કામ સંહિતા:નિયમિત સેક્સ માણવા માટેનાં અનેક કારણો

એક મહિનો પહેલાલેખક: ડૉ. પારસ શાહ
  • કૉપી લિંક

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે યુગલ સેક્સ બે કારણસર કરતા હોય છે. એક તો પોતાનો વંશવેલો આગળ વધારવા માટે અને બીજું જાતીય આનંદ માટે. જોકે, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. સેક્સ એ માત્ર પ્રજોત્પતિનું કે જાતિય આવેગો સંતોષવા પૂરતું સીમિત નથી પરંતુ તે વ્યક્તિની શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે પણ આવશ્યક છે. આજે આપણે જાણીએ એ વ્યક્તિના શારીરિક વિકાસ અને વ્યક્તિને તંદુરસ્ત રાખવામાં સેકસ કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. Â એક કસરત સેક્સ એ કસરત જેવું છે. ઝડપથી ચાલતી વખતે કે દાદરો ચડતા જે રીતે તમારા હૃદયના ધબકારા વધે છે તેવું જ સેક્સ માણતી વખતે થાય છે. જે રીતે કસરત તમારા શરીરને ઊર્જાવાન બનાવે છે તે જ રીતે સેક્સ માણ્યા પછી તમારા શરીરમાં ઊર્જા અનુભવાતી હોય છે. Â મહિલાના હૃદય માટે સારું મહિનામાં એક વાર સેક્સ માણતી સ્ત્રીઓની તુલનાએ જે સ્ત્રીઓ અઠવાડિયામાં બે-ત્રણ વાર સેક્સ કરે છે તેમને હૃદયરોગ થવાની શક્યતા ઓછી હોય છે. તંદુરસ્ત સ્ત્રીઓ વધુ વખત સેક્સનો આનંદ માણતી હોવાને કારણે આમ થાય છે અથવા તો સેક્સ મહિલાઓના હૃદયની તંદુસ્તી જાળવવામાં મદદ કરે છે તે હજી સુધી અસ્પષ્ટ છે. Â માથાનો દુખાવો મટાડી શકે છે ઘણાં લોકો માથું દુખે ત્યારે સેક્સ માણવાનું પસંદ નથી કરતાં. એવું પુરવાર થયું છે કે સેક્સ માઈગ્રેન જેવા માથાના દુખાવા સહિત કેટલાંક પ્રકારના દર્દના શમનમાં પણ મદદરૂપ થાય છે. Â માનસિક સ્વાસ્થ્ય માટે સારું શું તમે ડિપ્રેશનની દવા બંધ કરવા માગો છો? જે યુગલો સંતોષકારક સેકસ નિયમિત માણતા હોય છે તેમનામાં હતાશ થવાની અથવા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે દવા લેવાની સંભાવના ઓછી હોય છે. આ ઘણા બધા સંશોધનમાં સાબિત થયેલ છે. Â પાર્ટનર સાથેના સંબંધ મજબૂત બનાવે છે સેક્સ દરમિયાન ઓક્સિટોસિન હોર્મોન રીલિઝ થાય છે. ઓક્સિટોસિન સ્ટ્રેસ બસ્ટર હોર્મોન તરીકે પણ ઓળખાય છે. જે તમારા પાર્ટનર સાથે આત્મીયતા, સ્નેહ અને નિકટતાની લાગણી જન્મે છે. તે એક મજબૂત, સ્થિર સંબંધ બાંધવામાં મદદ કરે છે, જે દરેક યુગલ માટે સારું છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...