તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માયથોલોજી:રત્નાકરમાં પરિવર્તન કઇ રીતે આવ્યું?

21 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક
  • રત્નાકરમાં આવેલા આ પરિવર્તનની વાત સ્કંદ પુરાણની સાથોસાથ અનેક ક્ષેત્રીય અને લોક રામાયણોમાં સાંભળવા મળે છે. આનો હેતુ એ દર્શાવવાનો હતો કે ભક્તિયુગમાં વૈદિક જ્ઞાનથી કઇ રીતે વ્યક્તિને લાભ થતો હતો

વાલ્મીકિ ઋષિને આદિકવિ એટલે કે પ્રથમ કવિ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે પ્રથમ મહાકાવ્ય રામાયણની રચના કરી, જે રામના જીવન પર આધારિત હતું. વનવાસમાંથી પાછાં ફર્યાં બાદ અયોધ્યાની પ્રજામાં ચાલતી ચણભણને કારણે સીતાના ચરિત્ર પર સવાલ ઊભા કરવામાં આવ્યા. અપમાનથી બચવા રામે સીતાને વનમાં મોકલી દીધા. વનમાં વાલ્મીકિના આશ્રમની એક કુટિરમાં સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો. રામાયણના છેલ્લા અધ્યાય, ઉત્તરકાંડમાં વાલ્મીકિએ રામની વાત તેમના પુત્રોને જણાવી. તે પછી એ જ અધ્યાયમાં વાલ્મીકિએ રામ સાથે ચર્ચાવિચારણા અને વાતચીત કરી સીતાની પવિત્રતાની સાક્ષી પૂરી. જે વૈદિક સંસ્કૃતિમાં આ મહાકાવ્ય રચવામાં આવ્યું તેના પરથી ખ્યાલ આવે છે કે તેની રચના 2000 વર્ષ પહેલાં થઇ હશે અને તેમાં 3000 વર્ષો પહેલાંની કે કદાચ તેનાથી પણ પહેલાં બનેલી ઘટનાઓનું વર્ણન છે. આ મહાન કવિ-ઋષિ વાલ્મીકિ અંગે વધારે કંઇ નથી જાણતા, પણ લગભગ પાંચસો વર્ષ પહેલાં તેમના વિશે નવી નવી વાતો જાણવા મળી. તેમાં રત્નાકર નામના માણસની વાત કરવામાં આવી છે, જે ગરીબીને કારણે લાચારીવશ ચોર બને છે. એને સપ્તર્ષિ એટલે કે સાત ખગોળશાસ્ત્રી ઋષિઓ અથવા નારદ તેનું વર્તન બદલવા માટે સમજાવે છે. રત્નાકર સમજી જાય છે કે એના અપરાધ માટે અપરાધથી લાભ મેળવનાર લોકો નહીં, પણ એ પોતે જ એકલો જવાબદાર હશે. ઋષિ એને રામની વાત જણાવે છે, જેણે શિવ અને શક્તિની વાત જણાવી હતી અને જે કાકભુશંડી નામના કાગડાએ છાનામાનાં સાંભળી હતી, એક એવી વાત જે અનંતકાળ સુધી લોકોને પ્રેરણા પ્રદાન કરતી આવી છે. એ વાતોથી પ્રભાવિત થઇને રત્નાકર રામનો ભક્ત બનવા ઇચ્છે છે. તે માટે ઋષિ એને રામના નામના જાપ કરવાનું કહે છે. જોકે રત્નાકરના મનમાં એટલા ક્રોધ અને વેદના છે કે એ રામના નામનો ઉચ્ચાર નથી કરી શકતો. આથી ઋષિ એને ‘મરા’ શબ્દનું સતત ઉચ્ચારણ કરવાનું કહે છે, જે ઇચ્છાના રાજા દાનવ અને બોલચાલની ભાષામાં ‘મૃત્યુ’ના શબ્દ બંને માટે એક શ્લેષ છે. રત્નાકર ‘મરા, મરા’નો જાપ કરે છે, જે અંતે ફેરવાઇને ‘રામ’ બની જાય છે. એ એટલો શાંતિપૂર્વક બેસીને એટલા સમય સુધી જાપ કરે છે કે એની ચોતરફ ઊધઇ (વાલ્મીક)ના દર બની જાય છે, તેથી જ્યારે એ તેમાંથી બહાર નીકળે છે, ત્યારે બધાં એને વાલ્મીકિ કહે છે. રત્નાકરમાં આવેલા આ પરિવર્તનની વાત સ્કંદ પુરાણની સાથોસાથ અનેક ક્ષેત્રીય અને લોક રામાયણોમાં સાંભળવા મળે છે. આ વાતે વાલ્મીકિ પર પ્રખ્યાત અમર ચિત્રકથા કોમિક્સ અને ઉપનિષદ ગંગા સહિત અનેક લોકપ્રિય આધુનિક નાટકોને પ્રેરણા પ્રદાન કરી છે. આ વાતનો હેતુ એ દર્શાવવાનો હતો કે ભક્તિયુગમાં વૈદિક જ્ઞાનથી કઇ રીતે વ્યક્તિને લાભ થતો હતો, કઇ રીતે એક અઠંગ લૂંટારો પણ ઋષિ બની શકતો હતો. આપણે એક રાજનીતિની વાત કરીએ છીએ કે વાલ્મીકિઓની? આપણે એક વાલ્મીકિની વાત કરીએ છીએ કે બે વાલ્મીકિઓની? સીતાને પોતાના આશ્રમમાં આશ્રય આપનાર કવિ-ઋષિ અને ઋષિઓ દ્વારા રામ-નામનો જાપ કરનાર ચોરમાંથી ઋષિ બનેલ એક જ છે? આ બે વાર્તાઓ હિંદુ ધર્મના અલગ અલગ સમયગાળાની છે. પ્રથમ બૌદ્ધ ધર્મ પછી મહાકાવ્યોના સમયગાળાની અને બીજી ભક્તિયુગના સમયગાળાની. બંને વચ્ચે 1500 વર્ષનો તફાવત છે. એ કદાચ બે અલગ વ્યક્તિઓનો સંદર્ભ આપે છે. ઘણા લોકો માને છે કે બંને એક જ છે. અન્ય લોકો ખાસ કરીને જેઓ ઋષિ વાલ્મીકિને પોતાના સંરક્ષક સંત માને છે, તેઓ એ વાતનો આગ્રહ રાખે છે કે બંને વાર્તાઓ અલગ છે. કવિ-ઋષિ વાલ્મીકિને સુધારવામાં આવેલ ચોર કહેવાનું તેઓ અપમાનજનક માને છે. વાસ્તવિકતા શું છે? વિવિધ વાર્તાઓથી ભરેલી આ દુનિયામાં આપણે વાલ્મીકિ ઋષિના ભક્તોના વિચારોનું માન રાખવું જોઇશે. આપણે એક સત્ય (‘મારી વાસ્તવિકતા જ સાચી છે’)ની શોધવાની પ્રવૃત્તિથી બચવું પડશે. ખાસ કરીને વિશ્વાસની બાબતોમાં જે કોઇ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. આખરે તો હિંદુ ધર્મ અનેક હકીકતો માટે સન્માન પર જ તો આધારિત છે! ⬛

અન્ય સમાચારો પણ છે...