તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજાતા:રોજ નિશા સાંજ પડ્યે ઘરમાંથી નીકળી જતી, તે પેલા સરોવરની પાળે જ ઊભી રહેતી

9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિશા ઝડપથી એના રૂમમાં જતી રહી. સુજાતાના ચહેરા ઉપર હજી પેલું ગુલાબી સ્મિત હતું, પણ હાથમાં પેલું રૂપિયા ભરેલું કવર પણ હતું

ચાં ઊંચાં બિલ્ડિંગોની વચ્ચે આવેલા આ જુનવાણી શૈલીના ‘ટાપુ’ નામે ઓળખાતા બંગલામાં જાણે ઉત્સવ આવ્યો હતો! બાળકને જન્મ આપનારી નિશા હતી, પણ એનાથી બમણો હરખ સુજાતા અને મમ્મીને હતો. ‘સાંભળ, આનું નામ શું પાડીશું?’ ‘રાજકુમાર જ હોય ને!’ ‘અરે, જુનવાણી નામ લાગે છે, કંઈ નવું વિચાર ને?’ ‘નવામાં તો વાઘ કેવું લાગશે? મારે માટે તો ઘરનો વાઘ જ આવ્યો છે!’ બંને મા-દીકરી જાણે ઘેલાં થઈ ગયાં હતાં! મમ્મી સતત સુજાતાને કહેતી, ‘નાનું બાળક શી રીતે ઉછેરવું તેની તને શું સમજ પડે?’ સુજાતા કહેતી, ‘રહેવા દે મમ્મી, તેં મને ઉછેરી એ જમાનો ક્યારનો વીતી ગયો. આજકાલનાં બાળકો અલ્ટ્રા-સ્માર્ટ હોય!’ ‘હા, પણ એને પેલાં પોલિયોનાં ટીપાં, અમિતાભ બચ્ચન કી ખુરાક વગેરે આપવાં પડશે ને?’ ‘મમ્મી, મારી પાસે આખું ટાઈમ-ટેબલ રેડી છે. પોલિયો, ઇસીજી, ડીટીએપી, એચઆઈબી, પીસીબી, એમએમઆર…’ મમ્મી ડઘાઈને જોયાં કરતી. ‘હાય હાય, સુજાતા! આટલી બધી રસીઓ ક્યારે થઈ ગઈ?’ ‘હજી તો કોરોનાની બેબી વેક્સિન પણ આવશે!’ સુજાતા હસી પડતી, ‘મારા વાઘને જબરો બનાવવા માટે મેં માલિશવાળીનું પણ ગોઠવી દીધું છે. અમારી હોસ્પિટલની બેસ્ટ છે.’ ‘બસ બસ હોં, તું રહેવા દે. તું કંઈ બાળકોની નર્સ નથી. તારી હોસ્પિટલમાંથી કોઈ સારી નર્સને આખો કેસ સોંપી દે.’ ‘નર્સ?’ સુજાતા બાળકને ગાલે ટપલી મારતાં કહેતી, ‘અરે, આખો પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હાજર કરી દઈશ મારા રાજકુમાર માટે!’ રાત્રે એ ટાપુનો રાજકુમાર અચાનક જાગીને રડવા માંડતો, ત્યારે બંને મા-દીકરી તેને આનંદાશ્ચર્યથી જોતાં જ રહેતાં! ‘અલી, એને છાનો રાખ ને!’ ‘તું છાનો રાખ ને, મને તો એનું મીઠું મીઠું રડવું જ એટલું બધું ગમે છે!’ મા-દીકરીની ઘેલછામાં નિશાની ઉદાસી જાણે તોફાની બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ક્યાંક દૂર દૂર વાગતાં ઝીણા વાયોલિન જેવી બની જતી હતી. રાતના ઉજાગરાઓ સુજાતા અને મમ્મી કરતાં અને નિશા ઊંઘ્યા કરતી. દિવસે પણ ટાપુનો વાઘ સુજાતા અને મમ્મીના ખોળાં વચ્ચે જ ફરતો રહેતો હતો. નિશાની ઉદાસી તેના મનમાં ઊંડે ઊંડે રહેલા ડિપ્રેશનના કારણે હતી. તેના માટે આ બાળક કદાચ એક નડતર હતું, એક અડચણ હતી, એક શારીરિક ભૂલનું કડવું પરિણામ હતું. એની છાતીમાંથી દૂધ પણ બહુ ઝટ ખલાસ થઈ જતુંું. આ તરફ સુજાતા અને મમ્મીનું શોપિંગ લિસ્ટ પાંચ ગણું મોટું થઈ ગયું હતું… મિલ્ક પાઉડર, નેપિઝ, ફીડિંગ બોટલ, ટોડલર્સ ટોય્‌ઝ, બેબી સેનિટાઇઝર, બેબી ફૂડ, બેબી પાઉડર, બેબી શેમ્પૂ, બેબી ક્રીમ, બેબી ફીડર, બેબી ફેશન… એમ કરતાં કરતાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ ગયા તેની સુજાતા અને મમ્મીને તો ખબર જ ના પડી. જો ખબર હતી તો તેની નિશાને ખબર હતી, કે તેની કૂખેથી જન્મેલો રાજકુમાર તેના ભાગે તો આવતો જ નહોતો. એક દિવસ સાંજના સોનેરી તડકો બારીમાંથી આવી રહ્યો હતો, ત્યારે નિશાએ આવીને મમ્મીને કહ્યું ‘આન્ટી, હું જરા બહાર જાઉં? ઘરમાં મને ગૂંગળામણ જેવું થાય છે.’ છેક તે વખતે મમ્મીને ભાન થયું કે નિશાને બે પગ છે, પોતાની જેમ તે વ્હીલચેર ઉપર નહોતી. સુજાતાની જેમ તેની પાસે બિઝી રહેવા માટે કંઈ કામ પણ નહોતું. મમ્મીએ રાજકુમારને પોતાની સોડમાંથી કાઢીને પલંગ ઉપર મૂકતાં કહ્યું, ‘હાસ્તો, ઘરમાં ક્યાં સુધી રહીશ? જા ને, બહાર જરૂરથી જા! આ રાજકુમારને બાબાગાડીમાં, ના… શું કહેવાય? બેબી સ્ટ્રોલરમાં બેસાડીને બહાર લઈ જા. એને પણ મજા પડશે!’ ‘ના, હું એકલી જ જઈશ. ગૂંગળામણ પણ મને એકલીને જ થાય છે ને?’ નિશા જતી રહી. મમ્મી જરાક મુંઝાઈ ગયાં. ‘અરેરે.. શું ચાલી રહ્યું છે આ છોકરીના મનમાં?’ ⬛ ⬛ ⬛ શહેરની વચ્ચોવચ આવેલા શાંત સરોવરની એક એકાંત પાળે નિશા ઊભી ઊભી ઢળતી સાંજને જોઈ રહી હતી. મનમાં શું ચાલતું હતું તેની તેને પણ ક્યાં ખબર હતી? કારણ કે મનમાં કશું ચાલતું તો શું, હલતું પણ નહોતું. એવામાં તેને ઝાંખા ઝાંખા ‘ક્લિક’ અવાજો સંભળાયા. થોડી વારે જીન્સ-ટીશર્ટ અને ચેક્સવાળું ઓપન શર્ટ પહેરેલો એક યુવાન તેની નજીક આવ્યો. ‘એક્સક્યુઝ મી, મેં તમને પૂછ્યા વિના તમારી થોડી તસવીરો લીધી છે. હું એક ફેશન ફોટોગ્રાફર છું. જો તમને વાંધો ન હોય તો થોડી બીજી તસવીરો લઈ શકું?’ નિશાએ એ યુવાનને જોયો. એના ચહેરા ઉપર ચોક્કસ પ્રકારના જિનિયસની નિશાની હોય તેવી અડધી-પડધી ઊગેલી દાઢી હતી. આંખો ઉપર પાતળી ફ્રેમનાં ગોળ ચશ્માં હતાં. ગળામાં ત્રણ જાતના કેમેરા લટકતા હતા. નિશાએ જવાબ આપવાને બદલે તેની સામે જોઈને જરીક પોઝ આપતાં, વાળ સરખા કરીને ઝાંખું સ્માઈલ આપ્યું. ‘ના, સ્માઈલ નહીં. આમ જ, તમે જે રીતે ઊભાં હતાં તેમ જ ઊભાં રહેશો?’ તેણે એ પછીની દસેક મિનિટમાં કંઈ પચાસ જેટલા ફોટા પાડ્યા. પછી તેણે કહ્યું ‘સોરી, મેં તમારું નામ પણ ન પૂછ્યું. હું રાઘવ છું. રાઘવ રાય.’ રાઘવે લંબાવેલા હાથ સાથે પોતાનો હાથ મિલાવવો જોઈએ એટલી સુધબુધ પણ નિશાને તે વખતે નહોતી. રાઘવે પોતાનો હાથ પાછો ખેંચતા કહ્યું, ‘હું તમને મારું વિઝિટિંગ કાર્ડ આપું છું. એમાં મારો ફોન નંબર છે. જો તમે ઇચ્છતાં હો તો આ તસવીરોમાંથી થોડી તસવીરો તમને મોકલી શકું છું.’ નિશાએ કાર્ડ લીધું. થોડી વાર તે સરોવરમાં ડૂબતા સૂરજનાં હલી રહેલા ઘેરા લાલ પ્રતિબિંબોને જોતી રહી. પછી તેણે પોતાના મોબાઈલમાં પેલા ફોટોગ્રાફરનો નંબર નોંધીને કાર્ડ પાછું આપી દીધું. કાર્ડ પાછું લેતાં રાઘવે સહેજ હસીને ખભા ઉલાળ્યા. પછી એક સ્માઈલ આપીને તે જતો રહ્યો. લગભગ એકાદ કલાક ત્યાં જ ઘેરાતા અંધારામાં ઊભાં રહ્યાં પછી નિશાએ તે નંબર ઉપર મેસેજ મોકલ્યો. ‘નિશા હિયર, પ્લીઝ સેન્ડ ફોટોઝ.’ તે રાત્રે રાઘવે તેને પાંચ સિલેક્ટેડ ફોટા મોકલ્યા. નિશા મોબાઈલમાં તે ફોટા જોતી રહી. તેને લાગ્યું કે તસવીરમાં જે નિશા હતી તેવી નિશા કદાચ તેણે પોતે પણ નહોતી જોઈ. કંઈક તો જાદુ હતો રાઘવના કેમેરામાં… ⬛ ⬛ ⬛ એ પછી રોજ નિશા સાંજ પડ્યે ઘરમાંથી નીકળી જતી. જઈને તે રોજ પેલા સરોવરની પાળે જ ઊભી રહેતી. પાંચ દિવસ પછી જ્યારે તે પાછી ફરી ત્યારે તેના હાથમાં એક ફેશન મેગેઝિન હતું. રાત્રે ઘરમાં આવીને તેણે એ મેગેઝિન ટેબલ ઉપર મૂક્યું. સુજાતા હજી હમણાં જ ડ્યૂટી ઉપરથી પાછી આવી હતી. તે આવતાંની સાથે રાજકુમાર પાસે પહોંચીને કાલીઘેલી ભાષામાં લવારા કરવા લાગી હતી. મમ્મી તેને આખા દિવસનો રિપોર્ટ આપી રહી હતી. ‘બોલ, આજે આપણા રાજકુમારે શું કર્યું ખબર