તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:‘ભગવદ્ ગીતા’ ઉપરાંત અનેક પ્રકારની ગીતા

19 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
 • કૉપી લિંક
 • ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકોમાં 9411 શબ્દો છે, 24447 અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ : 28 વખત, અર્જુન ઉવાચ : 21 વખત આવે છે
 • ગણેશ ગીતા એ ગણેશ પુરાણના ક્રીડા ખંડનો એક ભાગ છે. આ ગીતામાં ગણેશ ગજાનનનું રૂપ લઇ વરેણ્ય રાજાને જીવનનું સત્ય સમજાવે છે

શ્રીમદ્્ ભગવદ્્ ગીતાનો અર્થ છે ભગવાનનું ગીત. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલો આ ઉપદેશ ‘ગીતા’ના નામે જાણીતો છે. ગીતાની રચનાનો સમયકાળ આશરે ઈ.સ. પૂર્વે 3000 માનવામાં આવે છે. મહાભારતના કુલ 18 પર્વ છે, જેમાં છઠ્ઠું પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર 25થી 42ના કુલ આઠ અધ્યાય એટલે જ ગીતા. વેદવ્યાસે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૂપાંતર કરી ગીતા લખી. ગીતા માત્ર ચાર વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્ય દૃષ્ટિ આપી હતી તો વિરાટરૂપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બંને બાજુ સારથિ બંને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ! ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકોમાં 9411 શબ્દો છે, 24447 અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ : 28 વખત, અર્જુન ઉવાચ : 21 વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ એક વખત એમ કુલ મળી 59 વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ : 9 વખત આવે છે. ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ 18 યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે, જેમ કે ‘ભક્તિ યોગ’, ‘કર્મ યોગ’, ‘સાંખ્ય યોગ’. આ ઉપરાંત ‘અભ્યાસ યોગ’, ‘ધ્યાન યોગ’, ‘બ્રહ્મ યોગ’ જેવા કુલ 30 યોગો ગીતામાં છે. ગીતામાં ‘યોગ’ શબ્દ 99 વખત આવે છે. લોકો ઘણી વાર ભગવદ્્્ગીતા, ગીતગોવિંદ અને ભાગવતમાં કન્ફયુઝ થઇ જાય છે. ભગવદ્્ ગીતા મહાભારતનો છઠ્ઠો અધ્યાય ‘ભીષ્મ પર્વ’નો ભાગ છે. ગીતગોવિંદ એ 12મી સદીમાં જયદેવ દ્વારા કૃષ્ણ અને રાધા વચ્ચેના પ્રેમસંબંધ પર લખાયેલી એક કવિતા છે. ભાગવત અથવા ભાગવત પુરાણ એ વિષ્ણુ અને ખાસ કરીને કૃષ્ણની કથા છે, જે 9મીથી 13મી સદીની વચ્ચે લખાઈ હતી. આમ, ભગવદ્્ગીતા એ ગીતગોવિંદ અને ભાગવત બંને કરતાં આશરે 1000 કે 1200 વર્ષ પહેલાં લખાઈ હતી. ગીતા શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ભગવદ્્્ગીતાના સંદર્ભમાં થાય છે, પરંતુ ભારતીય સાહિત્યમાં ઘણી ‘ગીતા’ છે. તેમાંથી કેટલીક નીચે મુજબ છે : અનુ ગીતા : આ શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ છે. તેઓ આ ઉપદેશ કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયાં પછી આપે છે. ઉદ્ધવ ગીતા : તેને હંસ ગીતા પણ કહેવામાં આવે છે. ઉદ્ધવ ગીતા ભાગવત પુરાણનો એક ભાગ છે. આ ગીતામાં કૃષ્ણ પૃથ્વી છોડી, વૈકુંઠમાં જતા પહેલા પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત કરેલી વિદ્યા તેમના સાથી ઉદ્ધવને આપે છે. ઉદ્ધવ ગીતામાં 1000 થી વધુ શ્લોકો (છંદો) છે. વ્યાધ ગીતા: આ મહાભારતનો એક ભાગ છે અને તેમાં ઋષિ માર્કન્ડેય, યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે. આની શરૂઆતમાં, એક ઘમંડી ઋષિ તેના ચિંતનને ભંગ કરનારા બે પક્ષીઓને બાળી નાખે છે. જ્યારે તેઓ ભિક્ષા માગવા જાય છે, ત્યારે ઘરના કામમાં વ્યસ્ત એક ગૃહિણી તેમને રાહ જોવા કહે છે. તેઓ તે ગૃહિણી ઉપર પણ ગુસ્સે પણ થાય છે, ત્યારે તે ગૃહિણી એમને એક વ્યાધ એટલે કે કસાઈને મળવાનું કહે છે. આ વ્યાધ ઋષિને ગીત ગાઈને સમજાવે છે કે ગૃહસ્થ બનવું, પોતાના કર્તવ્યનું પાલન કરવું, અન્યોની મદદ કરવી એ પણ એટલું જ અથવા તો એનાથી વધુ મહત્ત્વનું છે જેટલું કે દુનિયાનો ત્યાગ કરવો અને ફક્ત પોતાની સેવા કરવી. ગુરુ ગીતા: તે ઋષિ વ્યાસે લખેલા સ્કંદ પુરાણનો એક ભાગ છે. આમાં, ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલો સંવાદ છે. તેમાં ભગવાન શિવ ગુરુનો અર્થ સમજાવે છે. ગુરુ તે છે જે લોકોને તેમના આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે, જે અંધકારને દૂર કરી હૃદયના આંતરિક પ્રકાશને પ્રગટ કરે છે. ગણેશ ગીતા: તે ગણેશ પુરાણના ક્રીડા ખંડનો એક ભાગ છે. આ ગીતામાં ગણેશ ગજાનનનું રૂપ લઇ વરેણ્ય રાજાને જીવનનું સત્ય સમજાવે છે. અવધૂત ગીતા: આમાં, નાથ પરંપરાના પહેલા ગુરુ દત્તાત્રેય સત્યનું સ્વરૂપ ગાઈ ને સમજાવે છે. આ ગીતા 9 મી કે 10મી સદીમાં રચાઈ હતી. અષ્ટાવક્ર ગીતા: આમાં, મિથિલાના રાજા જનકે પૂછેલા પ્રશ્નોના જવાબમાં અષ્ટાવક્ર ઋષિ આત્માના મૂળ રૂપ વિશે વાત કરે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો