પાકિસ્તાન ડાયરી:શાહ લતીફની શાયરીમાં ફાસીવાદનો વિરોધ

ઝાહિદા હિનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} શાહે પોતાના શેરમાં કાયમ પોતાના વતનને ખુશાલીભર્યું રાખવાની પ્રાર્થના કરી છે

શાહ લતીફ ભિટાઇ સિંધના પ્રખ્યાત શાયર અને સૂફી સંત હતા. તેમની સ્મૃતિમાં દર વર્ષે કરાચીમાં ભવ્ય સમારંભ યોજાય છે. શાહની વાર્તાઓ અને તેમની નાયિકાઓ જીવનને મળતી આવે છે. તેમના લખાણોમાં અનેક નાયક-નાયિકાઓ છે, પણ મારા વિચારવા મુજબ જે રીતે શાહની શાયરીઓનું વર્ણન સાઇ જી. એમ. સૈયદે કર્યું છે, તે સૌથી અલગ એટલા માટે છે કે તેઓ શાહની શાયરીને આજના રાજકારણ સાથે સાંકળે છે. શાહ લતીફ ભિટાઇનો જન્મ આજથી લગભગ 330 વર્ષ પહેલાં 1690માં થયો હતો. એમને સિંધી ભાષાના સૌથી અમૂલ્ય શાયર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શાહના જમાનામાં નવી રાજનૈતિક વિચારસરણી નહોતી, પણ સૈયદસાહેબનું કહેવું છે કે જેમ લાકડામાં કાયમ આગ રહેલી હોય છે અને તે ત્યારે જ જોવા મળે છે, જ્યારે એને બાળવાનો પ્રયત્ન થાય. એ જ રીતે શાહના જમાનામાં પણ આજની જેમ અનેક લોકો હતા, જેમનાથી ગરીબ, પરેશાન અને નિરાશ્રિત લોકો ડરતાં હતાં અને એ દિવસની રાહ જોતાં હતાં કે ક્યારે ઇન્કલાબ આવે અને ક્યારે એમનું જીવન બદલાય? જી.એમ. સૈયદનું કહેવું એમ પણ છે કે જો આપણે શાહની શાયરીને આજના સમયના સંદર્ભમાં જોઇએ તો એમાંથી આપણને નેશનલિઝ્મની વાત, લોકશાહીની તરફેણ, સમાજવાદ તરફનું આકર્ષણ, લાગવગ અંગે ઘૃણા, અમીરી અને ફાસીઝમનો વિરોધ જોવા મળે છે. તે સાથે એ વાત પણ સ્પષ્ટ થઇ જાય છે કે શાહની શાયરીને ‘પેનના જાદુ’ સાથે કોઇ જાતની નિસ્બત નહોતી. શાહે પોતાના શેરમાં કાયમ પોતાના વતનને ખુશાલીભર્યું રાખવાની પ્રાર્થના કરી છે. વાસ્તવમાં આ બાબત એ વાતનો ઇશારો કરે છે કે તેઓ પોતાના અન્યાયી સમાજમાં ઇન્કલાબ ફેલાતો જોવા ઇચ્છે છે. અલબત્ત, શાહે પોતાની વાર્તાઓમાં લોકકથાઓની સાત રાજકુમારીઓ સાથે સિંધની સામાન્ય સ્ત્રીને પણ આગળ કરી છે અને તેને પણ ટોચ પર પહોંચાડી છે. શાહની શહેઝાદીઓ ધર્મ અને જાતિની કેદી નહોતી. તેઓ પ્રેમ માટે પાગલ હતી. આ શારીરિક નહીં, વતન પ્રત્યેનો પ્રેમ છે, એ જીવનની જંગનો ઇશારો છે. શાહની શાયરીની આ જ વાત, સ્વમાન અને સ્વાભિમાન ધરાવતી આ શહેઝાદીઓ પોતાના રિવાજો અદા કરતાં સામાન્ય સિંધી સ્ત્રીઓનું અંધકારમાં માર્ગદર્શન કરે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...