તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્ન વિશેષ:ભગવાન માટે કેવી તાલાવેલી હોવી જોઈએ ?

2 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
 • કૉપી લિંક
 • એના અસ્તિત્વને સમજીને એના કાર્ય કરો તો તમે એની ઓથ, હૂંફ, બળ વગેરે સમજી શકશો

પૂજ્ય શ્રીમોટાનાં વ્યક્તિત્વથી અને અદ્્ભુત કર્તૃત્વથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. જાણ્યા પછી પણ આપણું વિસ્મય ન સંતોષાય તેવું એ વિભૂતિવ્યક્તિત્વ. તેમનાં જીવન-કવનને જાણવા તો ખૂબ નજદીક જવું પડે. પરંતુ તેઓની દૈહિક વિદાય પછી પણ શ્રીમોટાનાં નામથી છે’ક છેવાડાના લોકો માટે જે કામ થાય છે તે જ આશ્ચર્ય સદા જીવંત રાખે તેવું છે. થોડી વાર કલ્પી લઈએ કે આપણે શ્રીમોટા સાથે બેઠા છીએ ને તેઓ સદાબહાર અદામાં આપણી સાથે વાતો કરે છે. ‘હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.’

ડાકોરમાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ નામે એક ભક્ત રહેતા હતા. તેમણે આ પંક્તિઓ રચી છે. એ ભક્ત પાસે બહુ થોડી મૂડી હતી. એક શેઠને ત્યાં વ્યાજે મૂકેલી, પણ શેઠે દેવાળું કાઢ્યું. બધી રકમ ચાલી ગઈ ત્યારે એમણે આ પંક્તિઓ લખેલી. આવી ખરેખર કટોકટીની વેળા આવે ત્યારે આવી કડી બોલાય તો તે સાચું. બાકી, તે વખતે જો ધ્રાસકો પડયો કે પડે તો તે દંભ. આપણે બધાં બોલીએ છીએ ખરા પણ ભગવાનનો એવો ભરોસો આપણને હોતો નથી. ભગવાન છે પણ આપણને એનો અનુભવ નથી અને એની શક્તિનો વિશ્વાસ નથી. એટલે આ બધી આપણા માટે ઉપલકિયાં વાતો છે. આમ તો સમાજમાં બધો મિથ્યાચાર પોષાય છે. અમારા જેવા મહાત્માઓને સમાજ પર નભવું છે. એટલે સમાજને થાબડ્યા કરે છે અને સાચી વાત કરતા નથી. ધંધો સાધુનો - વેશ બહુરૂપીનો - પણ જે વેશ ભજવવો જોઈએ તે ભજવતા નથી. એટલે અમે તો સમાજના અને ભગવાનના એક નંબરના દુશ્મન છીએ.

કોઈ પરોપકારનાં કામ કરીએ કે એકબીજા માટે ઘસાવાનું કંઈક કરીએ તો ‘ભગવાન’, ‘ભગવાન’ બોલેલું કામનું. એટલે સમાજમાં જે ભગવાન વિશેની માન્યતા છે તે ઉપરછલ્લી છે. તે ખપમાં ન લાગે. જેમ બેંકમાં પાંચ હજાર રૂપિયા હોય તો ખપ પડે ત્યારે વટાવાય તેમ ભગવાન એક જબરદસ્ત મોટી મૂડી છે. તેના ઉપરની હૂંડી ગમે ત્યારે સ્વીકારાય. તો તમે એના અસ્તિત્વને સમજીને એનાં કાર્ય કરો તો તમે એની ઓથ, હૂંફ, બળ વગેરે સમજી શકશો. એ સિવાય પત્તો ન ખાય. ઊલટા ઉઘાડા પડી જશો, પણ જો એનું કામ કરશો તો જ એને રાજી રાખી શકશો. ઘણાં કહે છે કે અમે નાહી-ધોઈને રોજ માળા કરીએ છીએ, પણ પાંચ કે અગિયાર માળા ફેરવવાથી કંઈ ન થાય. એ વાત ખોટી છે. એ તો ભ્રમણા છે. એ માળા ખપમાં ન લાગે. આ બધું બ્રહ્મ છે એમ આપણે કહીએ છીએ તો પછી બધાં પ્રત્યે પૂર્વગ્રહ વગેરે તો હોય છે? જો બધું બ્રહ્મ હોય તો બધાંના સદ્્્ગુણ જ દેખાય. ખાલી જપ લખવા ખોટું નથી, પણ આ રાગદ્વેષ, અહમ વગેરે મોળા પાડો. તેમ કરવાથી ભગવાનનાં નામનો ઉઠાવ આવશે અને તો જ એનો લાભ મળશે.

ભગવાન માટે એટલી બધી ધગશ ને તાલાવેલી અંદરથી જાગવી જોઈએ. પેલો એક છોકરો રડતો રડતો જતો હતો. એની મા ખોવાઈ ગયેલી. એટલે કે એની મા રિસાઈને ઘરમાંથી નીકળી ગઈ હશે. તે વખતે જહાંગીરપુરા ગામમાંથી અહીં આવવાનો રસ્તો આમથી હતો. હવે તો બધું બદલાઈ ગયું છે. અહીં એનો દરવાજો હતો. તે છોકરો પેલી બાજુથી રડતો રડતો આવ્યો કે, ‘ઓ મા, ઓ મા, ઓ મા! મારી મા ક્યાં ગઈ? ઓ મા!’ હૈયાફાટ રડે ને અહીં આ ઝાંપલી ઉઘાડીને જાય દોડતો નદી તરફ. જો આની મા ખોવાઈ ગઈ છે. કેટલું બધું રડે છે હૈયાફાટ. માને માટે કેટલી બધી એને તાલાવેલી છે. ભગવાનને માટે એવું થવું જોઈએ. આપણને એવી તાલાવેલી જાગવી જોઈએ. એ જાગે તો સાચું, બાકી બધું નકામું.’ 78 વર્ષના જીવનમાં 78 ભવનું ભાથું બાંધી ગયા શ્રીમોટા ! bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો