તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપસ કી બાત:‘મધર ઇન્ડિયા’ ગ્રામ્ય જીવનની મહાગાથા

રાજકુમાર કેસવાની23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ ફિલ્મના મુખ્ય પાત્રમાંની એક અને સૌથી મુખ્ય છે રાધા , જે એક ‘આદર્શ ભારતીય નારી’ છે

ગઇ વખતે મહેબૂબ ખાનના અવસાનની વાત પછી મેં કહેલું કે ‘મધર ઇન્ડિયા’ની વાત આવતા અંકે જણાવીશ, તો ચાલો, વાંચો આગળ. ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ની શરૂઆતમાં ગામડાંનું જે દૃશ્ય બતાવવામાં આવ્યું છે, તે એક આદર્શ ગામ છે, જેમાં વધતાઓછા અંશે તમામ સુખ-સુવિધા જોવા મળે છે. પાકા રસ્તા, ટ્રેક્ટર, વીજળી સાથે રાધાના ઘરમાં રેડિયો પણ જોવા મળે છે. જોકે, ખરેખર તો આવું આદર્શ, પ્રગતિશીલ ગામ આપણા દેશમાં આજે ઘણા ઓછા જોવા મળે છે, હા, જોવા તો મળે છે. જોકે ‘મધર ઇન્ડિયા’ની મૂળ વાર્તા શરૂ થાય છે, ચાર મિનિટ ચાલીસ સેકન્ડ પછી! નહેરના ઉદ્્ઘાટન સમયે રાધા એના અતીતમાં ખોવાઇ જાય છે, જ્યારે શ્યામુ (રાજકુમાર) સફેદ ફૂલોની વરમાળા પહેરેલ દેખાય છે. ‘પી કે ઘર આજ, પ્યારી દુલ્હનિયાં ચલી...’ જેવા ગીતો વચ્ચે રાધાની પિતાના ઘરેથી વિદાય થાય છે. ‘મધર ઇન્ડિયા’ની વાર્તા, વાર્તા ઓછી અને ગ્રામ્ય જીવનની મહાગાથા વધારે છે. ગઇ કાલની પણ સચ્ચાઇ અને આજની પણ સચ્ચાઇ. નિરક્ષરતા, ગરીબી, લાચારી વચ્ચે માટીમાં પોતાનો પરસેવો પાડતો ખેડૂત. પુરુષ સાથે ખભેખભો મેળવીને ઊભેલી સ્ત્રી. પ્રકૃતિ અને પૈસાના પ્રહાર ઝીલતો પરિવાર! ફિલ્મના મુખ્ય પાત્રમાંની એક અને સૌથી મુખ્ય છે રાધા (નરગીસ), જે આપણા સમાજ દ્વારા સ્થપાયેલ પરિમાણો અનુસાર એક ‘આદર્શ ભારતીય નારી’ છે, જેનો અર્થ થાય છે ત્યાગની મૂર્તિ. એક આદર્શ પત્ની, આજ્ઞાકારી પુત્રવધૂ, મમતાસભર માતા અને ઘર-પરિવારની મજબૂત ધરી. શ્યામુ (રાજકુમાર) જે રાધાનો પતિ અને ગળાડૂબ દેવાદાર ખેડૂત છે. લગ્ન માટે એની માતા સુંદર ચાચી (જિલ્લુબાઇ)એ વ્યાજખોર શાહુકાર સુખીલાલા (કનૈયાલાલ) પાસે જમીન ગીરવે મૂકી છે. અન્ય એક મહત્ત્વનું પાત્ર છે રાધાના નાના પુત્ર બિરજુનું. બિરજુના બાળપણની ભૂમિકા અદા કરી છે. વિલક્ષણ પ્રતિભા ધરાવતા બાળક સાજિદે અને મોટો બિરજુ બને છે સુનીલ દત્ત. અહીં ફિલ્મની વાર્તાથી થોડી વાર બ્રેક લઇ ફિલ્મ પાછળની વાર્તા તમને જણાવું. આ ફિલ્મની પડદા પાછળની વાર્તા પાછળ સૌથી મહત્ત્વપૂર્ણ મહેબૂબ ખાનની વાર્તા છે. ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા ગામની ધૂળમાટીમાં મોટા થયેલા એવા માણસની વાર્તા, માનવતાની, સંકલ્પશક્તિની અદ્્ભુત ઉદાહરણ છે. એક એવો માણસ જેણે કોઇ દિવસ શાળાનું પુસ્તક ખોલ્યા વિના, માત્ર ભારત જ નહીં, દુનિયાભરના લોકોને વાંચીને નાખ્યા. એવા માણસની કાબેલિયત સાચે જ કાબિલ-એ-સલામ છે. આ મહેબૂબ ખાને 1938માં હોલિવૂડની એક ફિલ્મ જોઇ - ‘ધ ગુડ અર્થ’. 1937માં રીલિઝ થયેલી આ ફિલ્મ નોબેલ પુરસ્કારથી નવાજિત પર્લ એસ. બકની આ જ નામની વાર્તા પર આધારિત હતી. મહેબૂબ ખાન આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયા કે એ જ વાર્તાને ભારતની પરિસ્થતિમાં ઢાળીને તેના પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો. મહેબૂબ ખાન પોતાને ‘અંગૂઠાછાપ’ કહેતા હતા, પણ એમના મિત્રોમાં એક-એકથી ચડિયાતા અને હોશિયાર લોકો હતા. એમાંના એક હતા બાબુભાઇ મહેતા. એમણે સૂચન કર્યું કે ભારતીય સંદર્ભમાં ઢાળવા માટે પર્લ એસ. બકની જ બીજી વાર્તા ‘ધ મધર’ વધારે યોગ્ય રહેશે. મહેબૂબ ખાને જ્યારે વાર્તા સાંભળી ત્યારે એમને પણ તે ગમી ગઇ. આ રીતે બંને વાર્તાઓના મેળથી એક વાર્તા તૈયાર થઇ. આ વાર્તા પર મહેબૂબ ખાને ફિલ્મ બનાવી ‘ઔરત’. આ ફિલ્મ અત્યંત હિટ ફિલ્મ પુરવાર થઇ. 1940ની આ સફળ ફિલ્મની રીમેક છે 1957ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા.’ આ ‘ઔરત’ ફિલ્મમાં કોણે અભિનય કરેલો અને તેના પરથી બનેલી ‘મધર ઇન્ડિયા’એ પણ બારી પર કેવી ટંકશાળ પાડી? કઇ રીતે ફિલ્મ હિટ થઇ? તેના વિશેની વાત આગામી રવિવારે જણાવીશ. ત્યાં સુધી ‘જય-જય’ (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો