વિચારોના વૃંદાવનમાં:માણસને ઇશ્વર વિના ચાલે, પરંતુ ધર્મ વિના કદી નહીં ચાલે

4 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

વર્ષ 1953માં આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મ ‘I Confess’ ખાસી લોકપ્રિય થયેલી. એ ફિલ્મમાં ખ્રિસ્તી બિશપનું પાત્ર મોન્ટેગોમેરી ક્લિફ્ટ જેવા કલાકારે ભજવ્યું હતું. એમાં એક માણસ ચર્ચમાં જઇને બિશપ સમક્ષ કબૂલાત કરે છે કે : ‘એણે થોડાક જ કલાકો પહેલાં વકીલની હત્યા કરી છે.’ કેસ ચાલે ત્યારે બિશપ પોતાના નિવેદનમાં ગુનેગારની હરકતો અંગે કોર્ટમાં કશું પણ કહેવાનો ઇનકાર કરે છે. બિશપ ચર્ચના નિયમનોથી બંધાયેલા છે. એ નિયમનને ‘seal’ કહે છે, જે બિશપને ગુનેગારે, જેની સ્પષ્ટ કબૂલાત કરી હોય, તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે ફરજ પાડે છે. આવી ફરજ બિશપના ધાર્મિક અને ઇશ્વરીય સ્વધર્મનો એક ભાગ ગણાવાય છે. જે કબૂલાત બિશપ સમક્ષ થઇ તે પવિત્ર ગણાય છે અને બિશપ જીવને જોખમે પણ એની પવિત્રતા જાળવે છે. એ બિશપનું નામ (પાત્રમાં) ફાધર લોગન હોય છે. વાત તો ત્યાં સુધી પહોંચે છે, જ્યારે ફાધર લોગન પર હત્યાનો આરોપ પણ મૂકવામાં આવે છે. આવી આકરી કસોટીમાંથી ફાધર લોગન જે માર્ગ કાઢે છે એ જાણવા માટે તો ફિલ્મ જોવી પડે. જો અંત પ્રગટ થઇ જાય તો ફિલ્મની મજા મારી જાય! धधधधधर्म જેવો શબ્દ માનવજાતને કેટલી સદીઓ પહેલાં મળ્યો હશે? જે શાશ્વતી સામે ટક્કર ન લઇ શકે તेે धर्म કહેવાય ખરો? જે અધર્મનાં પરિબળો સામે ખતમ થઇ જાય, તેને धर्म કહેવાનું યોગ્ય ખરું? જે અસત્ય સામે ઝૂકી પડે તે सत्य ગણાય ખરું? धर्मधर्मનો પર્યાય ‘religion’ નથી. રીલિજિયન તો એક સંસ્થાગત બાબત ગણાય, જે માનવતાના ખોળામાં રમે, તે ધર્મ કહેવાય, પરંતુ જે માનવતાનો ખોળો છોડી દઇને રમત રમે અને હારજિતનાં કોષ્ટક માંડે એ રીલિજિયન કહેવાય. ધર્મ સ્વભાવે જ સનાતન અને પુરાતન હોય છે. એ કદી વાસી થતો નથી. આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મમાં ફાધર લોગન મરવા તૈયાર છે, પરંતુ સ્વધર્મનો ત્યાગ કરીને ગુપ્તતાની જાણવણી કરવાનું છોડી દેવા તૈયાર નથી. કેટલાંક સનાતન મૂલ્યોની બુનિયાદ પર धर्मનું મહાલય ઊભેલું હોય છે. આવો શાશ્વત धर्म સેક્યુલરિઝમથી ઘણો ઊંચેરો હોય છે. સેક્યુલરિઝમનો સંબંધ કેવળ રીલિજિયન સાથે હોય છે, માનવતા સાથે નહીં. આ વાતે અઢળક ગેરસમજનો વૈભવ માણનાર માણસ તરીકે મારે અહીં માત્ર એટલું જ કહેવું છે કે ભારતનો કોઇ પણ રાજકીય પક્ષ આજે ‘સેક્યુલર’ નથી. બધા જ પક્ષો વોટબેંકના ઓશિયાળા