તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્કાઉન્ટર:ઓનલાઇન અભ્યાસથી નેટ પતી જાય છે, શું કરવું?

11 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

⬛ સફળ સ્ત્રી પાછળ કોનો હાથ હોય છે?
-વહાલી મહેતા, અમદાવાદ
-એની બાનો.
⬛ શાંત પાણી ઊંડા હોય?
-સુમેધ મહેતા, જૂનાગઢ
-ફ્રીજમાં એવું નથી હોતું.
⬛ મને એમ થાય છે કે, તમને પ્રેમ કરનારી સ્ત્રી કેવી નસીબદાર હશે!
-પૂર્વી પટેલ, નડિયાદ
-હવે મારું વિચારી જુઓ.
⬛ પુરાણોમાં સ્વયંવરની વાતો આવતી.... ‘સ્વયંવહુ’ની કેમ નહીં?
-રામદત્ત કાપાવાલા, સુરત
-એ જમાનાના મૂરતિયાઓમાં અક્કલ હતી કે કોને પરણાય ને કોને ‘બહેન’ બનાવાય!
⬛ મારી પ્રેમિકા સુંદર તો ‘અધધધ’ છે... પણ બુદ્ધિમાં ભરાઇ પડાય એવું છે...
-જ્વલંત શાહ, વડોદરા
-કાચી સેકંડ બગાડ્યા વિના એની સાથે પરણી જ જાઓ.
⬛ સૂંઠને ગાંગડે ‘ગાંધી’ ન થવાય, એ વાત સાચી?
-પ્રણાલી છાબરીયા, મુંબઇ
-સૂંઠને ગાંગજે નહીં થવાતું હોય, પણ કોંગ્રેસને ગાંગડે ‘ગાંધી’ ચોક્કસ થવાય!
⬛ લગ્ન કરાવતી વખતે ‘મહારાજ’ની જરૂર કેમ પડે છે?-અશ્વિન શાહ, સુરત
-કારણ કે એક ‘મહારાજા’ થોડી જ ક્ષણોમાં ‘મહારાજ’ (રસોઇવાળો) બનવાનો છે માટે.
⬛ ‘કાનૂન કે હાથ બહોત લંબે ક્યું હોતે હૈ?’
-ફિરોઝખાન સુરતી, સુરત
-ખબર નહીં. મારે તો ટચમાં જ આવવાનું થયું નથી.
⬛ કબ્બડી, ખો-ખો, બાઇ બાઇ ચારણી કે થપ્પો... આ બધાનું અંગ્રેજી ભાષાંતર શું થાય?
-સૂરજ પટેલ, વડોદરા
-પોલિટિક્સ.
⬛ તમે રાજ્યના આરોગ્યમંત્રી હો, તો પહેલું કામ શું કરો? -સુરુચિ પાટણકર, ગાંધીનગર
-પટાવાળા માટે ઘંટડી વગાડવાનું.
⬛ સ્ત્રીઓને હાથમાં રૂમાલ રાખીને ચાલવાની આદત કેમ પડી હશે?
-રજ્જુ ત્રિવેદી, ભાવનગર
-પગમાં રૂમાલ ભરાવીને ચાલતાં ન ફાવે માટે.
⬛ દીકરી વહાલનો દરિયો, એની મા તોફાનનો દરિયો, તો જમાઇ?
-દીપક લાલસિંહ, સુરેન્દ્રનગર
-મજબૂરીનું ખાબોચિયું.
⬛ બધા સાહિત્યકારો બાળપણમાં દુખદ ગરીબી જોઇને મોટા થયા છે, એવો એકસરખો દાવો કેમ કરે છે?-મયૂરી શાહ, જામનગર
-તે અત્યારે કઇ મોટી ‘એસ્ટન-માર્ટિન’ કે ‘બુગાટી’ લઇને ફરે છે??
⬛ લગ્નમાં સૌ સાથ આપે છે, પણ છૂટાછેડામાં કેમ કોઇ આપતું નથી?
-ધીરજલાલ ત્રિવેદી, અમદાવાદ
-છૂટાછેડામાં મહેમાનો સાથે ફોટોસેશનો હોતા નથી માટે.
⬛ આજકાલ મમતા કે માયાના અવાજો સંભળાતા બંધ થઇ ગયા છે કે શું?
-પ્રભાત દવે, અમદાવાદ
-તમને શાંતિ ગમતી લાગતી નથી!
⬛ ડિમ્પલ કાપડિયાને મળવું હોય તો તમે કયું સ્થળ પસંદ કરો?-સુબોધ પટેલ, મહેસાણા
-શ્રી. રણછોડરાયના મંદિરે! કોઇ જુવાનિયાઓ તો ઝોલ નાખવા ન આવે!
⬛ સાચો સુગમ સંગીતકાર કોને કહેવાય?
-પલ્લવી જાની, અમદાવાદ
-જે હાઇ-કુ ઉપરથીય આઠ મિનિટનું ગીત બનાવી શકે!
⬛ કોંગ્રેસમાંથી એક પછી એક બધા છૂટા થતા જાય છે...
-ખુશાલદાસ મારવાડી, અમદાવાદ
-નવાઇ એની નથી લાગતી... નવાઇ હજી જે લોકો ચીટકી રહ્યા છે, એમની લાગે છે.
⬛ નરેન્દ્ર મોદી હમણાં મોદી હમણાં મોરને જમાડતા જોવા મળ્યા હતા...
-નરોત્તમ સોલંકી, જામનગર
-એ મોર બની થનગાટ કરતા હતા....!
⬛ સાંભળ્યું છે કે તમે બધા લેખો રાત્રે જ લખો છો... કંઇ કારણ?
-સુરેન્દ્ર ઓત્તમદાસ, જામનગર
-દિવસે તો સારા કામો પતાવવાના હોય ને!
⬛ સ્ત્રી-ધન અને ‘ગોરધન’ વચ્ચે શું તફાવત?
-કેયૂરી શ્રોફ, વલસાડ
-ઊંધો લટકે તોય ગોરધનની ગણતરી સ્ત્રી-ધનમાં થઇ શકતી નથી.
⬛ હવે પેલી ‘સ્પેશિયલ હનિમૂન ટ્રેનો’ બંધ થઇ ગઇ? -ગિરીશચંદ્ર પટેલ, મહેસાણા
-હા. લોકો એમાંય ‘મંથલી-પાસ’ માંગતા હતા!
⬛ આપણે જેને યાદ કરીએ, એ આપણને ભૂલી કેમ જતું હશે?
-માધવ નાડકર્ણી, વડોદરા
-તમારે જેવા ઘણાને ચૂકવવાના બાકી હોય ને? સામેથી યાદ કરીને મરવું છે એને?
⬛ જગતમાં સૌથી અઘરું કામ કયું છે?
-ચાણક્ય રાજપુરોહિત, જામનગર
-થિયેટરમાં ચાલુ ફિલ્મે નાક ખંખેરવાનું.
⬛ ભગવાન તમારું ‘એનકાઉન્ટર’ કરીને તમને ઉપર બોલાવે તો શું પૂછો?
-નયન શાહ, રાજકોટ
-‘અચ્છા... તો મારા વગર કામ પતે એવું નહોતું...!’
⬛ હકીભાભી તમને ફરી વાર લગ્ન કરવાની છૂટ આપે તો કરો ખરા? -માર્ગી શાહ, રાજકોટ
-એણે એક વાર ધરાઇ-ધરાઇને મને પરણી લીધું છે... આઇ ડોન્ટ થિંક... બીજી વાર માટે તૈયાર થાય!
⬛ કાન પાસે આવીને ગણગણાટ કરતો મચ્છર શું સંદેશો આપવા માંગે છે?
-દર્શન કોઠારી, અમદાવાદ
-હું કોઇની પર્સનલ લાઇફમાં માથું મારતો નથી.
⬛ સાસુ અને ચોમાસુ વચ્ચે શું ફેર?
-અમરીશ મહેતા, અમદાવાદ
-મારી સાસુ એક વાર ગયા પછી પાછી આવી નથી.
⬛ પત્ની અને પ્રેમિકાના પ્રેમમાં શંુ ફરક?
- મહાસુખ દરજી, અમદાવાદ
-પહેલીમાં ‘મહાસુખ’ મળે ને બીજીમાં ‘મહાદુ:ખ’.... (પરણેલા હો તો!)
⬛ ઉકાળો કેમ કાળો બનતો નથી?
-પ્રદીપકુમાર ઝાંઝમેરા, મહુવા
- તમારે એની લારી છે?
⬛ પત્ની સાથે ઝઘડો થાય તો શું કરવાનું?
- રાકેશ જણસારી, પાલનપુર
- પછી આપણે કંઇ નહીં કરવાનું. જે કરવું હશે, તે એ કરશે!
⬛ આવડે નહીં તોય ઘણા અંગ્રેજી કેમ બોલતા હશે? - હર્ષ હાથી, ગોંડલ
-મોંઢુ બંધ રાખીને તો ગુજરાતીય ન બોલાય!
⬛ શું આધુનિક ટેક્નોલોજીએ માણસને શંકાશીલ બનાવી દીધો છે? -જયેશ અંતાણી, ભાવનગર
-એ તો જેની વાઇફ એટલું ભણેલી હોય એને ચિંતા!

‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો