તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમ્પલ સાયન્સ:રોજિંદા જીવનમાં આપણે કેટલાક ‘ટેક્નોલોજિકલ ભ્રમ’ પાળી રાખ્યા છે!

2 મહિનો પહેલાલેખક: જ્વલંત નાયક
 • કૉપી લિંક
 • 80 ટકાથી વધુ લોકો માને છે કે વધારે મેગા પિકસલ એટલે બેટર ક્વોલિટી! જે એક માર્કેટિંગ ફંડા માત્ર છે. લોકોને આકર્ષવા માટે કોઈક ‘લાલચ’ મૂકવાની જરૂર લાગી. એમાં આ ‘મેગા પિકસલ રેસ’ શરૂ થઇ !

વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને પ્રતાપે આજે લગભગ દરેક ક્ષેત્રે નવી નવી દિશાઓ ઊઘડતી જાય છે. સદીઓ સુધી અનુત્તર રહેલા અનેક પ્રશ્નોએ માનવમનમાં એવું જાળું ગૂંથેલું, કે માણસજાત અનેક પ્રકારના ભ્રમની બંદી બની રહી. પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પ્રકાશ જેમ જેમ નવી ક્ષિતિજો સર કરતો ગયો તેમ તેમ સદીઓથી જામી પડેલા ભ્રમ ઓગળતા ગયા અને જ્ઞાનનો પ્રકાશ ફેલાતો ગયો.વિજ્ઞાનનું મૂળભૂત કામ જ એ છે, ભ્રમ દૂર કરવાનું! જો કે કેટલીક વાર એવી ડ્રામેટિક આયરની પણ સર્જાય છે, જ્યારે ખુદ વિજ્ઞાન કે ટેક્નોલોજીને લગતી બાબતોમાં જ અનેક પ્રકારના ભ્રમ ફેલાયેલા જોવા મળે! ચાલો આજે એવા જ કેટલાક ભ્રમ ઓગાળીએ. બહુ મોટી કે ગંભીર બાબતોમાં મગજનું દહીં કરવાને બદલે આપણી આસપાસની સિમ્પલ ઘરગથ્થુ બાબતો પાછળનું ‘ટેક્નોલોજીકલ મિથ’ ભાંગીએ.

• ભ્રમ : ઓવરચાર્જિંગથી બેટરી ડેમેજ થાય છે. સાચું પૂછો તો મુદ્દો ‘ભૂત છે કે નથી’ જેવો છે. વિજ્ઞાનમાં માનનારા ભૂતને નથી માનતા. તેમ છતાં તેઓ કોઈ દૂરના વેરાન સ્થળે અડધી રાત્રે એકલા આંટો મારવા જવાનું સાહસ ખેડવા ભાગ્યે જ તૈયાર થાય છે. બેટરી ચાર્જિંગનું પણ એવું જ છે. જે લોકો જાણે છે કે ઓવર ચાર્જિંગથી બેટરી ડેમેજ નથી થતી, તેઓ પણ આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકવાનું જોખમ લેતા નથી! હકીકત એવી છે કે અત્યારના ફોન્સ ખરા અર્થમાં ‘સ્માર્ટ’ છે, જે પોતાની મેળે જ બેટરીને ઓવરચાર્જ થતી અટકાવે છે. પહેલાની વાત ઓર હતી જ્યારે ફોનમાં વપરાતી નિકલ-આયન બેટરીના લાઈફ સ્પાન પર ઓવરચાર્જિંગની અવળી અસર થતી હતી. તો પછી એકાદ વર્ષમાં જ બેટરીની કાર્યક્ષમતા કેમ ઘટી જાય છે? વાત એમ છે કે અત્યારે વપરાતી બેટરીની કાર્યક્ષમતા 400થી 500 ચાર્જિંગ સાઈકલ સુધી ટકી રહે છે. પછી ઓછી થવા જ માંડે છે. મોટા ભાગના લોકો બે-અઢી વર્ષે ફોન બદલી નાખતા હોય ત્યાં પાંચ વર્ષ ચાલે એવી ‘ખડતલ’ બેટરી બનાવીને કંપની નુકસાન શું કામ વેઠે! હા, જો તમે બેટરીની કાર્યક્ષમતા લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ તો બેટરી 40 ટકાથી નીચે જાય એ પહેલા જ ચાર્જિંગ કરી લેવું જોઈએ.

