બિંદિશા સારંગ - 60 વર્ષ અથવા ઉપરની ઉંમરના વ્યક્તિ સીનિયર અને 80 વર્ષથી ઉપરના લોકો સુપર સીનિયર કહેવાય છે. તેઓને અનેક પ્રકારની છૂટ અને ફાયદાઓ મળે છે. આ ટિપ્સ અપનાવીને વરિષ્ઠ નાગરિકો ટેક્સમાં છૂટ સહિતના ફાયદા મેળવી શકે છે.
CSSમાં એક સાથે રોકાણ ન કરો - જો સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)માં 15 લાખ (આગામી નાણા વર્ષથી 30 લાખ)ની મર્યાદા સુધી એકસાથે રોકાણ કરો છો તો માત્ર એક નાણાં વર્ષ દરમિયાન ટેક્સમાં બ્રેક મળશે. તબક્કાવાર રોકાણથી અનેક વર્ષો સુધી છૂટ મળશે. PMVVYમાં જલ્દી રોકાણ કરો - પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)માં વરિષ્ઠ નાગરિકોને 7.4% નક્કી વ્યાજ મળે છે. પરંતુ તેમાં આ વર્ષે 31 માર્ચ સુધી રોકાણ કરી શકાય. અન્ય રોકાણનો પણ લાભ લો - સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન જેવા અન્ય ટેક્સ સેવિંગ્સ વિકલ્પોનો ફાયદો ઉઠાવો. દરેક આવકના સ્રોતનો ખુલાસો કરો - ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે રેન્ટલ, વ્યાજ અને પેન્શન સહિત આવકના દરેક સ્રોતની માહિતી આપો. તેવું ન કરવા પર પેનલ્ટી અથવા તપાસનો સામનો કરવો પડશે. દરેક દસ્વાતેજો સંભાળીને રાખો - દર નાણાકીય વર્ષે ખર્ચ અને રોકાણના દરેક દસ્તાવેજો સંભાળીને રાખો. યોગ્ય ટેક્સ રિજીમ પસંદ કરો - નવી અને જૂની ટેક્સ સિસ્ટમના વિસ્તૃત મૂલ્યાંકન બાદ જે વ્યવસ્થામાં વધુ છૂટ અને ફાયદો મળતો હોય તેની પસંદગી કરો. જલ્દી ટેક્સ પ્લાનિંગ કરો: ટેક્સ પ્લાનિંગ માટે નાણાકીય વર્ષ ખતમ થવા સુધી રાહ ન જુઓ. સમય ઓછો હોય તો રોકાણનો યોગ્ય વિકલ્પ મળતો નથી. અનેકવાર અયોગ્ય નિર્ણય લેવાય છે. એટલે જ સમયસર ટેક્સ પ્લાનિંગ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.