તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રે જિંદગી:ન્યૂ યર સેલિબ્રેશન

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિનિતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટ સેલિબ્રેટ કરવા માટે આખો પ્લાન તૈયાર કર્યો હતો, પણ એની બહેન માયરાએ એવું તે શું કર્યું કે વિનિતને આપણા સંસ્કારની કદર સમજાઇ ગઇ?

- રાજ ભાસ્કર

વાતાવરણમાં ક્રિસમસની ઉજવણીનો ઉજાસ પડઘાઈ રહ્યો હતો. સાંતાક્લોઝનું ‘જિંગલ બેલ્સ.. જિંગલ બેલ્સ...’ ગૂંજી રહ્યંુ હતંુ. એવા વખતે ફ્લેટની બાલ્કનીમાં ઊભેલો વિનિત એના ફ્રેન્ડ સાથે કોલ પર વાત કરી રહ્યો હતો, ‘યાર, નાતાલે પણ દારૂ પીવાનો મેળ ના પડ્યો. આ વખતે તો થર્ટી ફર્સ્ટે રતનપુર બોર્ડર જ જવું છે. બિયર અને સ્કોચનું કોકટેલ કરીને પીશું, ચિકન ઝાપટીશું અને એન્જોય કરીશું.’ મિતેશ બોલ્યો, ‘યાર, શરાબ અને કબાબ તો બોર્ડર પર મળી જશે. શબાબનું શું?’

‘ડોન્ટ વરી બ્રો! આપણા ક્લાસની પેલી એલા છે ને. એને મેં વન નાઈટ હોલ્ટ પિકનિકનું કહી રાખ્યું છે. એ પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે એટલે આવવામાં વાંધો નથી.’ ‘હા, પણ એ તો જસ્ટ ફ્રેન્ડ છે ને તારી!’ ‘ભલે ને રહી. 2-5 પેગ પિવડાવી દઈશું પછી? હા...હા...!’ વિનિત હસી પડ્યો. એની મોટી બહેન માયરા ધુંઆપુંઆ થતાં રૂમમાં આવીને વિનિતને ધધડાવી નાખ્યો, ‘આ શું બોલે છે તું? કંઈ ભાન છે કે નહીં?’ ‘અરે, અમે ન્યૂ યરનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યાં છીએ. જિંદગીમાં મજા કરવાની હોય.’ ‘આ આપણી સંસ્કૃતિ નથી. છતાં તમે સેલિબ્રેટ કરો એનો મને વાંધો નથી, પણ પાર્ટીના નામે દારૂ પીવાનો, ધીંગામસ્તી કરવાની, છોકરીઓનો ઉપયોગ કરવાનો, એ બધું ન હોય.’ ‘તું કયા જમાનામાં જીવે છે દી. એમ.બી.એ. થઈને આટલી જુનવાણી કેમ છે તું? થર્ટી ફર્સ્ટની પાર્ટી છે. દારૂ પીવો, છોકરીઓ સાથે મજા કરવી સાવ કોમન વાત થઈ ગઈ છે. ’ ‘એમ.બી.એ. હોઈએ કે બીજુ કંઈ, આપણા સંસ્કાર અને પરંપરા ન ભૂલવાં જાેઈએ. દારૂ પીવો કોમન હશે બીજા માટે, મારા ઘરમાં આ નહીં ચાલે. મારીને કાઢી મૂકીશ ઘરમાંથી.’ ‘વ્હોટ!’ વિનિતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, ‘તું કોણ મને રોકવાવાળી? હું દારૂ પીશ અને છોકરીઓનેય સાથે લઈ જઈશ. મારા જીવનમાં દખલ કરીશ તો હું ભૂલી જઈશ કે તું મારી સિસ્ટર છે.’ એ બોલ્યો. માયરાએ એને તમાચો માર્યો. વિનિત ગુસ્સે થઈ નીકળી ગયો. માયરા વિનિત કરતાં બે વર્ષ મોટી હતી. માતા-પિતા ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. માયરા જોબ કરતી હતી અને વિનિત કોલેજના પહેલા વર્ષમાં હતો. એ રાત્રે વિનિત એક વાગ્યે ઘરે આવ્યો. બીજા દિવસે સવારે માયરાએ એને સમજાવ્યો, ‘ભાઈ તું જે રસ્તે ચાલી રહ્યો છે એ ખોટો છે. દારૂ, ગાંજાે, કોઈની બહેન-દીકરીનો ઉપભોગ પાપ છે.’ પણ વિનિત માન્યો નહીં. એણે બહેન સાથે બોલવાનું જ બંધ કરી દીધું. ***

30મી ડિસેમ્બરની રાતના 11.30 વાગ્યા હતા. માયરા આજે આવી નહોતી. વિનિત પાર્ટીની અરેન્જમેન્ટ કરી રહ્યો હતો. ત્યાં એના મિત્ર જયેશનો કોલ આવ્યો, ‘વિનિત, તારી બહેન ચકચૂર હાલતમાં ગેરેજવાળા કાલુના ઘરમાં ગઈ. હું એમનો પીછો કરતો હતો. જલ્દી આવ...’ ‘એની.. તો!’ વિનિત કાલુના ઘર તરફ દોડ્યો. દરવાજો અંદરથી બંધ હતો. વિનિતે બારણું તૂટી જાય એ હદે ખખડાવ્યંુ. કાલુએ બારણું ખોલ્યું. અંદર માયરા બેઠી હતી. વિનિત બોલી ઊઠ્યો, ‘દી, તું અહીં, આ લુખ્ખા સાથે! તેં દારૂ પીધો છે? તું તો સંસ્કારોની વાતો કરતી હતી ને? કાલિયા તને તો હું છોડીશ નહીં. મારી બહેન સાથે...!’ માયરા ખડખડાટ હસી, ‘એ તો બધી વાતો હતી અને હા, દારૂ પીવો, બીફોર મેરેજ રિલેશન આ બધું કોમન છેે. ચાલતી પકડ! હું સવારે ઘરે આવીશ. મારી જિંદગીમાં દખલ ન કર.’ માયરા બોલી, વિનિતે 4-5 તમાચા એના ગાલ પર જડી દીધા. અચાનક માયરા સ્વસ્થ થઈ બોલી, ‘વિનિત, મેં દારૂ નથી પીધો. મેં, કાલુભાઈએ અને જયેશે આ નાટક કર્યુ હતું.’ વિનિતે કહ્યું, ‘સોરી, દી, મારી ભૂલ થઈ ગઈ. મારાથી તમારા પર હાથ...’

‘બસ, ભાઈ. તું નાનો હોય તો શું, હું માર્ગ ભૂલું તો મને રોકવાનો તને હક છે.’ વિનિત બહેનના પગમાં પડી ગયો. બહેને એને બાથમાં સમાવી લીધો. એ બહેનને ભેટીને રડી પડ્યો. એની આંખ વાટેથી થર્ટી ફર્સ્ટની પાર્ટીનો નશો વહી ગયો. rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો