લક્ષ્ય વેધ:યુપીએસસી પરીક્ષા બીજા પ્રયાસે, નેશનલ લેવલે 70મા રેન્કથી પાસ કરીને બન્યા આઇએએસ

21 દિવસ પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક
  • ડોક્ટરમાંથી વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી બનેલા રાજેન્દ્ર પટેલની પ્રેરક ગાથા

સ્તો, આપણે ઘણા મિત્રો હોય છે પરંતુ ખરેખર કામ આવે એવા મિત્રો કેટલા? એ વિચાર કર્યો છે કદી? સાચા અને સારા મિત્ર હોય તો ઘણી વાર તમારા જીવનમાં બહુ જ ઉપયોગી થાય અને ઘણી વખત તો તમારા જીવનમાં ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવું મહત્ત્વનું કામ પણ કરે. આવા જ એક મિત્રની અહીં વાત કરવી છે. સાચા અને સારા મિત્ર ઘણીવાર ઉપયોગી માર્ગદર્શન કે પ્રેરણા પણ આપતા હોય છે, આવા એક મિત્રને કારણે એક ડોક્ટર કે જેમણે અમદાવાદ જેવા મહાનગરમાં એક-બે વર્ષ નહીં પરંતુ પાંચ પાંચ વરસ સુધી મેડિકલ પ્રેક્ટિસ કરી. હાલમાં એ ડોક્ટર આઈએએસ બની ગયા છે અને વડોદરા જિલ્લામાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમનું નામ છે રાજેન્દ્ર પટેલ.

એટલે વિરમગામ પાસેના નાનકડા ટ્રેન્ટ ગામના વતની રાજેન્દ્ર પટેલના પિતા સ્વ. મહેન્દ્રભાઈ પટેલ ખેડૂત હતા અને ખેતીવાડી કરતા. છે. તેમના રાજેન્દ્ર પટેલે શાળાકીય શિક્ષણ વતનમાં જ મેળવ્યું. તેમણે દસમા ધોરણમાં 92 ટકા માર્ક્સ અને ધોરણ બારમા 88 ટકા માર્ક્સ મેળવ્યા હતા. રાજેન્દ્ર પટેલ કહે છે, ‘એક માર્ક માટે મને એમબીબીએસમાં એડમિશન મળ્યું નહીં. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળતું હતું પરંતુ ત્યારે પૈસાની પૂરી સગવડ ન હતી. આથી મેં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજમાંથી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો.’ડેન્ટિસ્ટ બની ગયા પછી રાજેન્દ્ર પટેલે અમદાવાદમાં 2008થી 2013 એટલે કે પાંચ વર્ષ સુધી મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરી.

ડોક્ટરમાંથી આઇએએસ બનવા સુધીની સફર વિશે રાજેન્દ્ર પટેલ કહે છે, ‘કોલેજમાં મારા બેચમેટ ડો. કલ્પેશ રૂપાવટિયા( જે હાલમાં અમદાવાદના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેકસ છે) હતા. તેમની સાથે સારી ઓળખાણ થઈ હતી. તેઓ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હોવાથી મને પણ યુપીએસસી પરીક્ષા આપવા કહ્યું. મેં ‘સ્પીપા’માં એન્ટ્રન્સ એકઝામ આપીને પ્રવેશ મેળવ્યો. હું ‘સ્પીપા’માં સવારે 8થી સાંજે 5 સુધી જતો હતો. તે પછી ક્લિનિક પર આવીને સમય મળે ત્યારે ત્યાં પણ વાંચતો હતો. આ દરમિયાન મારા મેરેજ થઈ ગયાં હતાં. મારે એક દીકરી હતી. મારા માથે કૌટુંબિક-આર્થિક જવાબદારી ઘણી હતી. આથી મારે ક્લિનિક ચાલુ રાખવું પડ્યું. મેં વચ્ચે જીપીએસસી પરીક્ષા ત્રણ વાર પાસ કરી. તેમાં મારી પત્ની મોનિકાએ મને ઘણી મદદ કરી અને પ્રોત્સાહિત કર્યો. મેં આસિસ્ટન્ટ ટી. ડી. ઓ. તરીકે જસદણમાં ફરજ બજાવી. ડી વાય એસ ઓની પરીક્ષામાં હું 21મા રેન્કથી પાસ થયો. ઉપરાંત નાયબ ચીટનીશની પરીક્ષા પણ મેં પાસ કરી. જોકે, મેં મારી ફરજ છ મહિના મદદનીશ ટી. ડી. ઓ. તરીકે બજાવી હતી. તેમ જ યુપીએસસીના ઇન્ટરવ્યૂ પછી મેં ડીવાયએસઓ તરીકે એક મહિનો ફરજ બજાવી. ત્યાં રિઝલ્ટ આવ્યું અને હું આઈએએસ બની ગયો.

રાજેન્દ્ર પટેલે 2013માં યુપીએસસી પરીક્ષા પહેલીવાર આપી. તેમાં પ્રીલિમિનરી અને મેઇન્સમાં પાસ થયા પણ ઇન્ટરવ્યૂમાં થોડા માર્ક્સ માટે જ રહી ગયા. 2014માં તેમણે બીજી વાર યુપીએસસી પરીક્ષા આપી અને તેમાં એવો નેશનલ લેવલે 70મા રેન્કથી પાસ થયા.

ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે રાજેન્દ્ર પટેલ કહે છે, ‘મારે વિનય મિત્તલ સરનું ઈન્ટરવ્યુ બોર્ડ હતું. ત્યારે હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં મદદનીશ ટી. ડી. ઓ. તરીકે ફરજ બજાવતો હતો. આથી મને રાજકોટ, સૌરાષ્ટ્રનાં પાણી પ્રશ્ન વિશે પૂછ્યું હતું. તમને રાજકોટના કલેકટર બનાવીએ તો તમે પાણીના પ્રશ્ને શું કરી શકો? એવું પણ પૂછ્યું હતું. મારા પપ્પા ખેતીવાડી કરતા હોવાથી ખેતીવાડીના પ્રશ્નો, ખેડૂતો આત્મહત્યા કેમ કરે છે, શું પ્રશ્ન છે? એવા પ્રશ્નો પણ કર્યા હતાં. જુદી જુદી સિંચાઈ યોજનાઓ વિશે પણ પ્રશ્નો પૂછ્યા હતા. ભારત -ચીન વચ્ચે સંબંધો, ભારત -શ્રીલંકા વચ્ચેના સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આઇપીએલના ફોર્મેટથી ટેસ્ટ ક્રિકેટ, ક્લાસિકલ ક્રિકેટને નુકસાન થઈ રહ્યું છે, આઈપીએલમાં ઘણાબધા પૈસા છે તો બીજી સ્પોર્ટ્સને પૈસા આપીને વ્યવસ્થિત ન બનાવવી જોઈએ? જવાબમાં મેં કહ્યું હતું કે, આઈપીએલની બોડી સરકારી નથી, બીસીસીઆઇની છે, બીસીસીઆઈ નક્કી કરે તો બીજી સ્પોર્ટ્સને ફંડ આપી શકે. મને ઇન્ટરવ્યૂમાં 250માંથી 184 માર્કસ મળ્યા હતા. નેશનલ લેવલે હું 70મા રેન્કથીપાસ થયો.’

અન્ય સમાચારો પણ છે...