છે અને સેક્યુલરિઝમ કેવળ એક પ્યાદું માત્ર છે. માનવજાતને પરમેશ્વર વિના ચાલે, પરંતુ धर्म धधधधधर्म વિના નહીં ચાલે. ઉત્ક્રાંતિની લાંબી યાત્રામાં સૌપ્રથમ પવિત્ર શબ્દ જડ્યો, તે હતો धर्म. જે આવશ્યક હોય, સ્વયંસિદ્ધ હોય, ગૃહીત હોય કે સિદ્ધાંતમૂલક હોય તેને અંગ્રેજીમાં ‘postulate’ કહે છે. ધર્મ કેટલાક postulates પર આધાર રાખનારી મહાન ઘટના છે. સિદ્ધાંત એટલે શું? જેનો અંત સિદ્ધ છે, તે ‘સિદ્ધાંત’ કહેવાય. ચીનમાં બનેલો એક પ્રસંગ યાદ આવે છે. ઇ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનમાં બે મહામાનવો થઇ ગયા. એકનું નામ લાઓ ત્ઝુ અને બીજાનું નામ કન્ફ્યુશિયસ. લાઓ ત્ઝુના મહાન શિષ્યનું નામ ચુઆંગ ત્ઝુ હતું અને કન્ફ્યુશિયસના મહાન શિષ્યનું નામ મેન્સિયસ હતું. બંને ગુરુજનોના દેહવિલય પછી ચુઆંગ ત્ઝુ અને મેન્સિયસ એક ગામમાં ભેગા થઇ ગયા. બંને સમર્થ શિષ્યો વચ્ચે સંવાદ શરૂ થઇ ગયો. સંવાદના કેન્દ્રમાં એક પ્રશ્ન હતો : ‘એવી તે કઇ મૂલ્યવાન બાબત છે, જે આપણા લોકો ગુમાવી બેઠા છે?’ સંવાદ લાંબો ચાલ્યા પછી બંને શિષ્યો એક નિર્ણય પર સંમત થયા. બંનેને જણાયું કે : ‘બાળક જેવું સરળ હૃદય લોકો ગુમાવી બેઠા છે, પરિણામે જીવન વૃક્ષો વિનાના બોડા બોડા ડુંગર જેવું બની ગયું છે.’ બાળક જેવું સરળ હૃદય જેની પાસે હોય, તેવા મનુષ્યને ‘અધાર્મિક’ કહેવાની ગુસ્તાખી થઇ શકે? બાળક કોણ છે? બાળક તે છે, જેને માટે સત્ય સહજ બાબત છે અને અસત્ય ‘પ્રયત્નસાધ્ય’ બાબત છે. જો માબાપ તરફથી જૂઠ શિખવાડવામાં ન આવે, તો પ્રત્યેક બાળક સત્યવાદી હરિશ્ચંદ્ર જ બને. આજે કહેવાતા કલિયુગમાં પણ સજ્જનોની સંખ્યા દુર્જનોની સંખ્યા કરતાં વધારે જ હોય છે. સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે, પરંતુ સજ્જનતાનો જથ્થો દુર્જનતાના જથ્થા કરતાં અવશ્ય મોટો હોય છે. દુનિયા આ તફાવત પર ટકેલી છે. આ વાતમાં જો અતિશયોક્તિ જણાય, તો એક પ્રયોગ કરી શકાય. બાળકને ‘જૂઠું બોલવાની કળા’ શિખવાડવાનું બંધ કરી જુઓ! જાણીતો ફ્રેન્ચ ફિલોસોફર રુસો તો ત્યાં સુધી કહેતો કે માબાપ આગ્રહ ન કરે, તો બધાં જ બાળકોને માંસાહાર ગમતો નથી. ચીનના બે મહાન ગુરુજનોના બે મહાન શિષ્યો સંવાદને અંતે જે નિર્ણય પર સહમત થયા તે વાતમાં દમ છે. બંને શિષ્યોએ धधधधधर्म અંગે શાસ્ત્રાર્થ ન કર્યો, પરંતુ એવી મૂલ્યવાન બાબત પર સંમતિ સાધી કે જેમાં ધર્મની ખરી સમજણ પ્રગટ થઇ. માનવજાતને ઇશ્વર વિના ચાલી જાય એમ બને, પરંતુ धधधधधर्म વિના નહીં ચાલે. વ્યાખ્યાઓ અનેક હોઇ શકે, રીલિજિયન્સ અનેક