બેન્જામિન ગ્રાહમે 1949માં પોતાના પુસ્તક ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટરમાં લખ્યું હતું, ‘શેરમાર્કેટ અસ્થિર આશાઓ તેમ જ કારણ વગરની નિરાશા વચ્ચે ઝૂલતું રહે છે.’ એકના કારણે ભાવ વધે છે અને બીજાને કારણે શેર્સ સસ્તા થાય છે. તેને નજરઅંદાજ કરતાં જે વ્યક્તિ નિરાશ લોકો પાસેથી ખરીદીને સારાની આશા રાખનારાને વેચે છે, તે સ્માર્ટ રોકાણકાર છે. છેલ્લાં બે વર્ષમાં આવી જ સ્થિતિ જોવા મળી છે. માર્ચ 2020માં એક મહિનાથી પણ ઓછા સમયમાં દુનિયાભરના બેન્ચમાર્ક ઇન્ડેક્સ 30-40% તૂટ્યા હતા. સેન્સેક્સ 26,000થી નીચે હતો, પરંતુ કેટલાક મહિનામાં જ 61,000ની ટોચે હતો. દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દરો વધારી રહી છે, પરિણામે માર્કેટમાં ફરીથી કડાકો બોલી ગયો છે. જે ઓછી કિંમતે ક્વોલિટી શેર્સ ખરીદવા માટે શાનદાર અવસર છે.
માર્કેટમાં કડાકો એક તક છે. તેને જતી ન કરો. યાદ રાખો કે દુનિયાભરમાં રેકોર્ડ મોંઘવારી અને યુક્રેન યુદ્ધની વચ્ચે ડિસેમ્બરમાં સેન્સેક્સ રેકોર્ડ ઊંચાઇએ હતો. હવે ફરીથી ઘટવા લાગ્યો છે. આ આગામી છલાંગ પહેલાંની સ્થિતિ હોઇ શકે છે.
આ ગભરાટનો નહીં, 5 સ્માર્ટ રણનીતિ અપનાવવાનો સમય
SIP ચાલુ રાખો
આવા સમયમાં SIP ચાલુ રાખવાથી રોકાણ વધાર્યા વગર વધુ યુનિટ્સ મળે છે. તેનાથી રોકાણનો સરેરાશ ખર્ચ ઘટે છે.
એકસાથે રોકાણ ન કરો
ક્વોલિટી શેર્સ ધીરે ધીરે ખરીદો. એકસાથે મોટું રોકાણ ટાળો કારણ કે માર્કેટનું વલણ બદલાયું છે, તમારી રિસ્ક પ્રોફાઇલ નહીં.
મ્યુચ્યુ. ફંડ યોગ્ય છે
માર્કેટ ઘટવા પર તમે જો શેર્સમાં રોકાણ કરવા ઇચ્છો છો, પરંતુ યોગ્ય શેર્સનો નિર્ણય ન લઇ શકો તો ઇક્વિટી ફંડ તરફ ઝોક રાખો.
ફંડ કેટેગરી બદલો
લિક્વિડ ફંડને ઇક્વિટી ફંડમાં બદલવું વધુ યોગ્ય છે. આવું કરીને તમે માર્કેટમાં આવેલા કડાકાનો ફાયદો ઉઠાવી શકો છો.
સ્મોલ-કેપ શેર્સવાળું ફંડ પસંદ કરો :
વધુ જોખમ લેવા સક્ષમ હો, તો મિડકેપ, સ્મોલકેપ સ્કીમ્સમાં રોકાણ કરો. એસટીપી અથવા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનથી તેમાં 6-12 મહિના સુધી રોકાણ કરો.
અર્થતંત્ર પર ભરોસો અને લાંબા ગાળાનું રોકાણ કરો
પાંચ વર્ષમાં ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. 10 વર્ષમાં ભારતીય અર્થતંત્ર 10 લાખ કરોડ ડોલરના આંકને સ્પર્શી શકે છે, જે અત્યારે $5 લાખ છે. 7-8 વર્ષમાં ભારત ત્રીજું સૌથી મોટું શેરમાર્કેટ હશે. તમે 7-10 વર્ષ સુધી રોકાણ કરીને તગડી કમાણી કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.