્યું. અંગ્રેજોએ તો આપણી સમગ્ર અર્થવ્યવસ્થાને સંપૂર્ણ પરાવલંબી બનાવી દીધી. માત્ર 30.6 અબજ ડૉલર આપણે ગરીબ દેશોની શ્રેણીમાં આવી ગયા. સ્વતંત્રતા પછી તક હતી પરંતુ દેશને વૈભવ અને આત્મનિર્ભર તરફ લઇ જવાની ન આકાંક્ષા હતી ન ઇચ્છા શક્તિ હતી પરિણામે ભારત દરેક મામલે પરાવલંબી રહ્યું. વિદેશી કંપનીઓની બોલબાલા વચ્ચે ભારત બિચારું બાપડું રહ્યું. આયાત નીતિ અત્યંત નાજુક હતી. દિવાળીમાં ખરીદવામાં આવતી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ પણ ચીનથી આયાત થતી હતી. એક સમયે જ્યાં આપણો દેશ સર્જન અને ઉત્પાદનનું કેન્દ્ર હતો, કંઇપણ નવું કરવાની હિંમત અને ઉત્સાહ ઘટી ગયા હતા. હવે જો કે આ માનસિકતામાં ધરમૂળથી પરિવર્તન થવા લાગ્યુ છે. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...