તંત્ર-ચુડામણી અનુસાર, જયારે સતીએ યજ્ઞમાં છલાંગ મારી ત્યારે ભગવાન શિવે સતીના પાર્થિવ દેહને તેમની બાહોમાં લઈને તાંડવ કર્યું તો ભગવાન વિષ્ણુએ પ્રારબ્ધની અનુભૂતિ કરીને તેમનું સુદર્શન ચક્ર ફેંકી દીધું હતું. સુદર્શન ચક્રે સતીના શરીરને એકાવન ટુકડાઓમાં વિભાજિત કર્યું હતું. તો કેટલાક લોકો કહે છે એકસો આઠ ટુકડાઓ થયા હતા. આ બધું દેવી શક્તિનું સ્વરૂપ બની ગયું હતું. ભારતીય સિનેમામાં આ અવતાર વિવિધ કથાઓમાં પ્રતિબિંબિત થયા છે. ફિલ્મ 'સંજોગ'માં માલા સિન્હાને મા લક્ષ્મીના અવતાર તરીકે દર્શાવવામાં આવી છે. મા દુર્ગા/અંબા એ દેવી 'શક્તિ'નું અભિવ્યક્તિ છે જે સારાને પોષવા અને અનિષ્ટનો નાશ કરવા માટે બનાવવામાં આવે છે. એક દંતકથા અનુસાર, જ્યારે રાક્ષસ મહિષાસુર અજેય હતો, ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવે દેવીને અસાધારણ બનાવવા માટે ઊર્જા કેન્દ્રિત કરી હતી. રાકેશ રોશનની ફિલ્મ 'ખૂન ભરી માંગ'માં રેખાએ કબીર બેદીને હરાવ્યા હતા. જેમ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ માતા દુર્ગાની મદદ કરી હતી તેવી જ રીતે એક અજાણી વ્યક્તિ રેખાનો જીવ બચાવે છે. એક ડૉક્ટર તેને નવી ઓળખ આપે છે અને બાળકો પીડા પહોંચાડનાર અત્યાચારી સામે લડવાનો નિર્ણય કરે છે.
એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી, સરસ્વતી અને કાલી પાસે મા વૈષ્ણો દેવીની ઉત્તપન કરવા માટે સંયુક્ત શક્તિઓ ભેગી કરી જેથી તે માનવતાને દુઃખમાંથી મુક્ત કરી શકે. વૈષ્ણો દેવીની રચના કઠોર તપસ્યા અને અત્યંત ભક્તિ કર્યા બાદ થઈ હતી. આ પવિત્ર અને તપસ્વી પાત્રની ઝલક ગોવિંદ સરૈયાની 'સરસ્વતી ચંદ્ર'માં કુમુદ સુંદરીના રૂપમાં જોવા મળે છે. આ પાત્ર નૂતને ભજવ્યું હતું.
ફિલ્મોમાં કોઈને કોઈ સ્વરૂપે મા સરસ્વતીના ગુણગાન ગાવામાં આવે છે. 'આવારા'માં રાજ કપૂરે વિદ્યાના રૂપમાં, 'ગુઝારીશ'માં ઋત્વિક રોશને હીલર તરીકે, 'જ્યોતિ'માં જિતેન્દ્ર સુધારક તરીકે, 'એક દુજે કે લિયે'માં કમલ હાસનને શિક્ષક તરીકે જોયા હતા.
મા સાવિત્રીએ દેવી સતીનો અવતાર છે જે વિવાહિત જીવન માટે સમર્પિત છે. ભારતીય સિનેમા પેઢીઓથી પતિને સમર્પિત નાયિકાઓને પ્રોત્સાહન આપ્યું છે પછી તે 'મૈં ચૂપ રહુગી' હોય કે 'દિલ એક મંદિર' હોય. તેથી તમે બીજી વાર જયારે પણ કોઈ અસાધારણ માતાને સ્ક્રીન પર જોશો તો તમને એ દેવીની યાદ અવશ્ય આવશે જેમને ચરિત્ર માટે પ્રેરિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.