• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Mother's Every Word Lesson: Every Mother's Advice, Every Word Leads Us To The Path Of Happiness, Did Your Mother Also Tell You This?

મધર્સ ડે સ્પેશિયલ:માતાનો દરેક શબ્દ બોધપાઠઃ માતાની દરેક સલાહ, દરેક વાત આપણને આનંદના રસ્તે લઈ જાય છે, શું તમારાં મમ્મીએ પણ તમને આ વાત કરેલી?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરરોજ નવું શીખો
જ્યારે માતા આવું કહે ત્યારે તે તમને પ્રેરણા આપે છે, સમૃદ્ધ અને સંપૂર્ણ બનવા માટે તૈયાર કરે છે.
કારણ કે તે જાણે છે કે સતત સુધારો કરતા રહેવાથી જ પર્ફેક્શન આવે છે. સફળતા અને ખુશી એ મંજિલ નથી, યાત્રા છે, જેના પર રોજેરોજ સતત ચાલતા રહેવાનું છે.

ભૂલ સ્વીકારો
જ્યારે માતા કહે છે કે તેં ભૂલ કરી છે, તો તારે જ સુધારવી પડશે. આવું કહીને તે તમને જવાબદાર બનાવે છે.
કારણ કે માતાને ખબર છે કે તમારી સામે આવનારી દરેક મુશ્કેલી અને તકલીફોનો સામનો તમારે એકલાએ જ મજબૂતાઈથી કરવાનો છે. તમારી મદદ માટે કોઈ આવવાનું નથી.

તમે કરી શકો છો
જ્યારે માતા આવું કહે છે ત્યારે તે તમારામાં આત્મવિશ્વાસ રેડે છે.
કારણ કે માતાને ખબર છે કે બીજા કોઇની સફળતા અને નિષ્ફળતા તમારી નથી હોતી. દરેક વ્યક્તિને પોતીકા ગુણ-ખાસિયતો હોય છે, પોતાની અંદર રહેલા આ ગુણ ઓળખવા જરૂરી છે.

ધીરજ રાખો
જ્યારે માતા આવું કહે ત્યારે તે તમને આજમાં જીવવાનું શીખવે છે અને આવતીકાલ માટે તમને આશાવાદી બનાવે છે.
કારણ કે માતાને ખબર છે કે ગઇકાલે જે થઈ ગયું, તે હવે બદલી શકાય તેમ નથી. આવતી કાલે જે થશે તે તમારા હાથમાં નથી. એટલે યોગ્ય સમયની રાહ જોવી એ જરૂરી છે.

પ્રેમથી બોલો
જ્યારે માતા પ્રેમથી બોલવાનું કહે ત્યારે તે તમને સફળકાનો સૌથી મહત્ત્વનો મંત્ર શીખવે છે.
કારણ કે માતાને ખ્યાલ છે કે તમે જ્યારે બોલશો ત્યારે જ અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને જ્યારે પ્રભાવિત કરી શકશો ત્યારે જ તમે ઈચ્છો છો તે સુખદ પરિવર્તન લાવી શકશો.

પૈસા બચાવતા શીખો
આ રીતે તે તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનું શીખવે છે. તમને આવનારી અનિશ્ચિતતાઓ સામે ઝઝૂમવા તૈયાર કરે છે.

વાંકા વળીને-ઝૂકીને ન ચાલો, ટટ્ટાર ચાલો
જ્યારે માતા તમને ટટ્ટાર રહીને ચાલવાનું કહે ત્યારે તે તમને બોડી લેંગ્વેજનો એક અગત્યનો પાઠ શીખવે છે.
કારણ કે માતાને ખબર હોય છે કે યોગ્ય પોશ્ચર આપણને આકર્ષક અને નીડર બનાવે છે. તે આગળ વધવાની સીડી છે.

સમયસર ઊઠો
જ્યારે માતા તમને રોજ સવારે નિયમિત સમયે ઊઠવાનું કહે ત્યારે તે તમને સ્વસ્થ ભવિષ્ય માટે તૈયાર કરે છે, યોગ્ય દિશા બતાવે છે.
કારણ કે માતાને ખબર છે કે સમય સૌથી વધુ મૂલ્યવાન છે. એક વાર સરી ગયેલો સમય ક્યારેય પાછો મેળવી શકાતો નથી. જીવનમાં તમે શું મેળવશો, શું ગુમાવશો, તેમાં સમય સૌથી મહત્ત્વનું ફેક્ટર છે.

મિત્ર બનાવો
જ્યારે માતા તમને મિત્ર બનાવવાનું કહે ત્યારે તે તમને જીવન જીવવાની રીત શીખવે છે.
કારણ કે માતાને ખબર છે કે તમે જેવા લોકોની સંગતમાં રહેશો તેવા જ બનશો. એક સારો મિત્ર દરેક મુશ્કેલીનો ઉપાય બની શકે છે.

ડરો નહીં, કરો
જ્યારે માતા તમને આવું કહે ત્યારે તે શીખવે છે કે ડર તમારાં સપનાંની આડે આવતો સૌથી મોટો અવરોધ છે.
કારણ કે માતા જાણે છે કે ડરને નાથશો નહીં, તો તે વધતો જ જશે. તેનો ઉપાય એ છે કે જે કામ તમને ડરાવી રહ્યું હોય તે આજે જ કરી જુઓ.

અન્ય સમાચારો પણ છે...