• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Motivational Story Of Om Prakash, A Farmer's Son From Rajasthan, Who Cracked The UPSC Exam Four Times And Became An IPS After Becoming A Civil Engineer.

લક્ષ્યવેધ:રાજસ્થાનના ખેડૂતપુત્ર ઓમ પ્રકાશની સિવિલ એન્જિનિયર બન્યા પછી ચાર વાર યુપીએસસી પરીક્ષા ક્રેક કરીને IPS બનવા સુધીની પ્રેરક કહાણી

20 દિવસ પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક
  • એન્જિનિયર ટર્ન્ડ આઇ. પી. એસ. ઓમ પ્રકાશ જાટ યુ. પી. એસ. સી. પરીક્ષા કુલ ચારમાંથી ત્રણ વખત પાસ કરીને બન્યા સોમનાથ જિલ્લાના મદદનીશ પોલીસ વડા

યુવાન એન્જિનિયર ઓમ પ્રકાશ જાટે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જોબ કરી. પછી તેમણે upsc ની આઇ. ઈ. એસ. એટલે કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તેમણે રાજસ્થાનમાં cpwd માં કામ કર્યું. તેમણેયુ. પી. એસ. સી.ની પરીક્ષા ચાર વખત આપી. તેમાંથી તેઓ ત્રણ વખત પાસ થયા. એમાંથી પહેલી વાર આઈ. એફ. એસ. એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસ મળી એ પછી બીજીવાર આઈ. આર. એસ. માટે તેમની પસંદગી કરવામાં આવી. તેમણે યુ. પી. એસ. સી.ની ત્રીજી વખત પરીક્ષા આપી. તેમાં તેઓ આઈ. પી. એસ. અધિકારી બન્યા. ઓમ પ્રકાશ જાટ હાલમાં સોમનાથ જિલ્લાના મદદનીશ પોલીસ વડા તરીકે કાર્યરત છે.

રાજસ્થાનના નાગોડ ગામના વતની જસારામ જાટ અને સુંદરી દેવીના પુત્ર ઓમ પ્રકાશે ધોરણ-8 સુધીનું શિક્ષણ તેના ગામ નાગોડમાં લીધું. પછી ધોરણ 9થી 12નો અભ્યાસ જોધપુરની શાળામાં કર્યો. તેમણે ધોરણ 10માં 89 ટકા માર્ક્સ ધોરણ 12 સાયન્સમાં 91 ટકા માર્કસ મેળવ્યા. ધોરણ 12 પાસ થયા પછી તેમણે સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીમાં રાજસ્થાનમાં જોબ મળી. આ જોબ કરતાં કરતાં તેમણે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસની પરીક્ષા પાસ કરી અને તેમને સીપીડબ્લ્યુડીમાં સર્વિસ મળી. તેમણે આ જોબ અઢી વર્ષ સુધી કરી. એન્જિનિયર ટર્ન્ડ આઇપીએસ ઓમ પ્રકાશ જાટે ‘ગેટ’ની પરીક્ષા પણ પાસ કરી હતી. એમાં તેમણે નેશનલ લેવલે 109મો રેન્ક મેળવ્યો હતો.

ખેડૂતપુત્ર ઓમ પ્રકાશ જાટને ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા પાસ કર્યા પછીયુ. પી. એસ. સી. સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની ઈચ્છા કેમ થઇ? તે માટે કોની પ્રેરણા મળી? જવાબમાં તેઓ કહે છે, ‘હું ગામડામાં રહેતો હોવાથી લોકોની સમસ્યા નજરે જોઇ હતી. આ સમસ્યા સિવિલ સર્વિસના અધિકારીઓ જ સારી રીતે ઉકેલી શકે છે, તે પણ મેં જાણ્યું હતું. ખેડૂત પરિવારનો પુત્ર છું. પબ્લિક સર્વિસમાં નાની ઉંમરમાં જ મોટી જવાબદારી મળે છે એ પણ મારી જાણમાં આવ્યું હતું. મેં યુ. પી. એસ. સી.ની પરીક્ષા આપી. પહેલી વાર હું નિષ્ફળ રહ્યો. મારો ઓપ્શનલ સબજેક્ટ જ્યોગ્રોફી હતો. હું નિરાશ થઇ ગયો હતો પરંતુ મારા પત્ની સુમન માલાએ મને ફરીથી પ્રોત્સાહિત કર્યો હતો અને ખૂબ મહેનત કરીને મારી કારકિર્દીની ગાડી પાટા પર ચડાવી. આ પછી બીજી વાર મેં યુ. પી. એસ. સી. પરીક્ષા આપી હતી, જેમાં મારો બાવનમો રેન્ક આવ્યો હતો. એમાં મારી પસંદગી ઇન્ડિયન ફોરેન સર્વિસ માટે કરવામાં આવી હતી. તેની ટ્રેનિંગ લેતાં લેતાં મેં બીજી વાર યુ. પી. એસ. સી. પરીક્ષા આપી તેમાં 722 મો રેન્ક આવ્યો અને હું આઈ. આર. એસ. અધિકારી બન્યો. પરંતુ મારો ટાર્ગેટ તો આઇ. એ. એસ. અથવા આઇ. પી. એસ. અધિકારી બનવાનો જ હતો.’

ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે આઇ. પી. એસ. ઓમ પ્રકાશ જાટ કહે છે, ‘એ વખતે વિજય માલ્યાનો ઈશ્યુ હતો. એટલે ભારતમાં આર્થિક કૌભાંડ વિશે પૂછ્યું હતું. મેં ફોરેન સર્વિસની ટ્રેનિંગ લીધી હોવાથી ટ્રેનિંગ એક્સપિરિયન્સ કેવો રહ્યો એવું પણ પૂછ્યું હતું. મારા પિતા ખેડૂત હોવાથી ખેતીવાડી વિશે પ્રશ્નો પૂછ્યા હતા. તમે આઈ. એફ. એસ. થયા આઈ. આર. એસ. પણ બન્યા, પછી હવે આ પરીક્ષા શું કામ આપી છે એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં મેં કહેલું કે આ સર્વિસ સારી છે, પરંતુ મારો ટાર્ગેટ આઇ. એ. એસ. કે આઈ. પી. એસ. બનવાનો છે. આઇ. પી. એસ. શું કામ? એવો પ્રશ્ન કરતા મેં કહ્યું હતું કે પોલીસ તંત્ર પાસે લોકો આવે છે ત્યારે સૌથી વધુ ડિપ્રેશનમાં હોય છે. તેમની ચિંતા દૂર કરવી એ પોલીસ ડિપાર્ટમેન્ટની ફરજ છે. આથી એ ચિંતા કેમ દૂર થાય તે માટે શું-શું ઉપાયો કરવા પડે તે વિચારીને આગળ વધીશ. એક સિચ્યુએશન બેઝ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, કોઈ એક જગ્યાએ લોકોનો મોટું ટોળું ભેગું થયું છે, ત્યાં રાયટિંગ થાય છે, આ સંજોગોમાં તમે શું કરશો? જવાબમાં મેં કહ્યું હતું કે બનાવ સ્થળ કયું છે એ તપાસીને ટોળાને વિખેરવા માટે વોટર કેન, ટીયરગેસ, લાઠીચાર્જ અને ગોળીબાર જેની જરૂર હોય તે કરવા આદેશ આપવો પડે. એક એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે, જુદા જુદા ડિપાર્ટમેન્ટ એકસાથે કામ કરી શકે એ માટે તમે શું કરી શકો? મેં કહ્યું હતું કે દરેક ડિપાર્ટમેન્ટના પોતપોતાની લિમિટેશન્સ હોય છે . સૌને સાથે રાખીને કામ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આ ઉપરાંત ફોરેસ્ટ ફાયર કેવી રીતે મોનિટર કરાય છે? કલાઇમેટ ચેન્જની અસર ગામડામાં ખેતીવાડી પર કેવી થાય છે? મણિપુર અને મિઝોરમમાં કેવું ફોરેસ્ટ વધારે છે? ઓર્ગેનાઇઝેશનમાં તમારી એફિસિયન્સીનો ઉપયોગ કેવી રીતે કરી શકો? વગેરે પ્રશ્નો પુછાયા હતા.’

ઓમ પ્રકાશ જાટ પોતાના પોસ્ટિંગ્સ વિશે કહે છે, ‘મને શરૂઆતમાં વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશન પિરિયડ માટે મૂકવામાં આવ્યો હતો. પછી હાલમાં ગીર સોમનાથમાં એ.એસ.પી.તરીકે ફરજ બજાવું છ

અન્ય સમાચારો પણ છે...