છે? ભાઈસાહેબ ઘોડિયામાંથી બે પગે ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતા! જાણે એને પોતાના આ દેશની પ્રજાને દર્શનો ન આપવાના હોય! અને ભૈસા’બ, આજે એણે જે પીપીઓ કરી છે… તોબા તોબા… અડધો અડધો કલાકે મેં નેપિઓ બદલી છે અને એની દાંડાઈ તો જુઓ! રાજાસાહેબ પીપી કર્યા પછી ખીખી કરીને હસે છે! જાણે મોટાં પરાક્રમો કરીને પીપીનો ઓલ-ટાઈમ રેકોર્ડ કરી નાંખવાનો હોય!’ ‘હાસ્તો વળી! મારો વાઘ તો છે જ વિક્રમી રાજકુમાર! જોજે ને, મોટો થઈને કેવા કેવા રેકોર્ડ્ઝ તોડવાનો છે મારો દીકરો!’ ‘આ મેગેઝિનમાં મારો ફોટો છપાયો છે.’ ‘અને સેરેલેક ખાતાં ખાતાં તો જે તોફાન કર્યાં છે આજે! બબ્બે વાર વાટકો ઢોળી નાંખ્યો! સુજાતા, હવે હું તને કહી દઉં છું. આજ પછી એ વાટકો ઢોળશે તો હું એને ભૂખ્યો જ રાખવાની છું.’ ‘ખબરદાર! જો મારા વાઘને એનું મારણ નથી આપ્યું તો! સમજે છે શું તારા મનમાં, હેં? મારો વાઘ વીફરશે ને તો -’ ‘મેગેઝિનમાં મારો ફોટો છપાયો છે.’ નિશા બીજી વાર બોલી ત્યારે સુજાતાનું ધ્યાન ખેંચાયું. ‘હેં?’ કહેતાં તેણે ઘોડિયા તરફથી મોં ફેરવીને પૂછ્યું ‘શું?’ જવાબમાં નિશા કંઈ બોલી નહીં. મેગેઝિન ટેબલ ઉપરથી ઉપાડીને ફરી પાછું ત્યાં મૂક્યું અને પોતાના રૂમમાં જતી રહી. ‘અરેરે… શું થશે આ છોકરીનું?’ કહેતાં મમ્મી વ્હીલચેર લઈને ટેબલ પાસે પહોંચ્યા. પાનાં ઊથલાવતાં નિશાનો ફોટો દેખાયો. એક નહીં, સળંગ ત્રણ આખાં પાનાં ભરીને તેની ત્રણ મોટી તસવીરો છપાઈ હતી. મમ્મીએ સુજાતાને ફોટા બતાવતાં કહ્યું, ‘જરીક ઉદાસ ટાઈપ નથી લાગતી?’ સુજાતા કંઈ બોલી નહીં. હાથમાંથી મેગેઝિન લઈને તે નિશા પાસે ગઈ. નિશાને ખભે હાથ મૂકીને પેલી તસવીરો સામે ધરતાં તેણે ગુલાબી સ્મિત વેર્યું, ‘વાહ! કેટલા સરસ ફોટા છે! કોણે પાડ્યા?’ ‘છે એક ફોટોગ્રાફર.’ નિશાએ તેનાં હાથમાંથી મેગેઝિન પાછું લઈ લીધું. બે ઘડી માટે સુજાતાના મનમાં પણ એ જ વિચાર આવી ગયો, જે મમ્મી વારંવાર બોલ્યાં કરતી હતી, ‘અરેરે… શું થશે આ છોકરીનું?’ પણ તેણે ફરી પોતાનું ગુલાબી સ્માઈલ ચહેરા ઉપર રેલાવીને નિશાની પીઠ ઉપર હાથ ફેરવ્યો, ‘જોયું? હું નહોતી કહેતી? હવે બધું બદલાવા માંડશે?’ ⬛ ⬛ ⬛ સુજાતાની વાત કદાચ સાચી હતી. એક દિવસે જ્યારે નિશા પાછી આવી ત્યારે તેના ચહેરા ઉપર જરા જુદી જ ચમક હતી. આવીને તેણે સુજાતાને એક કવર આપતાં કહ્યું,‘દીદી, મને ફેશન મોડલિંગનું એક કામ મળ્યું છે. આમાં એડવાન્સ પૈસા છે. તમે રાખો.’ સુજાતા રાજી રાજી થઈ ગઈ. કવર ખોલીને જોયું તો તેમાં બબ્બે હજારની પાંચ નોટો હતી. તેણે કવર પાછું આપતાં કહ્યું, ‘નિશા, આ પૈસા તારા છે. તારી પાસે જ રાખ! અને કોણ છે આ ફોટોગ્રાફર?’ ‘એનું નામ રાઘવ રાય છે. સળંગ ત્રણ દિવસ મારે એના સ્ટુડિયો ઉપર જવાનું છે. કંઈ બે-ત્રણ ડઝન ડ્રેસીસમાં ફોટા પાડવાના છે.’ ‘જોયું? હું નહોતી કહેતી?’ સુજાતા હરખાતી નાચી ઊઠી. ‘આપણા રાજકુમારના આ ટાપુમાં પગલાં પડતાંની સાથે જ અહીંની પ્રજા સુખી થઈ જવાની છે!’ ⬛ ⬛ ⬛ એ વાતને હજી પંદર દિવસ થયા હશે ત્યાં નિશા ઘરે પાછી આવી ત્યારે તેનાં હાથમાં પહેલાં કરતાં જાડું કવર હતું. આવતાંની સાથે તેણે સુજાતાને કહ્યું,‘જુઓ, આમાં પચાસ હજાર રૂપિયા છે. આ તો તમારે રાખવાં જ પડશે! અને હા, હું રાઘવ સાથે મુંબઈ જાઉં છું, દસ દિવસ માટે! ત્યાં એક બહુ મોટો ફેશન-શો છે. એમાં મારું સિલેક્શન થઈ ગયું છે. કાલે સવારની જ ફ્લાઈટ છે. હજી તો મારે મારી બેગ તૈયાર કરવાની બાકી છે…’ નિશા ઝડપથી એના રૂમમાં જતી રહી. સુજાતાના ચહેરા ઉપર હજી પેલું ગુલાબી સ્મિત હતું, પણ હાથમાં પેલું રૂપિયા ભરેલું કવર પણ હતું. ઘડીકમાં તે નિશાના રૂમ સામે જોઈ રહી હતી, તો ઘડીકમાં રૂપિયા ભરેલા કવર સામે. ⬛ ⬛ ⬛ ‘શું વિચાર કર્યાં કરે છે ક્યારની?’ મમ્મીના સવાલથી રાજુના શરીર ઉપર થપથપાવી રહેલી સુજાતાની હથેળી અટકી ગઈ. ‘મમ્મી, ક્યાંક નિશા ફરી કોઈ નવા શિકારીની જાળમાં તો ફસાઈ નથી રહી ને?’ ‘સુજાતા, બધા છોકરાઓ કાર્તિક નથી હોતા.’ અચાનક જાણે સુજાતાની દુખતી નસ દબાઈ ગઈ હોય તેમ તેનાં ચહેરા ઉપર પીડા ઊપસી આવી, ‘મમ્મી, હજી તું કાર્તિકને ભૂલી નથી?’ ‘શી રીતે ભૂલું?’ મમ્મીના અવાજમાં કડવાશ આવી ગઈ. ‘જે છોકરાની એક ‘ના’ને કારણે તારી આખી જિંદગી એક ખારા સમુંદર વચ્ચેના એકલાઅટુલા ટાપુ જેવી બની ગઈ, તેને શી રીતે ભૂલી શકાય?’ ‘મમ્મી, કાર્તિકને જે ઠીક લાગ્યું તે તેણે કર્યું. હવે મારે શું એની પાસે મારો હક માગવા માટે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો