તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:મોજની આરતી ઉતારતું ગીત...

એક મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

મોજ પડે તો ગાવું... મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું...

નદી ખળખળ વહેતી ખુદની મોજે દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું... મોજ પડે તો ગાવું...

વૃક્ષ વિકસતું મનગમતા આકારે એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીવું થાવું... મોજ પડે તો ગાવું...

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ વું. કાયદેસરની તાલીમ ન લીધી હોય અને ગાવાની મોજ આવે તો ગાવું! ક્યા સૂરમાં ગાવ છો કો કેવું ગાવ છો? એની ચિંતા ન કરવી. સાંભળનારનું શું થશે એની પણ ચિંતા ન કરવી. ગાઈ લેવું. ખુલ્લા ગળે. ગણગણવાનું નહીં. એ તો ગીતને ખાનગીમાં વહાલ કર્યું કહેવાય! આ તો જાહેરમાં મોજ પડી હોય એને રોકી રાખ્યા વગર ગાવાની વાત છે! મનભરીને ગાવાનું. હૃદય ભરીને ગાવાનું. મનભરીને મનમાં મુંઝારો નહીં રાખવાનો! ઘણાએ તાલીમ લીધી છે અને ગાય છે પણ એમની ગાયકીમાં મોજ નથી દેખાતી! અહીંયા તો કવિ સૂર વગર, તાલ વગર મોજ સાથે ગાવાની વાત કરે છે. આવી રીતે આપણે છેલ્લે ક્યારે ગાયેલું? લોકો આપણી પર હસે, ગાંડા ગણે તો પણ એને ગણકાર્યા વગર મસ્તીથી ક્યારે મૂંઝાયા વગર, ન આવડે કે આવડેની પરવા કર્યા વગર ગાયેલું? નદી એની મોજમાં વહે છે. એનો નકશો, અનું વહેણ જાતે નક્કી કરે છે. દરિયાનાં મોજાંએ ઊછળવાના ક્લાસ નથી ભર્યાં. બધાંમાં બધું સહજ છે. સહજના સ્નેહમાં વહી નીકળવાનું. હવાની જેમ સરકતા જવાનું. ગીતને અટકાવવાનું નહીં. નદીનું વહેવું અનું પોતાની મોજનું ગીત છે. સાગરનાં મોજાં એની મોજનું સંગીત છે. વહેતી હવા પાસે એનું પોતાનું ગીત છે. આપણું જીવન આપણું ગીત છે. એને મોજમાં ગાવાનું અને મોજમાં રહેવાનું! વૃક્ષ ઊગે છે ત્યારે એનો કોઈ આકાર હોય છે? છતાંય સંપૂર્ણ વિકસિત થયાં પછી એ આકાર વગરના આકારમાં કેવી ટાઢક આપે છે? પોતાને જ પોતાનો આધાર આપીને એમ વિકસવાનું! વૃક્ષને ઊગવા ટેકાની જરૂર નથી પડતી! એ ધીમે ધીમે પોતાની જ ડાળીને થડમાં રૂપાંતરિત કરે છે. જાતને કોઈના ટેકા વગર જીવાડતાં (મોજથી) આવડવું જોઈએ. બીજાના ચીલે ચીતરાઈને બીબું થવું એના કરતાં પોતાની કેડીને રાજમાર્ગ કરવો એના જેવી મોજ બીજાં કશામાં નથી. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ની આ કવિતા ઘોંઘાટની વચ્ચે એકાંતના પરિસરની રમણીયતા ઊભી કરે છે. એક ગીત ગાવામાં આપણને કેટલા બધા ટેકાની જરૂર પડે! તબલાં, ઢોલક, હાર્મોનિયમ... અને કૈં કેટલુંયે! છતાંય ગીત સારું જ ગવાશે એની કોઈ ખાતરી નથી હોતી! આ તો કોઈના ટેકા વગર ગીત ગાઈને મોજની આરતી ઉતારવાની વાત છે. ગાતા આવડે તો જીવનથી મોટું અને મોજીલું કોઈ ગીત નથી. ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો