તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ સંિહતા:લગ્નજીવનને વધુ રસપ્રદ બનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને વચ્ચે લાગણી હોવા છતાં સેક્સ અંગે હતાશાજોવા મળે છે

લગ્નને એકાદ દાયકો પસાર થયા બાદ ઘણાં દંપતી જાતીય જીવનમાં કંટાળો અનુભવતાં હોય છે. બંને વચ્ચે લાગણીઓ યથાવત હોવા છતાં સેક્સના મામલે તેમનામાં એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે. અહીં લગ્નજીવનને કેવી રીતે વધુ રસપ્રદ અને સંબંધોને કેવી રીતે વધુ ગાઢ બનાવવા તેના સૂચનો જણાવ્યા છે. આગળ જણાવ્યું તેમ લગ્નજીવન કોઈ પણ અડચણ વગર પસાર થઈ રહ્યું હોય પરંતુ સેક્સ માટેની ઈચ્છા જ ન થતી હોય તેવું બની શકે. તંદુરસ્ત જાતીય જીવન માટે બંને વચ્ચે યોગ્ય સંવાદ કરવાની સાથે જ આ સંવાદોને બેડરૂમમાં અમલી બનાવવા જરૂરી છે. અહીં કામેચ્છા વધારવાના ઉપાયો દર્શાવાયા છે. સેક્સનો ધ્યેય આનંદદાયી સ્પર્શ હોવો જોઈએ, નહીં કે ઓર્ગેઝમઃ સેક્સ માત્ર સંભોગ નહીં, પણ એક વિશિષ્ટ અનુભવ છે. જેમાં અત્યંત સંવેદનશીલ સ્પર્શની મજા માણવાની હોય છે. જરૂરી નથી કે તે તમને સંભોગ કરવા તરફ દોરી જાય. કામેચ્છાને પ્રબળ રાખવા નિયમિત સ્પર્શ જરૂરી છેઃ જો લાગણી વ્યક્ત કરવા સાથીને સ્પર્શ નહીં કરો તો સંબંધોની ઉષ્મા ઓછી થઈ જશે. આ ઉપરાંત, દર બીજા અઠવાડિયે પણ સેક્સ નહીં માણતાં યુગલોમાં બેચેની, તણાવ, ચરમસીમાના સુખ સુધી ન પહોંચવું કે સેક્સમાં અસંતોષ જેવી સમસ્યાનો અનુભવ થાય છે, જેને કારણે સેક્સ માણવા અને સ્પર્શ કરવા પ્રત્યે અરૂચિ થાય છે. સેક્સ એક ભેટ છે. કોઈને જબરદસ્તી અથવા તો મહેરબાની કરતાં હોય તેમ કે દંડ કરવાના ભાગરૂપે સેક્સ માણવું તદ્દન અયોગ્ય છે. પોતાની શક્તિ બતાવવાના સાધન તરીકે જ્યારે સેક્સનો ઉપયોગ કરાય છે ત્યારે તે સામેના પાત્ર માટે મજાને બદલે સજારૂપ બની જાય છે. સાથીને કઈ બાબતથી સેક્સની ઈચ્છા થાય છે તે જાણવું જરૂરી છે ઃ મોટા ભાગે પુરુષો સેક્સ માટે જલ્દી તૈયાર થઈ જાય છે, જ્યારે મહિલાઓને લાગણીસભર અને સંવેદનશીલ સ્પર્શની જરૂર પડે છે. સંબંધોને વધુ ગાઢ અને સેક્સ લાઈફને વધુ રસપ્રદ બનાવવા માટે આ તફાવત સમજવાની જરૂર છે. જાતીય સંતોષ માટે બંને જણાં જવાબદાર હોય છેઃ યુગલ પૈકી દરેક વ્યક્તિ પોતાને જાતીય સંતોષ કેવી રીતે મળશે અને તે માટે શું આવશ્યક છે તેવો માહોલ રચવા માટે તે સ્વયં જવાબદાર હોય છે. જોકે યુગલે એકમેકને મહત્તમ જાતીય સંતોષ મળે તે માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ. સંબંધોના અન્ય પરિબળોની સાથે સાથે જ બંને વચ્ચે યોગ્ય સંવાદ પણ જરૂરી છે : સામાન્ય રીતે લગ્ન અંગે પુરુષોની સેક્સ અંગેના વિચારો વ્યક્ત કરવાની પદ્ધતિ મહિલાઓ કરતાં અલગ-અલગ હોય છે. મહિલાઓ ટૂંકમાં, પરોક્ષ રીતે તથા વર્તન દ્વારા પોતાની જાતીય ઈચ્છાઓ વ્યક્ત કરે છે. કઈ બાબતથી તેમની જાતીય ઈચ્છોઓ જાગૃત થાય છે અને કઈ બાબત તેમને નથી ગમતી તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. તમારી જાતીય ઈચ્છાઓ, કલ્પનાઓ અંગે ચર્ચા કરી તેમનામાં રસ કેળવો. રોમેન્ટિક વાતો કરો, મૂવી જોવા લઈ જાવ કે પછી બગીચામાં કે અન્ય કોઈ રમણીય સ્થળે લઈ રોમાન્સને પુનઃ જાગૃત કરો. સ્વયંની કાળજી રાખો ઃ વાત સેક્સ માણવાની હોય કે ઓફિસનું કામ સારી રીતે પાર પાડવાની, તે માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી સૌથી આવશ્યક છે. મોટા ભાગના લોકો તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે. યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ લો. ગમતી ક્રિયાઓ માટે સમય આપો. યોગ, ધ્યાન વગેરેને નિત્યક્રમમાં સ્થાન આપો. કામેચ્છા ગુમાવી દેવી કે ઓછી થઈ જવામાંથી બહાર આવવા જરૂરિયાતો વિશે જાણી તેને પૂરી કરવા વિશે પગલાં લેવા જોઈએ. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...