મધર્સ ડે સ્પેશિયલ:કહ્યા વિના સાંભળી લે તેનું નામ માઃ શક્તિશાળી સુપરમોમની ચાર સત્યકથાઓ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 વર્ષની બાળકીએ શારદાને 80 દીકરીઓની ‘મૉમ’ બનાવી

મુંબઈના ધારાવીમાં શરણમ નામના શેલ્ટર હોમમાં અત્યારે લગભગ 25 અનાથ બાળકીઓ રહે છે. આ બાળકીઓને શિક્ષણ અને આત્મનિર્ભર બનાવવા માટેની જવાબદારી તેમની મૉમ શારદા નિર્મલે ઉઠાવી છે. શારદાએ અત્યાર સુધી 80 બાળકીઓનો ઉછેર કર્યો છે. નિર્મલ કમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામની પ્રોજેક્ટ મેનેજર શારદા જણાવે છે કે, અભ્યાસના દિવસોમાં હું મારા ક્ષેત્રમાં એકલી યુવતી હતી, જે 10મા ધોરણ સુધી અભ્યાસ કરી રહી હતી.​​​​​​​ યુવતીઓ પ્રત્યે સમાજની વિચારસણી હતી કે તેઓ ભણીને શું કરશે.જ્યારે હું સક્ષમ થઈ તો શરણમ શરૂ કર્યું, ત્યારે મુખ્ય ઉદ્શ્ય યુવતીઓને શિક્ષણ આપવાનો હતો.

થોડા વર્ષો પહેલા શેલ્ટર હોમમાં એક પાંચ વર્ષની બાળકી આવી. બીજા બાળકો ત્યારે મને દીદી કહીને બોલાવતા હતા, પરંતુ તે મને માતા કહેવા લાગી. ત્યારે હું પહેલાથી જ એક બાળકની માતા બની ચૂકી હતી. તેથી મને અહેસાસ થયો કે માતા બનવું કેટલું મહત્ત્વનું છે.મેં મારા બાળકોને સમજાવ્યા કે શેલ્ટર હોમમાં રહેતી બાળકીઓ અનાથ છે, તેથી કદાચ હું તમારા કરતાં તેમને વધારે પ્રેમ કરીશ. મારો ત્રણ વર્ષનો દીકરો ત્યારે પોતાની ટીચરને કહેતો હતો કે તેની 30 બહેનો છે. હવે શેલ્ટર હોમની બધી બાળકીઓ મને મૉમ કહીને બોલાવે છે. શારદા જણાવે છે કે માતા જડ છે તો પિતા વૃક્ષ છે. પિતાનું પરિશ્રમ ફળના સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ વૃક્ષ મજબૂતીથી ઊભું રહે તે માટે તાકાત તો માતા જ આપે છે.​​​​​​​

-મુંબઈ, વિનોદ યાદવ

***

52 વર્ષની પ્રોફેસર માતા બની નેવિગેટર, કાર રેસિંગમાં એકમાત્ર મા-પુત્રીની ટીમ

કર્ણાટકના દાવણગેરેની શિવાની પૃથ્વી (24) અને તેની માતા દીપ્તિ પૃથ્વી (52) એક અનોખી જોડી છે, જે હમેંશા એકબીજાના પગલાંઓને અનુસરે છે. માતાએ પુત્રીની કાર રેસમાં ખૂબ જ મદદદગાર બની છે તો બીજી તરફ પુત્રીએ માતાના ચિકિત્સા ક્ષેત્રને અપનાવ્યું છે. વિશેષ વાત તો એ છે કે, આ માતા-પુત્રની જોડી એ ઇન્ડિયન નેશનલ રેલી ચેમ્પિયનશીપ (INRC) માં એક ટીમ સ્વરૂપે ટ્રેક પર ઉતરી ચૂકી છે. આ કિસ્સો વર્ષ 2016નો છે જ્યારે શિવાની ધારવાડના ASDM મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.

કોલેજમાં અભ્યાસનું દબાણ રહેતું હતું એટલે રજાઓમાં જ્યારે તે ઘરે આવી ત્યારે તેના પિતા તેનું મન હળવું કરવા માટે તેને પોતાના પાઇપના કારખાનાના યાર્ડમાં લઈ ગયા હતા. અહીં શિવાનીએ પિતાની રેસિંગ કાર ચલાવી હતી. તેને કાર ચલાવતી જોઈને તેના પિતા બોલ્યા કે, તુ તો રેસિંગમાં ઇન્ટરનેશનલ પુરસ્કાર જીતી શકે છો. ​​​​​​​પિતાની આ વાતથી શિવાનીના મનમાં એક ઉત્સાહ જાગ્યો અને તેણે કાર રેસિંગ માટે પ્રશિક્ષણ લેવાનું શરુ કર્યું.

વર્ષ 2018માં તેણીએ રેસિંગ ડ્રાઈવર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ વર્ષ 2019માં INRC માટે તેણીને નેવિગેટર (કૉ-ડ્રાઇવર) મળવામાં તકલીફ પડી રહી હતી. તે હજુ રેસિંગમાં નવી હતી એટલે તે કોઈ રિસ્ક લેવા ઇચ્છતી ના હતી. આ સમયે તેની માતા ડૉ. દીપ્તિ નેવિગેટર બનાવ માટે આગળ આવી. ડૉ. દીપ્તિએ પહેલાં ક્યારેય પણ આવું કોઈ કામ કર્યું નહોતું પણ પોતાની પુત્રીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેણે પોતાની મર્યાદાઓને ચેલેન્જ કરીને પોતાની અંદર નવી ક્ષમતાઓને વિકસાવી અને પોતાની પુત્રી સાથે ટીમ તૈયાર કરીને રેસમાં ભાગ લીધો અને આ રેસમાં તે ટોપ પર રહી.

-બેંગ્લુરુ, વિનય માધવ

***

માતા-પુત્રએ સાથે કરી યાત્રા, માતાની આંખોથી વિશ્વ જોવાનો એક અલગ જ સૂકુન

​​​​​​​

કેરળના સરથ રામચંદ્રન પોતાની માતાના અનુભવની આંખોથી વિશ્વ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે યુવા જ્યારે પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય ત્યારે મુખ્યત્વે મિત્રો અને તેની ઉંમરના લોકોની પસંદગી કરતાં હોય છે, પરંતુ 30 વર્ષના બિઝનેસમેન સરથ અનુઠેની વિચારધારા સાવ અલગ જ છે. તે જ્યાં પણ જાય છે પોતાની 64 વર્ષની માતા ગીતાને સાથે લઈને જાય છે. તે કહે છે કે, મેં આ વાતને મહેસુસ કરી કે, મારી માટે કદાચ જ પોતાના ઘરની પાસેના વડક્કુમનાથ મંદિરની આગળની દુનિયા જોઈ હશે એટલા માટે જ મેં નક્કી કર્યું કે, હું જયાં પણ જઈશ ત્યાં મારી માતાને સાથે લઈ જઈશ.

જ્યારે મેં મારી માતાને આ વાત કરી તો પહેલાં તો તેમણે સાથે આવવા માટે આનાકાની કરી અને કહેવા લાગી કે, મને ઘરમાં રહેવું વધારે પસંદ છે, પરંતુ મેં તેમની એકપણ વાત ના માની અને તેમને મારી સાથે બહાર લઈ જવા માટે અંતે મનાવી જ લીધા. પહેલાં અમે વારાણસી ગયા ત્યારબાદ અમે શિમલા પહોંચ્યા. ત્યાંથી મનાલી પહોંચ્યા અને મનાલીથી રોહતાંગ સુધીની સફર બાઇકમાં કરી. આ પહેલીવાર હતું કે, જ્યારે મારી માતાએ પર આટલી લાંબી સફર કરી હોય. હવે તો મારી માતાને પણ આ સફરોમાં આનંદ આવવા લાગ્યો છે. અત્યાર સુધીમાં અમે બંનેએ એકસાથે લગભગ અડધા દેશની સફર સાથે કરી લીધી છે. અમારી સૌથી લાંબી યાત્રા 16 દિવસની કૈલાશ માનસરોવરની છે.

-દિસપુર , આદિત્ય ડી.

***

મધર્સ કમિટિએ પ્રાથમિક સ્કૂલને સુધારી, હવે અહીં દરે બાળક ‘ભણેશ્વરી’​​​​​​​

આસામના ગુંતગ કામની કેટલીક મહિલાઓએ રસ્તા પર કેટલાક બાળકોને પૂછ્યું કે સ્કૂલ કેમ નથી ગયા? બાળકોનો જવાબ હતો- સ્કૂલે જવું નથી ગમતું. આ જવાબે તે મહિલાઓના માતૃત્ત્વને હચમાવી દીધું અને જન્મ થયો ‘મધર્સ કમિટિ’નો. કમિટિનું કામ હતું, દરેક બાળકને દરરોજ સ્કૂલે મોકલવા.કમિટિની સભ્યા દીપા જણાવે છે કે અમે દરરોજ સ્કૂલનું રજિસ્ટર ચેર કરવાનું શરૂ કર્યું કે કયું બાળકો સ્કૂલે નથી આવ્યું અને સુનિશ્ચિત કરતા કે બાળકો સ્કૂલે જરૂરથી જાય. કમિટિએ એ પણ સુનિશ્ચિત કર્યું કે શિક્ષક દરરોજ સ્કૂલે આવે. જો તેઓ નથી આવી રહ્યા તો તેની સૂચના કમિટિને પણ મળે. કમિટિના સભ્યા અભ્યાસમાં બાળકોની મદદ કરવા લાગ્યા અને મિડ ડે મિલ માટે ખાવા બનાવવાની દેખરેખની જવાબદારી લીધી.દીપા ગર્વથી જણાવે છે કે આ પહેલ પછી છેલ્લા 12 વર્ષોમાં ગામની માતાઓએ દરેક બાળક માટે મહેનત કરી છે. તેનું પરિણામ પણ સામે આવ્યું છે. ડઝનેક બાળકો 10માની પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થયા છે. ઘણાએ ટોપ કર્યું છે. હવે એવું લાગે છે કે અહીં દરેક બાળક ભણેશ્વરી બનવા માગે છે. કમિટિની સભ્ય 36 વર્ષની હુનુતિ જણાવે છે કે કમિટિ ચાઈલ્ડ ક્લબ દ્વારા બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમાં ગામના વૃદ્ધોને પણ બોલાવવામાં આવે છે જેથી તેઓ વાર્તાઓ સંભળાવે અને બાળકોને પણ સ્કૂલમાં આનંદ આવે.

-ત્રિશૂર, કે.એ.શાઝી