• ભ્રમ : સારા મેગા પિક્સલનો કેમેરા વધુ સારો ફોટો કેપ્ચર કરે છે. આવી માન્યતા ખોટી છે. 80 ટકાથી વધુ લોકો માને છે કે વધારે મેગા પિકસલ એટલે બેટર ક્વોલિટી! પણ ખરું પૂછો તો આ એક માર્કેટિંગ ફંડા માત્ર છે. શરૂઆતના વર્ષોમાં કેમેરાના નવા નવા વર્ઝન્સ-મોડેલ્સ આવતા ગયા તેમ તેમ સામાન્ય લોકોને આકર્ષવા માટે કંપનીઝને કોઈક ‘લાલચ’ મુકવાની જરૂર લાગી. એમાંને એમાં આ ‘મેગા પિકસલ રેસ’ શરુ થઇ ગઈ! વાસ્તવિકતા એવી છે કે કેમેરામાં પિક્સલની સંખ્યા વધારે હોય એ જરૂરી નથી, પણ પિકસલની ક્વોલિટી સારી હોવી જોઈએ. જેમ પિકસલની ક્વોલિટી સારી, એમ પ્રકાશ સારી રીતે કેમેરાના લેન્સ સુધી પહોંચી શકે.

• ભ્રમ : મેક કોમ્પ્યુટર્સમાં વાઈરસ નથી આવતા જી હાં, દિલ ઠામ કે બૈઠીએ, જો તમે અધધ ખર્ચો કરીને મેક પ્રોડકટ લીધી હોય, અને એ પછી પોરસાતા હોવ તો જાણી લો કે વાઈરસ અહીં પણ આવી શકે છે! એક જમાનામાં માર્કેટનો 90 ટકા જેટલો મોટો હિસ્સો વિન્ડોઝ યુઝર હતો. એટલે સ્વાભાવિક રીતે જ હેકર્સ પણ બાકીના 10 ટકાને છોડીને આ મોટા ‘ટાર્ગેટ ઓડિયન્સ’ પર જ ફોક્સ રાખતા હતા. પણ હાલમાં એપલનો માર્કેટ શેર વધીને 13 ટકા સુધી પહોંચ્યો છે. માટે હવે માલવેર ડેવલપર્સને પણ આ ‘નવા ઓડિયન્સ’માં રસ પડ્યો છે. હા, ન્યાય ખાતર કહેવું પડે કે એપલ પાસે કેટલાક સ્પેશિયલ બિલ્ટ-ઇન સેફ્ટી ફીચર્સ છે, જે વિન્ડોઝ પાસે નથી હોતા. તેમ છતાંય મેક સિસ્ટમ સંપૂર્ણ વાઈરસ પ્રૂફ તો નથી જ!

• ભ્રમ : કોમ્પ્યુટર શટ ડાઉનથી પાવર બચે છે આપણે બધા સાંજને છેડે કામ પૂરું થાય પછી કોમ્પ્યુટર શટ ડાઉન કરી દઈએ છીએ, અને બીજા દિવસે કામ પર ચડતી વખતે ફરીથી રી-સ્ટાર્ટ કરીએ છીએ. એ પાછળનો હેતુ મશીનને ‘આરામ’ આપવાનો અને વીજળી બચાવવાનો હોય છે. પરંતુ અદ્યતન ટેકનોલોજીના કોમ્પ્યુટર્સમાં આવું કરવાની જરૂર નથી. અઠવાડિયે એક જ દિવસ શટ ડાઉન કરો, અને બાકીના દિવસે કામ પત્યા બાદ આધુનિક કોમ્પ્યુટરને ‘સ્લીપ મોડ’ પર મૂકી દો, તો પણ સમયનો બચાવ થાય છે. ઉપરાંત રોજેરોજ ‘રીસ્ટાર્ટ’ પાછળ સમય બગાડવો નથી પડતો. jwalantmax@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો