360૰ ડિગ્રી:ગુજરાતમાં મોબાઈલ મેનિયા

અર્પણ મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સરવેના તારણ હમણાં એવાં આવ્યાં છે કે ગુજરાતમાં તો લોકો પાસે ગાદલાં છે એનાં કરતાં મોબાઈલ ફોન વધારે છે

કમ્યુનિકેશનના ક્ષેત્રે છેલ્લો દોઢ દાયકો કદાચ અગાઉના દોઢ સૈકાની સરખામણીમાં સૌથી વધારે ક્રાંતિકારી શોધોનો હશે. કોમ્યુનિકેશનના નિષ્ણાતો કહે છે કે કોઈ પણ નવું માધ્યમ એ જૂના માધ્યમનું એક્સપાન્શન-એક્સટેન્શન છે. વર્તમાનપત્ર પછી રેડિયો પછી ટીવી, ટેલિફોન પછી પેજર, મોબાઈલ પછી સ્માર્ટફોન...એવું ઘણું આવ્યું. ઘણું ટક્યું. વડીલો એવી વાત કરતાં હોય છે કે પહેલાં તો ટ્રંકકોલ બુક કરાવતા. ઓર્ડિનરી, અર્જન્ટ અને લાઈટનિંગ કોલ. પછી એસટીડી આવ્યા. પુશબટન ફોન જોઈને તો આંખો પહોળી થઈ ગઈ હતી. આજે હવે એક ક્લિકમાં એક ક્ષણમાં વિડીયોકોલ શક્ય છે. વિડીયોકોલિંગ એપ્લિકેશન પણ હવે જૂની થઈ ગઈ. આજનો સમય મોબાઈલ ફોનનો યુગ ગણી શકાય. અને એક સરવેના તારણ હમણાં એવાં આવ્યાં છે કે ગુજરાતમાં તો લોકો પાસે ગાદલાં છે એનાં કરતાં મોબાઈલ ફોન વધારે છે. ભારતમાં મોબાઈલ ફોનધારકની સંખ્યા 116 કરોડ ભારતની 133 કરોડની અંદાજિત વસ્તીમાં ટેલિફોનનો ઉપયોગ કરવાવાળાની સંખ્યા 118.35 કરોડ છે જેમાંથી 116 કરોડ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. 2.17 કરોડ લોકો લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરે છે. એટલે 90.11 ટકા લોકો ફોન વાપરે છે. 88.46 ટકા લોકો મોબાઈલ ફોન વાપરે છે. શહેરી વિસ્તારમાં તો પ્રતિ સો વ્યક્તિ 155.49 મોબાઈલ છે અને ગ્રામ્યવિસ્તારમાં એ સંખ્યા 57.13 છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 97 અને ગ્રામ્ય વિસ્તારમાં 98 ટકા લોકો પાસે મોબાઈલ ગુજરાત આમ તો બધી રીતે વર્ષોથી સમૃદ્ધ છે. મોબાઈલ ફોનના વપરાશમાં પણ એણે કાઠું કાઢ્યું છે. ગુજરાતીઓ ક્યાંય પાછા ન પડે એવું કહેવાય છે. પરંતુ આ મોબાઈલ ફોનના ઉપયોગમાં તો તેઓ અનેક રીતે અનેકગણા આગળ છે. રાજ્યમાં 100માંથી 92 પરિવાર પાસે મોબાઈલ ફોન છે. શહેરી વિસ્તારમાં 97 ટકા લોકો પાસે મોબાઈલ છે અને ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રમાણ 98 ટકા છે. આ આંકડા ફેમિલી સરવેમાં બહાર આવ્યા અને કદાચ ટૂંક સમયમાં તો આ સંખ્યા 100 ટકાને આંબી જાય તો ય નવાઈ નહીં. અન્ય જરૂરિયાતો કરતાં વધારે મોબાઈલ આજના સમયમાં આપણે શાકભાજીના ફેરિયા, ઘરે ઘરે કામ કરવા જતાં બહેનો પાસે પણ મોબાઈલ ફોન જોઈએ છીએ અને અનાજની ફેરી કરતા રેંકડીધારક કે સાઇકલ પર જતા શ્રમિક પણ મોબાઈલનો વપરાશ કરે છે અને એમની પાસે સ્માર્ટફોન પણ હોય છે જ. પરંતુ તાજેતરમાં જે સંશોધન કે તારણ આવ્યાં એ મુજબ તો ગુજરાતમાં લોકો પાસે ગાદલાં કરતાં પણ મોબાઈલ ફોન વધારે છે બોલો. હા, અહીં કુલ વસ્તીના 83 ટકા લોકો પાસે સૂવા માટે ગાદલાં છે. ઈન્ટરનેટનો ઉપયોગ 55 ટકા કરે છે પરંતુ મોબાઈલ ફોન 97 ટકા પરિવાર પાસે છે. પ્રેશર કૂકર કરતાં પણ મોબાઈલ ફોન વધારે કહેવાય તો એવું છે કે રોટી, કપડાં અને મકાન એ ત્રણ જીવનની જરૂરિયાત છે પરંતુ ફેમિલી હેલ્થ સરવે નં. 5 અનુસાર અહીં ઘરમાં ખુરશી હોય એવા લોકો 84 ટકા છે અને 80 ટકા લોકો પાસે રસોડાંમાં પ્રેશર કૂકર છે. એટલે કૂકર કરતાં પણ મોબાઈલની સંખ્યા વધારે છે. ગુજરાત અહીં પણ આગળ ઉદ્યોગથી લઈને અનેક બાબતમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ છે. મોબાઈલ ફોનના આંકડામાં પણ એવી સ્થિતિ છે. આંધ્ર પ્રદેશમાં મોબાઈલનો ઉપયોગ કરનાર લોકો 91 ટકા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ પ્રમાણ 93 ટકા છે. કેરળમાં 97 ટકા પરિવાર પાસે મોબાઈલ ફોન છે. હવે અંતરિયાળ કે આદિવાસીઓની વસ્તી હોય ત્યાં પણ મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે. કોણ, કેવો ઉપયોગ કરે? સરવેના તારણ અનુસાર 49 ટકા મહિલાઓ પાસે અંગત ઉપયોગ માટે મોબાઈલ ફોન છે. 75 ટકા મહિલાઓ એસએમએસ કે અન્ય મેસેજ વાંચી શકે છે. 22 ટકા લોકો એનો ઉપયોગ આર્થિક વ્યવહારો માટે કરે છે. ઈન્ટરનેટ, સોશિયલ મીડિયાએ વધાર્યો વ્યાપ આજથી દસેક વર્ષ પહેલાં પણ મોબાઈલ ફોન તો હતા પરંતુ એનો આટલો બધો વ્યાપ સોશિયલ મીડિયા આવ્યા પછી, ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યા પછી થયો છે. આજે સોશિયલ મીડિયામાં અનેક પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. સંગીતની પણ એટલી વિવિધતા ફક્ત મોબાઈલ દ્વારા મળે છે. હવે ફોનથી જ ઈ-મેઈલ પણ થાય છે અને ઈ-પેમેન્ટ પણ થાય છે. એક સારો ફોન હોય એટલે એમાં આખી ઓફિસ સમાઈ જાય એવી સુવિધા એમાં હોય છે. સોશિયલ મીડિયાને લીધે લોકો ફોનનો ઉપયોગ વધારે કરતા થયા છે. કેમેરા હવે ફોનની મુખ્ય લાયકાત હવે તો ત્રણ-ચાર કેમેરા અને એ પણ ઝૂમ થાય વધારે રિઝોલ્યૂશન મળે એવા કેમેરા ફોનમાં છે. એટલે ફોન ફક્ત વાત કરવાનું માધ્યમ નથી. પરંતુ હવે એનાથી સારી ફોટોગ્રાફી પણ થાય છે. જેની પાસે ફોન છે એ દરેક જણ હવે કેમેરામેન-ફોટોગ્રાફર છે. ⬛

અન્ય સમાચારો પણ છે...