સ્ટોરી પોઇન્ટ:વક્ત કરતા જો વફા....

એક મહિનો પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક
  • તેણે જ કહ્યું, ‘તમે કૈલાશની રાહ જુઓ છો ને? મને ખબર છે તમે કૈલાશની રાહ જોઈ રહ્યા છો. પણ એ આવી શકે એમ જ નથી. એ વાત કહેવા હું આવી છું’

અરે! સાગરિકા? વોટ અ સરપ્રાઈઝ. મારો નંબર ક્યાંથી મળ્યો? અને આટલાં વર્ષે અચાનક હું યાદ આવ્યો? તું કહે તો ખરી કે ક્યાંથી બોલે છે? કૈલાશ કિસ્મત મને પાછી આ આ જ શહેરમાં લઇ આવી છે. બે મહિના પહેલા એમની બદલી અહીં થઇ છે. મેં નક્કી કર્યું હતું કે તને જાણ થવા જ ન દેવી. પણ મન મળવો કરી ઉઠ્યું છે. આપણા વચ્ચે નક્કી થયું હતું કે જિંદગીમાં ક્યારેય ન મળવું. મેં શરતનો ભંગ કર્યો છે એ હું જાણું છું. પંદર વર્ષમાં ઉદયપુર બદલાયું નથી. મારી અંદરની સાગરિકા બદલી નથી, એ અહીં આવ્યા પછી ખબર પડી. કૈલાશ હું અતૃપ્ત નથી. મને કોઈ અભાવ પણ નથી. મારા પતિ બહુ સારા વ્યક્તિ છે. હું બધી રીતે સુખી છું. છતાં એમ થાય છે કે એકવાર તને મળી લઉ. બસ એકવાર સામે બેસીને વાતો કરવી છે. એ જ બગીચામાં, જ્યાં આપણે મળતા. મને શું ખટકે છે તે સમજાતું નથી. મેં એમને બદલી અટકાવી દેવા કહ્યું હતું, પણ શક્ય નહોતું. કૈલાશ સ્ત્રી એના પહેલા પ્રેમને, પહેલા પુરુષને ભૂલી શકતી નથી. તું જે સમજે તે, પણ બસ એકવાર મળ. તને છેલ્લીવાર મળીને નવેસરથી બધું ભૂલી જવું છે. બધું દફનાવી દેવું છે. બોલી લીધું? ઓકે ચાલ કાલે સાત વાગે ત્યાં જ મળશું જ્યાં પહેલા મળતા. ‘કૈલાશ તું આટલો જલદી માની જઈશ એવું ધાર્યું ન હતું. હું ત્યાં જ રાહ જોઈશ જ્યાં આપણે છુટા પડ્યા હતા’ તળાવનાં પાણી પર નમતા સૂરજનો તડકો રમવા લાગ્યો. સાગરિકાએ આમતેમ જોયું. મંદિર જતો રસ્તો, ફૂટપાથ, ઇમારતો, વૃક્ષો, ફેરિયા, બધું જ એજ હતું. રસ્તા પરથી યુવાન છોકરા-છોકરીઓ વાહનો પર સડસડાટ જતા હતા. સાગરિકાએ સાડીનો છેડો સરખો કર્યો અને બગીચાના પગ મૂક્યો. દૂર માળી લોન પર પાણી છાંટી રહ્યો હતો. કૈલાશે સાત વાગ્યાનું આવવાનું કહ્યું હતું. તેને યાદ આવ્યું કૈલાશ હમેશા મોડો પડતો. પોતે એને ધમકાવી નાખતી, ‘તને ખબર છે બગીચામાં કોઈ યુવાન છોકરી એકલી બેઠી હોય એને કેટલી આંખો જોતી હોય? તું સમય ક્યારે સાચવીશ? કૈલાશ સાંભળ્યા કરતો. છતાં પોતાનાથી જ સમય ન સચવાયો. બાપુજીની હાક અને ધાક સામે હારી જવાયું. છેલ્લે આ બગીચામાં જ મળ્યા હતા. સગાઈની વાત સાંભળી કૈલાશની આંખોમાં સન્નાટો છવાઈ ગયો હતો. છતાં તેણે કહેલું, ‘સાગરિકા તારી સાથે ભાગી જવાની મારામાં હિંમત છે. જે થશે તે જોયું જશે’ આંખમાંથી આંસુ સર્યાં. માથું હલાવી ના પાડી દીધેલી. ‘પણ કૈલાશ મારામાં હિમત નથી. મને માફ કર’ અને તે દિવસે છૂટા પડી ગયા. સાગરિકા! તેણે ચમકીને જોયું. પાછળ ઊભેલી સ્ત્રીના ચહેરા પર અસામાન્ય તેજ દેખાતું હતું. જાણે કોઈ જ ઉતાવળ ન હોય એમ પેલી સ્ત્રી પલાંઠીવાળીને તેની સામે બેસી ગઈ. તેના બિડાયેલા હોઠ રમતા પર સ્મિતમાં ગજબની મોહિની હતી. તેણે જ કહ્યું, ‘તમે કૈલાશની રાહ જુઓ છો ને?’ મને ખબર છે તમે કૈલાશની રાહ જોઈ રહ્યા છો. પણ એ આવી શકે એમ જ નથી. એ વાત કહેવા હું આવી છું’ સાગરિકાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ‘તમે, તમે કોણ છો?’ સાગરિકાની આંખોમાં ભય છવાયો. પેલી સ્ત્રીએ ઘૂંટણ પર કોણી ટેકવી સાગરિકા સામે થોડીવાર તાકી રહી. એને લાગ્યું કદાચ સાગરિકા ભયની મારી રડી પડશે. તેણે સાગરિકાના હાથ પર પોતાનો હાથ મૂકતા કહ્યું. ‘પ્લીઝ ઊભા થઈને ચાલ્યા ન જતા. હું કૈલાશની પત્ની મધુ. એણે જ મને મોકલી છે. બેન કૈલાશે મારાથી કશું જ છુપાવ્યું નથી. તે મને સાગરિકા જ કહે છે. ત્રણ વર્ષ પહેલા એક અકસ્માતમાં કૈલાશે જમણો પગ ગુમાવ્યો. ડાબા ઘૂંટણમાં પણ ઇજા થઇ છે. એ ક્યાંય જતો નથી. તમને આઘાત ન લાગે એટલા માટે જ કૈલાશ ન આવ્યો. એનું એટલે કે મધુ એડનું કામ હું સંભાળું છું, જ્યાંથી તને કૈલાશના નંબર મળ્યા છે.તમે કૈલાશને મળવા ન આવી શકો? સાગરિકાને થયું એ મધુને વળગીને રડી પડે. પણ હાથને જાણે લકવો લાગી ગયો હતો. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...