સરબજીત કે સેનએમએનસી ફંડ થીમેટિક કેટેગરીનું ફંડ છે. તેમાં રોકાણકારોના પૈસાને મલ્ટિનેશનલ કંપનીઓના શેર્સમાં રોકવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેનું રિટર્ન આકર્ષક રહ્યું નથી, પરંતુ લાંબી અવધિની સરેરાશ જોઇએ તો અલગ ચિત્ર જોવા મળે છે. 10 વર્ષમાં આ ફંડે નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને પાછળ છોડ્યું છે. આ દૃષ્ટિએ MNC ફંડ તે રોકાણકારો માટે શ્રેષ્ઠ છે જે લાંબા સમયગાળામાં બેન્ચમાર્કથી વધુ કમાણી ઇચ્છે છે. એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઇ, આદિત્ય બિરલા સન લાઇફ અને ICICI પ્રુડેન્શિયલ એમએનસી કેટેગરીમાં એક્ટિવ ફંડ ઓફર કરે છે. કોટક નિફ્ટી એમએનસી ઇન્ડેક્સ પર આધારિત ઇટીએફ ઓફર કરે છે. દેશની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એમએનસી ફંડ કેટેગરીમાં 12,315 કરોડ રૂપિયાની એસેટ મેનેજ કરે છે.
ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોMNC ફંડ 50%થી વધુ વિદેશી પ્રમોટરોનો હિસ્સો હોય તેવી કંપનીઓના શેર્સમાં રોકાણ કરે છે. આ કેટેગરીની સ્કીમ્સનો બેન્ચમાર્ક નિફ્ટી એમએનસી ઇન્ડેક્સ છે. તેમાં એમએનસીના 30 શેર્સ છે. તેનો બિઝનેસ એફએમસીજી, ઓટોમોબાઇલ, હેલ્થકેર, મેટલ, માઇનિંગ, આઇટી જેવા સેક્ટરોમાં છે.
ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટએમએનસી ફંડને ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ મનાય છે. તે સ્થાપિત ગ્લોબલ કંપનીઓમાં રોકાણ કરે છે. તે જાણીતી બ્રાન્ડ, ઓછું દેવંુ ધરાવતી તેમ જ પ્રતિકૂળ સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. એટલે જ આવા ફંડમાં વધુ સ્થિરતા દેખાય છે. માર્કેટમાં કડાકા છતાં કંપનીઓનું પ્રદર્શન સારું છે.
આ જ કારણથી શાનદાર રિટર્નની સંભાવનાભારત ગ્લોબલ કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. જે કંપનીઓ મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સિંગ માટે અત્યાર સુધી ચીન પર નિર્ભર હતી, તેઓએ ભારતમાં પ્લાન્ટ શિફ્ટ કર્યા છે. આ દૃષ્ટિએ MNC ફંડ લાંબી અવધિમાં સતત શાનદાર રિટર્ન આપવામાં સફળ થઇ શકે છે.
કોણે રોકાણ કરવું જોઇએ?જે લોકો 3-5 વર્ષ માટે ઇક્વિટી ફંડમાં રોકાણ ઇચ્છે છે, તેમના માટે MNC શ્રેષ્ઠ થીમેટિક ફંડ છે. આ તે રોકાણકારો માટે હિતાવહ છે, જે વધુ જોખમ લેવા માંગતા નથી. પરંતુ ઇક્વિટી પોર્ટફોલિયોમાં થીમેટિક ફંડનો હિસ્સો 20% સુધી સીમિત રાખો. MNC ફંડનો હિસ્સો પણ 10%થી વધુ ન હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.