હોઇ શકે, પરંતુ કેટલાક પાયાના postulates પર આધારિત धधधधधर्म વિના માનવજાતને નહીં ચાલે. તમે મોર્નિંગ વોક માટે સવારે નીકળી પડો છો. સામેથી ઘણા માણસો પસાર થઇ જાય છે. તમને પાકી ખાતરી છે કે સામેથી ચાલી આવતો અજાણ્યો માણસ તમારી હત્યા નહીં કરે. આવી ‘પાકી ખાતરી’નો આધાર શું? નગરમાં કોમી હુલ્લડ ફાટી નીકળે ત્યારે તમારા મનમાં આવી ‘પાકી ખાતરી’ હોય છે ખરી? નથી હોતી, કારણ કે એ દિવસો દરમિયાન ‘ધર્મ’ નામની બાબત ઢીલી પડી ગઇ! તમે ટ્રેનમાં કે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા છો. એક-બે કલાકના પ્રવાસ પછી તમે તમારી સીટ પર નાની થેલી મૂકીને વૉશરૂમ જવા માટે ઊઠો છો. પાછા આવો ત્યારે તમે તમારી થેલી તપાસો છો ખરા? 100માંથી 99 વખત એવી શક્યતા (પ્રોબેબિલિટી) હોય છે કે થેલીમાંથી કશુંય ગાયબ થયું નથી હોતું. આવી શક્યતાને કારણે જે બચ્યું છે, તેને धधधधधर्म કહેવાનું ફરજિયાત નથી. સમાજ આવી નાની નાની છતાં ઉપકારક એવી અસંખ્ય શક્યતાઓ પર નભેલો છે. તેથી સાચું કહેવાયું : ‘ધારયતિ ઇતિ ધર્મ:।।’ ઉપકારક શક્યતા (benevolent probability) એટલે જ ધર્મની પ્રતિછાયા! આવી ઉપકારક શક્યતાની જાળવણી એટલે જ धर्मની જાળવણી. આવી જાળવણી ગેરહાજર હોય તેવા કોઇ મહાનગરમાં કે લત્તામાં રહી જોજો. વાત સમજાઇ જશે. ઇશ્વર વિના કશુંય ન અટકે. શ્રદ્ધાપૂર્વક લોકો ભજે તેમાં ધર્મભાવના વધતી હોય તો તેની સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. ભગવાન બુદ્ધ અને મહાવીર ભગવાન ઇશ્વરમાં માનનારા ન હતા, પરંતુ धर्मમાં માનનારા જરૂર હતા. બંને લાઓ ત્ઝુ અને કન્ફ્યુશિયસના સમકાલીનો હતા. ચીનમાં એક મજાની કહેવત છે : ‘તમે જો ટટ્ટાર ઊભા હો, તો પણ તમારો પડછાયો જો વાંકો હોય તો તેની ફિકર કરવાની જરૂર નથી.’ આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મ‘I Confess’માં ખ્રિસ્તી બિશપ ફાધર લોગન કબૂલાત કરનારા હત્યારા અંગે જરૂરી એવી ગુપ્તતા માટેે હત્યા કરી છે એવો આક્ષેપ વહોરી લઇને પણ જો ગુપ્તતાની જાળવણી કરે તો धर्म આબાદ જળવાઇ જાય છે. કૃષ્ણ ગીતામાં જેને સ્વધર્મ કહે છે, તેની જાળવણી માટે મોટી સજા થાય એવી શક્યતા છતાં અડગ રહેનારા કાલ્પનિક ફાધર લોગન આપણાં વંદનના અધિકારી ગણાય. ફિલ્મ જોવા જેવી ખરી. હવે તો એ જોયે જ છૂટકો! લાંબુ થોભવું પડે તેમ નથી. }}} પાઘડીનો વળ છેડે આપણે કરેલાં પાપોની વાત જો બીજા લોકોને કરીએ, તો આપણી મૌલિકતા પર આપણને બહુ હસવું આવશે. -ખલિલ જિબ્રાન Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...