તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ સંિહતા:સ્ખલન લંબાવવા માટે નિરોધ ઉપયોગી થાય?

ડૉ. પારસ શાહ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શીઘ્ર સ્ખલનની સમસ્યા નિવારવા નિરોધનો ઉપયોગ થઇ શકે પણ તે જોખમી નીવડી શકે

ઘણા યુવાનોને એ પ્રોબ્લમ સતાવે છે કે તેઓ જ્યારે સેક્સ માણે છે ત્યારે માત્ર એક મિનિટ સુધી જ ઉત્તેજિત રહી શકે છે. તેમને સેક્સ સેશનનો સમય લંબાવવો હોય છે, પરંતુ તેમને ખૂબ ઝડપથી વીર્ય સ્ખલન થઈ જાય છે. આ સમસ્યામાંથીકઇ રીતે બહાર આવી શકાય? શીઘ્ર સ્ખલનની સમસ્યા ઘણાંબધાં કારણસર હોઈ શકે છે. ઘણી વખત અનિયમિત રીતે જાતીય જીવન માણતાં હોઈએ એટલે કે લાંબા ગાળાના અંતરમાં જાતીય જીવન માણતાં હોઈએ તેવા સમયમાં નોર્મલ સમય કરતાં વહેલા વીર્ય સ્ખલન થઈ શકે છે. ઘણી વખત બ્રેઈનમાંથી મેસેજીસ ઝડપથી ટ્રાન્સફર થતા હોય છે, તેને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જતું હોય છે. ઘણી વ્યક્તિઓમાં શિશ્નના આગળનો ભાગ ખૂબ જ સેન્સિટિવ હોય છે જેના કારણે તેઓ સ્ખલન થતા રોકી શકતા નથી. આ માટે અન્ય ઘણા કારણો પણ જવાબદાર છે જેને કારણે સ્ખલન ઝડપથી થઈ જતું હોય છે. આ સમસ્યા દૂર કરવા માટેના સીધા અને સરળ ઉપાય આ રહ્યા : • બે સમાગમ વચ્ચેનો સમયગાળો ઓછો કરવો એટલે કે અઠવાડિયામાં નિયમિત ઓછામાં ઓછું એક કે બે વખત જાતીય જીવન માણો. આમ કરવાથી પણ ઘણા વ્યક્તિઓને કોઈ જ દવા વગર શીઘ્ર સ્ખલનમાં રાહત મળતી હોય છે. • સ્ત્રી ટોપ પોઝિશનમાં અને પુરુષ નીચે એ આસન અજમાવી જુઓ. આ આસનથી સ્ખલનની તક્લીફમાં ફાયદો થઈ શકે છે, સાથે સાથે મોટા ભાગની સ્ત્રીઓને પણ ચરમસીમાનો અનુભવ ઝડપથી થાય છે કારણ કે આ આસન સમયે ટ્યૂટોરિયસ વધુ ઉત્તેજિત થાય છે. • નિરોધનો પણ ઉપયોગ કરી શકાય છે. સ્ખલન લંબાવવા ઉપરાંત નિરોધથી અન્ય ફાયદા પણ થાય છે. જેમ કે, જાતીય રોગ સામે રક્ષણ મળે છે તેમ જ તેનો ગર્ભ નિરોધ તરીકે ઉપયોગ પણ ઉત્તમ છે, પરંતુ બજારમાં મળતા લોંગ લાસ્ટિંગ નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ નથી કારણ કે તેની અંદર લિગ્નોપેઈન જેલી હોય છે. જેના કારણે પછીથી સેન્સેશન ઓછું થઈ જાય છે. લાંબા ગાળે તેનાથી નપુંસકતા પણ આવી શકે છે. • જો આ નુસખા અપનાવ્યાં બાદ પણ ફાયદો ન થાય તો બજારમાં નવી આવેલી દવાઓ દ્વારા માત્ર એક અઠવાડિયાની અંદર શીઘ્ર સ્ખલનની તક્લીફમાંથી બહાર આવી શકાય છે, પરંતુ આ દવાઓ શીઘ્ર સ્ખલનનું યોગ્ય નિદાન થાય અને ડોક્ટરની સલાહ બાદ લેવી વધુ હિતાવહ છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો