તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપસ કી બાત:‘… મૈંને દેખા એક ફરિશ્તા બાપ કી પરછાઇ મેં’

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકુમાર એક અત્યંત સામાન્ય માણસની માફક પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત પિતા અને પતિ હતા. પોતાના વતન કાશ્મીર પ્રત્યે ખૂબ પ્રેમ હતો

- રાજકુમાર કેસવાની

ઝડપથી વાહનવ્યવહાર પસાર થતા રસ્તા પર એટલી જ ઝડપથી જતા માણસે ક્યારેક કાંટાળા માર્ગે પણ ચાલવું પડતું હોય છે. આવા માર્ગ પરથી પસાર થવાનું મુખ્ય કારણ છે, પોતાનો ‘ઇગો’, પોતાના અહંકારને પોતે જ ભેગો કરીને તેને વધારે મોટો કરે. ‘કિંગસાઇઝ ઇગો’ ધરાવતા રાજકુમારને પણ આ કસોટીમાંથી પસાર થવું પડ્યું, પણ પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં, પણ માત્ર અને માત્ર પ્રેમ માટે. સંતાનો પ્રત્યેના પ્રેમ માટે.

વાત છે 1975ની. રાજકુમારના દીકરા પુરુને એની વય માત્ર પાંચ વર્ષની હતી ત્યારે રંગા-બિલ્લાએ કિડનેપ કર્યો હતો. તમે રંગા-બિલ્લાને તો ઓળખતાં જ હશો? એ જ જેમણે દિલ્હીના નિર્ભયા કાંડના ઘણા સમય પહેલાં 1978માં એક જઘન્ય અપરાધ કર્યો હતો. એમણે બે નિર્દોષ, પણ બહાદુર બાળકો – ગીતા ચોપરા અને એના નાના ભાઇ સંજયને દિલ્હીના ભરચક વિસ્તારમાંથી ધોળા દિવસે કિડનેપ કર્યાં અને બળાત્કાર પછી તેમની ક્રૂરતાથી હત્યા કરી હતી. જાન્યુઆરી 1982માં બંનેને હત્યારાઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા.

રાજકુમારનો પાંચ વર્ષનો આ દીકરો જ્યારે 23 વર્ષનો થયો, ત્યારે એણે ફરી એક વાર પિતાને કસોટીની એરણે ચડાવ્યા. 1993માં પુરુએ બાંદ્રાના એક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પોતાની કાર ચડાવી દીધી. તેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા અને બે જણા ઇજાગ્રસ્ત થયા. પુરુ એ વખતે દારૂના નશામાં ચકચૂર હતો. પુરુની ધરપકડ પણ થઇ. તેના પર કેસ પણ ચાલ્યો, પણ આખરે પિતાએ કોર્ટની બહારની સમાધાન કરીને દીકરાને છોડાવી લીધો.

એ દિવસોમાં રાજકુમાર પોતાની બીમારીની અસહ્ય વેદનાભર્યાં સમયમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દુર્ઘટનાના અઢી વર્ષ પછી તો એ પણ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા, પણ પુત્રને છોડાવ્યા પછી. એક શેર છે, ‘મુઝ કો છાંવ મેં રખા ઔર ખુદ વો જલતા હી રહા, મૈંને દેખા એક ફરિશ્તા બાપ કી પરછાઇં મેં’ માફ કરજો. વાત તો રાજકુમારના પરિવારની વાત કરવાનો હતો, પણ શરૂઆતમાં જ એક દીકરાની વાત પર અટકી ગયો. હવે વાત કરીશ, જ્યાંથી પરિવારની શરૂઆત થાય છે, ત્યાંથી.

કલાકારોનું અંગત જીવન દુનિયાની નજરથી મહામુશ્કેલીએ બચતું હોય છે, પણ રાજકુમારે એ કરી બતાવ્યું. એમણે પોતાના પરિવારની સુરક્ષા માટે ઘરના બારણા પર ‘બુરી નજરવાલે તેરા મુંહ કાલા’ જેવું લખાણ કે ઘોડાની નાળ ન લગાવતાં પોતાના ઘરને જ સિંહની ગુફા જેવું બનાવી દીધું. એક એવું સ્થળ જ્યાં પહોંચતાં પહેલાં જ આવનારની ગંધ સિંહ સુધી પહોંચી જાય અને આવનારના શ્વાસમાં હવાના સ્થાને ડર ભરી દેતી હતી. દુનિયાની દૃષ્ટિથી દૂર આ દુનિયામાં રાજકુમાર એક અત્યંત સામાન્ય માણસની માફક પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત પિતા અને પતિ હતા. બલુચિસ્તાનના લોરલાઇ કસબામાં જન્મેલા આ કાશ્મીરી પંડિતને પોતાના કાશ્મીર પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એ દર વર્ષે થોડા દિવસ કાશ્મીર ખાસ કરીને ગુલમર્ગ અને પહલગાંવમાં અવશ્ય વિતાવતા હતા. ઘોડેસવારી કરવી અને ગોલ્ફ રમવા, એમના પ્રિય શોખ હતા. એ અત્યંત મહાન નહોતા, પણ સારા ખેલાડી હતા. એમના શોખ અને પરિવાર અંગેની વધુ વાત હવે આવતા અંકમાં જણાવીશ, કેમ કે હવે મારી ગમતી જગ્યાની અહીં મર્યાદા આવે છે. તો આવતા અઠવાડિયે વાંચવા તૈયાર રહેજો, રાજકુમારના પરિવાર અંગેની વાત. જય-જય! (ક્રમશ:) ⬛

અન્ય સમાચારો પણ છે...