ઝાહિદા હિનાઃ નૂર ઇનાયત ખાન એવાં સાહસિક મહિલા હતાં, જેમને આજે બ્રિટન પણ સલામ કરે છે.
તેમના પિતા હિંદુસ્તાની હતા, પણ હિંદુસ્તાન છોડી જતા રહ્યા હતા. એમણે એક અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. એમને બે સંતાનો થયાં – પુત્રી નૂર ઇનાયત ખાન અને પુત્ર વિલાયત ખાન.
ઘણા સમય પછી નૂર ઇનાયત ખાનના પિતા અને માતા તો ભારત પાછાં આવતાં રહ્યાં, પણ આ બંને બાળકો ફ્રાન્સમાં જ રહી ગયાં. બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયું હતું. 1940માં જર્મન સૈન્ય ફ્રાન્સમાં પ્રવેશ્યું. જ્યારે પેરિસ પર નાઝીઓએ કબજો કર્યો ત્યારે નૂર અને એમના ભાઇ વિલાયતે નક્કી કર્યું કે તેઓ પણ કબજો કરનારા સૈન્ય વિરુદ્ધ કામ કરશે.
નૂર ઇંગ્લેન્ડ ચાલ્યાં ગયાં અને ત્યાંથી તેઓ વિમેન ઓક્ઝીલરી એરફોર્સમાં સામેલ થયાં. 1942માં એમને સીક્રેટ સર્વિસમાં ભરતી કરવામાં આવ્યાં. એ જ્યારે બ્રિટનના અધિકારીઓ સામે ઇન્ટરવ્યૂ માટે હાજર થયાં ત્યારે એ જમાનામાં ભારતમાં સ્વતંત્રતાના આંદોલને જોર પકડ્યું હતું. એમણે બ્રિટનનાં અધિકારીઓને કહ્યું કે બનવાજોગ છે કે યુદ્ધ બાદ પોતે ભારત જતાં રહે અને ત્યાં ચાલતા સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લે. એમની વાત સાંભળીને અધિકારીઓ આશ્ચર્યમાં ડૂબી ગયા કેમ કે બીજો કોઇ રસ્તો જ નહોતો.
પેરિસને નાઝી સૈન્યોથી છોડાવવા માટે નૂર ઇનાયત લંડનથી આવીને લડતાં હતાં, પણ એક મહિલાની દગાબાજીને કારણે નૂર પકડાઇ ગયાં અને એમનાં પર અપાર અત્યાચાર ગુજારવામાં આવ્યાં. અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવવા છતાં નૂર ઇનાયત ખાન ભાંગી ન પડ્યાં. તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી એ અત્યાચાર સહન કર્યાં. આખરે 1944માં દહાઉ કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને ગોળી મારી એમની હત્યા કરવામાં આવી.
આપણે કદાચ નૂર ઇનાયત ખાનનું નામ પણ સાંભળ્યું ન હોત. એ માટે શ્રાવણી બાસુનો આભાર માનવો જોઇએ જેમણે નૂર પર વિસ્તારપૂર્વક પુસ્તક લખ્યું છે. તેમના અવસાન પછી બ્રિટને તેમને જ્યોર્જ ક્રોસથી
સન્માનિત કર્યાં.
થોડા સમય પહેલાં જ બ્રિટિશ સરકારે નૂર ઇનાયત ખાનની તસવીરને ત્યાંની કરન્સીમાં સ્થાન આપવાનો નિર્ણય લીધો છે. બ્રિટિશ સરકાર તરફથી એક મહિલાને આવું સન્માન પ્રથમ વાર મળ્યું છે. આમ, બ્રિટને એમને ઉચિત સન્માન આપ્યું છે.⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.