વિશેષ:દુનિયાભર પર મોંઘવારીનો માર

અજીતકુમાર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં માત્ર ભારત જ નહીં, આખી દુનિયા મોંઘવારીનો માર સહી રહી છે. મોંઘવારીનો માર સૌથી વધારે ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગને સહેવો પડે છે, કેમ કે એક તરફ કોરોનાને કારણે કાં તો એમની આજીવિકા છીનવાઇ ગઇ છે અથવા આવક ઘટી છે, ત્યારે મોંઘવારી પડતા પર પાટુ પુરવાર થઇ રહી છે. સામાન્ય લોકોની સાથોસાથ આ મોંઘવારી વૈશ્વિક અર્થવ્યવસ્થા સામે પણ મોટા પડકારરૂપ છે. ભારતમાં મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં વધીને 14.23 ટકા સુધી પહોંચી ગયો જે એપ્રિલ 2005 પછી સૌથી વધારે છે. બરાબર એક વર્ષ પહેલાં નવેમ્બર 2020માં દેશમાં મોંઘવારીનો દર માત્ર 2.29 ટકા હતો. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા અમેરિકામાં પણ મોંઘવારીનો દર નવેમ્બર માસમાં 6.8 ટકાના દરે પહોંચી ગયો. વર્ષ 1982 પછી અમેરિકામાં મોંઘવારીનો આ દર સૌથી મોટી તેજી છે. બ્રિટનમાં પણ મોંઘવારી હાલ ગત દસ વર્ષોમાં ઉચ્ચતમ સ્તરે (5.1 ટકા) પર છે. કોરોનાને કારણે લાગેલું લોકડાઉન ખૂલ્યા પછી એક રીતે માગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેને આપણે પેંટ-અપ ડિમાન્ડ (વધેલી માગ) પણ કહીએ છીએ. લોકડાઉન ખૂલ્યા પછી પણ થોડાઘણા પ્રતિબંધો તો છે જ. એથી સંપૂર્ણપણે આપૂર્તિ થઇ શકી નથી. આજકાલ મોંઘવારી વધવાનું આ સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને થાળે પાડવા માટે સિસ્ટમમાં પૂરતી રોકડ/ઇઝી મની મેળવવામાં આવી રહ્યા છે. તેના કારણે પણ કિંમતોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ 5 કારણોસર મોટા ભાગના દેશોમાં મોંઘવારી વધી રહી છે કારીગરોની અછત હજી વર્તાય છે : હજી પણ કામદારો ઘણા ઓછા છે. દાખલા તરીકે, આ કારણસર મલેશિયામાં પામોલીનના ઉત્પાદનને અસર થઇ રહી છે, જે તેની કિંમતમાં વધારા માટે મહદ્દંશે જવાબદાર છે. પામોલીનની કિંમતોમાં ઝડપથી એફએમસીજીના ઉત્પાદનો જેવા કે સાબુ, તેલ, શેમ્પૂ, બિસ્કિટ, કોસ્મેટિક્સ વગેરની કિંમતોમાં વધારો થયો છે કેમ કે આ વસ્તુઓ બનાવવામાં પામોલીનનો ઉપયોગ થાય છે. ક્રૂડ ઓઇલમાં ઝડપથી અનેક વસ્તુઓ મોંઘી : ક્રૂડ ઓઇલમાં વધારો થવાને કારણે ટ્રાન્સપોર્ટ/લોજિસ્ટિક/ડિલીવરી ખર્ચમાં ખૂબ જ વધારો થયો છે. કેટલીક વસ્તુઓની કિંમત તો એટલા માટે પણ વધી છે કેમ કે તે બનાવવામાં પેટ્રોલિયમ પદાર્થોનો સીધો ઉપયોગ થાય છે. જેવાં કે, રાસાયણિક ખાતર, રબર, સિન્થેટિક દોરા વગેરે. રાસાયણિક ખાતરની કિંમતોમાં વધારો થવાથી ખાદ્યપદાર્થોની કિંમતો પણ વધી છે જેની અસર દુનિયાભરમાં થઇ રહી છે. દરિયાઇ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો : વૈશ્વિક વેપાર દરિયાઇ માર્ગે થાય છે. છેલ્લા થોડા સમયમાં દરિયાઇ માર્ગે જે વસ્તુઓ મોકલવામાં આવે છે તેમાં અપાર વધારો થયો છે. આમાં ચીનની ભૂમિકા પણ મુખ્ય છે કેમ કે કિંમતો વધારવા માટે ચીને 50 ટકા શિપિંગ જહાજો પાછા ખેંચી લીધા છે. એથી બાલ્ટિક ડ્રાઇ ઇન્ડેક્સમાં ગત એક વર્ષમાં 62.30 ટકાનો વધારો થયો છે. આ ઇન્ડેક્સ દરિયાઇ શિપિંગ માર્ગના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ સંબંધિત છે. ઇન્ડસ્ટ્રિયલ ધાતુઓ પણ મોંઘી : એલ્યુમિનિયમ, કોપર, ઝિંક, સ્ટીલ, નિકલ કોબાલ્ટ વગેરેની કિંમતોમાં પણ ઘણો વધારો થયો છે. તેની સીધી અસર કન્ઝ્યુમર ડ્યૂરેબલ પ્રોડક્ટ્સ જેવી કે, ટી.વી., એ.સી., ફ્રીજ, વોશિંગ મશીન વગેરેની કિંમતને થઇ રહી છે. ચીનમાં ઇલેક્ટ્રોનિક્સ અને કામદારો ઓછા હોવાથી આ ધાતુના ઉત્પાદનને અસર થઇ છે. હવામાનમાં પરિવર્તનની ખેતી પર અસર : એગ્રી કોમોડિટિઝની કિંમતોમાં વધારાને કારણે દુનિયાના અનેક મુખ્ય ઉત્પાદક દેશોમાં હવામાન પરિવર્ત એટલે કે પ્રતિકૂળ ઋતુ હોવી પણ છે. જેમ કે, ખાંડની કિંમતો વધવાને કારણે બ્રાઝિલના શેરડી ઉત્પાદનના ક્ષેત્રોમાં પ્રતિકૂળ હોવાથી ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. અન્ય એગ્રી કોમોડિટિઝની કિંમતોમાં પણ વધારો થવાનું મુખ્ય કારણ પ્રતિકૂળ મોસમ છે જેથી વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અર્થવ્યવસ્થાને શી અસર થશે? જીડીપી ગ્રોથ : ઉપયોગ ઘટવાથી ઘટાડો નોંધાશે : મોંઘવારીની સૌથી વધુ અસર ગરીબ અને વિકાસશીલ દેશો પર થઇ રહી છે. જો મોંઘવારી હજી વધી તો લોકોની વેચાણ ક્ષમતા પર ખરાબ અસર થશે. પરિણામે મોંઘી વસ્તુઓની કિંમતો વધવાથી તેના ખાનગી ઉપયોગમાં ઘટાડો થશે અને તેની અસર જીડીપી ગ્રોથને અસર થશે. દાખલા તરીકે, ભારતમાં નાણાંકીય વર્ષ 2020-21માં મોંઘવારી દર 6.2 ટકા રહ્યો જેના કારણે ખાનગી ઉપયોગમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ભારતના જીડીપીમાં કોઇ પણ વસ્તુ, વાહન, ખાદ્યપદાર્થો અથવા અન્ય ચીજવસ્તુઓના ખાનગી ઉપયોગનો ફાળો લગભગ 60 ટકા છે, તે પણ વધી શકે છે ⬛

અન્ય સમાચારો પણ છે...