તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ સંહિતા:ફિલ્મનાં પાત્રો કેવી રીતે જોમભર્યું સેક્સ માણતા હશે?

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્યાં સુધી તમે સાથીને કહેશો નહીં ત્યાં સુધી તમને જે જોઈએ છે તે નહીં જ મળે

- ડૉ. પારસ શાહ

બેડરૂમમાં આછો પ્રકાશ રેલાયેલો છે, ધીમા અવાજે રોમેન્ટિક સંગીત વાગી રહ્યું છે, તમારા બંનેના વસ્ત્રો જમીન પર વિખરાયેલા છે. તમે એકબીજાને બાહુપાશમાં લઈને બેડ પર ઝુકાવો છો અને... બસ... લાગણીઓનો કોઈ વિસ્ફોટ નહીં કે નહીં પ્રબળ કામેચ્છા કે નહીં ઉત્કટ પરાકાષ્ટાનો અનુભવ. ટૂંકમાં કહીએ તો આ સાવ નીરસ સેક્સ ક્રિયા હતી. જોકે નીરસ સેક્સના આવા કપરા અનુભવમાંથી પસાર થનારા મોટા ભાગના લોકોને એ વાતનું આશ્ચર્ય થતું હશે કે પિક્ચરો કે રોમેન્ટિક નોવેલ્સના પાત્રો કેવી રીતે અત્યંત ઉત્કટતાથી જોમભર્યું સેક્સ માણી શક્તા હશે? જ્યારે આપણને તો સેક્સ માટેની ઈચ્છા પણ એટલી પ્રબળ થતી નથી.

ટીવી સિરિયલ્સ કે પિક્ચરો સેક્સ કેવું હોવું હોય તે અંગેનું એકતરફી અને પ્રમાણમાં ભ્રમિત કરનારું પાસુ દર્શાવે છે. જેમાં દરેક સેક્સની ક્રિયામાં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચતાં હોય તેમ દર્શાવાય છે. તમે સતત આ બધું જોઈને તમારા વાસ્તવિક જીવનને તેની સાથે સરખાવશો તો તમને એવું લાગ્યા કરશે કે મારામાં અથવા મારા જીવનસાથીમાં કોઈ ખામી છે. ટીવી કે પિક્ચરોમાં દર્શાવાતા સેક્સને વાસ્તવિક જીવન સાથે ક્યારેય સરખાવી શકાય નહીં. સારું સેક્સ એટલે માત્ર પરાકાષ્ઠા એવું નથી, સારું સેક્સ એ બંને પાત્રો વચ્ચેની ઉત્કટ લાગણીઓના આદાન-પ્રદાનનું માધ્યમ છે. બંને પાત્રો એકબીજાની નિકટતામાં પ્રેમની હૂંફ મેળવે તે મહત્વનું છે. તમારી સેક્સ લાઈફ ગમે તેવી નીરસ કેમ ન હોય તેમાં સુધારો થઈ શકે છે. આ માટે તમારે શું જોઈએ છે તે વિશે વિચારો અને તમારા સાથીને તે વિશે જણાવો.

સેક્સના આનંદ માટે તમારે જોઈતી વસ્તુ મેળવવા : તમને ફોર-પ્લેમાં વધારે રસ છે. જ્યારે તમારા સાથીને ઈચ્છા થાય તેની સાથે તરત જ સેક્સ માણવામાં રસ છે. તમને લાંબા તસતસતા ચુંબનોમાં, જ્યારે તમારા સાથીને શુષ્ક ચુંબનમાં રસ છે. સાથીને દિવસમાં બે વાર સેક્સ માણવું હોય છે, જ્યારે તમે અઠવાડિયામાં ત્રણથી વધુ વખત સેક્સ માણવા નથી માગતા. સેક્સમાં સંબંધોની હકારાત્મક ઉર્જા, આતુરતા અને ઉન્માદ હોય છે. સેક્સ અંગે વાત કરવાની આવે ત્યારે લોકો વધુ પડતું સાવધાનીભર્યું વલણ અપનાવે છે. તેમને સાથીની લાગણીને ઠેસ પહોંચવાની બીક રહે છે. જ્યાં સુધી તમે સાથીને કહેશો નહીં ત્યાં સુધી તમને જે જોઈએ છે તે નહીં જ મળે.

જ્યારે કોઈ ઉપાય કામમાં ના આવે ત્યારે : બંને સાથે મળીને નવા પ્રયોગો કરો. સેક્સના સૂચનો અને નિષ્ણાતોની સલાહને અનુસરવાનો પ્રયાસ કરો. રોમેન્ટિક ચિત્રોવાળા પુસ્તકો સાથે બેસીને વાંચો અથવા સેક્સની સમજ આપતા વીડિયો સાથે બેસીને માણો. કેટલીક વાર ઝડપથી વીર્યસ્ખલન થઈ જવા જેવી શારીરિક સમસ્યાઓ પણ હોય છે કે નોકરીનો તણાવ સેક્સ લાઈફ પર અસર કરતો હોય તેવું પણ બને. આવા કિસ્સાઓમાં સેક્સોલોજિસ્ટની સલાહ લેવી, જે તમને સમસ્યાના ઉદ્્ભવ અને ઉકેલ વિશે વિસ્તારપૂર્વક સમજ આપશે. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો