તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપસ કી બાત:નરગિસ નહિ નિરૂપા રોય હતાં દિલીપકુમારની પસંદ!

રાજકુમાર કેસવાની6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપકુમારના ઇરાદાનો ઉકેલ આવતાં જ ‘મધર ઇન્ડિયા’ની સમસ્યા નરગિસે આવીને ઉકેલી

બિરજુના રોલની કાસ્ટિંગ માટે મહેબૂબ ખાનને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે પહેલાં નરગિસવાળા રોલની એક વાત જણાવી દઉં. બન્યું એવું કે ત્યારે નરગિસ દિલીપકુમાર સાથે કામ ન કરવાનું બહાનું શોધતા હતા, ત્યારે દિલીપકુમારે એક ઉકેલ શોધ્યો હતો. એમણે એક દિવસ મહેબૂબ ખાનને સમજાવ્યા કે આ રોલમાં નરગિસથી વધારે સારાં નિરૂપા રોય લાગશે. આ વાત ગળે ઊતરવી થોડી મુશ્કેલ છે, પણ જ્યારે વાત કહેનાર ફિલ્મના લેખક અલી રઝા હોય તો એમની વાત તો માનવી જ પડે! બન્ની રુબેન સાથે થયેલી એમની વાતચીત જણાવું. ‘… યુસુફ (દિલીપકુમાર)એ નિરૂપા રોયને ‘મધર ઇન્ડિયા’વાળો રોલ મળી જાય એ માટે પોતાનાથી બનતી તમામ કોશિશ કરી જેથી એ બિરજુનો રોલ કરી શકે. પરિણામે માત્ર નિરૂપા રોયનો જ નહીં, વીણાનો પણ સ્ક્રીન ટેસ્ટ થયો.’ હવે નસીબમાં શું લખ્યું હતું તે જોઇએ. 1955માં બિરજુની માતા બનવામાં નિષ્ફળ ગયેલા નિરૂપા રોયને વર્ષ 1975માં બિરજુના નવા અવતાર વિજયની માતા બનવાની તક મળી ફિલ્મ ‘દીવાર’માં. વિજયના પાત્રના મૂળમાં પણ ‘મધર ઇન્ડિયા’ના એક ભાઇ સારો અને બીજો અવળે માર્ગે ચડેલ ભાઇ હતો જે ‘ગંગાજમુના’ (’61)થી થઇને ‘દીવાર’ (’75) સુધી પહોંચ્યો હતો. ગામડાના અભણ ડાકુ બનેલા બિરજુને શહેરી સ્વરૂપ આપવા માટે હેરાલ્ડ રોબિન્સની નવલકથા ‘અ સ્ટોન ફોર ડેની ફિશર’ના ડેની ફિશરનો ઢોળ ચડાવવામાં આવ્યો અને એ સમયના ખ્યાત (કુખ્યાત) સ્મગલર હાજી મસ્તાનની વાતોને ઉમેરીને આ રોલ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે બન્યો હતો ફિલ્મ ‘દીવાર’નો વિજય, જેને સ્ક્રીન પર અમિતાભ બચ્ચને જીવંત કર્યો હતો. એ સમયે વિજયના પાત્રની વાત લખાઇ રહી હતી, ત્યારે જ ફિલ્મ ‘પુતલીબાઇ’ (’72)ની કવ્વાલીની એ પંક્તિઓ મને યાદ આવે છે, જેમાં સ્ત્રીની રચનાની વાત વર્ણવવામાં આવી છે. વાંચો : નૂર સૂરજ સે લિયા, રૂપ સૈયારોં સે માંગા, રંગ ઉષા સે લિયા, પંખુડી સે લી નજાકત ઔર કલિયોં સે અદા, શમા સે કાજલ લિયા આસમાં સે જુ્લમ માંગા ઔર સબ્ર ધરતી સે લિયા... જૂની બોટલમાં નવો દારૂ ભરવો એ કંઇ રમતવાત નથી. આટલી મહેનત તો કરવી જ પડે છે. ખેર! આ તો શબ્દોની થોડી રમત કરી, પણ આખરે તો હતા ત્યાં પાછા ફરવું જ રહ્યું. તો સાહેબ, દિલીપકુમારના ઇરાદાનો ઉકેલ આવતાં જ ‘મધર ઇન્ડિયા’ની સમસ્યા નરગિસે આવીને ઉકેલી નાખી. જોકે બિરજુના પાત્રની સમસ્યા હજી યથાવત હતી. મહેબૂબ ખાનને પોતાની છેલ્લી ફિલ્મ ‘આન’ (’52) માટે વિદેશોમાં પણ મળેલી પ્રશંસાએ વધુ આગળ વધવા પ્રેરિત કર્યાં હતા. આથી ‘મધર ઇન્ડિયા’ને ‘ઇન્ટરનેશનલ ફિલ્મ’ બનાવવાના ઇરાદે એમણે હોલિવૂડના અભિનેતા સાબૂ દસ્તગીરને બિરજુના રોલ માટે સાઇન કર્યાં. પગાર? માસિક રૂપિયા પાંચ હજાર! મુંબઇની ભવ્ય હોટલ એમ્બેસેડરમાં સાબૂ પોતાના પરિવાર સાથે આવીને રહેવા લાગ્યા. સાબૂનું આખું નામ સેલાર સાબૂ શેખ દસ્તગીર. મૈસૂર રાજ્યના એક મહાવતનો દીકરો. માત્ર નવ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થતાં પિતાના સ્થાને મૈસૂરના મહારાજના મહેલના હાથીઓની ફોજમાંથી એકના મહાવત બન્યા. એ દિવસો દરમિયામ એક બ્રિટિશ ફિલ્મ મેકર રોબર્ટ જે. ફ્લેહાર્ટીનું ધ્યાન સાબૂ પર ગયું અને એમણે એમને પોતાની ફિલ્મ ‘એલીફન્ટ બોય’ (1937) માટે સાઇન કરી લીધા. તે પછી તો સાબૂનું નસીબ જ પલટાઇ ગયું. એ હોલિવૂડના અભિનેતા બની ગયા. 1942માં રુડ્યાર્ડ કિલ્પિંગની ‘જંગલબુક’ પર ફિલ્મ બની તો સાબૂ એમાં મોગલી બન્યા અને જે પ્રશંસા મેળવી વાત ન પૂછો! વધુ આવતા સપ્તાહે... જય-જય! (ક્રમશ:)⬛

અન્ય સમાચારો પણ છે...