તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપસ કી બાત:એ પોતાના ડાયલોગ પોતે જ લખી લાવતા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલ્પના કરો અને વિચારો કે તેમના યાદગાર ડાયલોગ અન્ય કોઇ પણ અભિનેતાના મોંએથી કેવો લાગત?

- રાજકુમાર કેસવાની

પૈસાની બાબતમાં રાજકુમારની ફિલોસોફી વિશે તો તમે ગયા સપ્તાહે વાંચ્યું. આજે હવે રાજકુમારની વીસ હજાર ફીટની ફિલ્મમાં માત્ર ચાર હજાર ફીટની વાત વિશે વાત કરીએ. સાચી વાત તો એ છે કે કોઇ પણ ફિલ્મમાં રાજકુમાર ચાર હજારની વાત તો ઠીક, હજાર ફીટમાં પણ જોવા ન મળ્યા હોય અને છતાં વીસ હજાર ફીટમાં એ છવાઇ ગયા હોય. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ ‘પાકિઝા’ની. આ ફિલ્મ સંપૂર્ણપણે મીનાકુમારીની હતી એમ કહીએ તો ખોટું નથી. રાજકુમાર સામે મીનાકુમારી ઉપરાંત અશોકકુમાર જેવા મહાન અભિનેતા પણ આ ફિલ્મમાં છે. રાજકુમારના ભાગે ગણતરીના પાંચ-સાત સીન આવ્યા હોવા છતાં આજેય તમે સૌ ફિલ્મના સંગીત અને રાજકુમારનો પેલો ડાયલોગ બોલતા હશો: ‘આપકે પાંવ દેખે. બહુત હસીન હૈ, ઇન્હેં જમીન પર મત ઉતારિયેગા… મૈલે હો જાયેંગે.’ આ પળની કલ્પના કરો અને વિચારો કે આ ડાયલોગ અન્ય કોઇ પણ અભિનેતાના મોંએથી કેવો લાગત? એની અસર આજે પણ જેટલી છે, એટલી થાત ખરી? અરે! માત્ર આ એક જ ડાયલોગ શું કામ, રાજકુમારના કોઇ પણ યાદગાર ડાયલોગ માટે આવો પ્રયત્ન કરી જુઓ.

ફિલ્મ ‘સૌદાગર’માં પણ એમનો યાદગાર ડાયલોગ ‘દુનિયા જાનતી હૈ, રાજેશ્વર સિંહ જબ દોસ્તી નિભાતા હૈ તો અફસાને બન જાતે હૈ, મગર જબ દુશ્મની કરતા હૈ તો ઇતિહાસ લિખે જાતે હૈ.’ અથવા તો ‘હમ તુમ્હેં મારેંગે ઔર જરૂર મારેંગે, પર વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’ અને ‘કાશ કિ તુમને હમેં આવાઝ દી હોતી તો હમ મૌત કી નીંદ સે ભી ઉઠકર ચલે આતે.’ ફિલ્મ ‘તિરંગા’માં ‘ન તલવાર કી ધાર સે, ન ગોલિયોં કી બૌછાર સે, બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગાર સે.’ ‘માધુરી’ ફિલ્મ મેગેઝિનના એડિટર રહી ચૂકેલા હરીશ તિવારીના કહેવા અનુસાર, ‘….એ પોતાના ડાયલોગ પોતે જ લખી લાવતા હતા.’ રાજકુમારને મન મીનાકુમારી અને અશોકકુમાર અવ્વલ શ્રેણીના અદાકાર હતાં. તેમણે એમની સાથે અનેક ફિલ્મોમાં અભિનય પણ કર્યો. મીનાકુમારી સાથે, ‘દિલ એક મંદિર’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઇ’, ‘કાજલ’ અને ‘પાકિઝા’. અશોકકુમાર સાથેની એક ફિલ્મ છે, જે આજે પણ યાદગાર છે. વર્ષ 1965ની ફિલ્મ ‘ઊંચે લોગ’. એક અંધ નિવૃત્ત મેજર ચંદ્રકાંતની ભૂમિકામાં અશોકકુમારના બે પુત્ર – ઇન્સ્પેક્ટર શ્રીકાંત (રાજકુમાર) અને રજનીકાંત (ફિરોઝ ખાન). આ પડકારભર્યા બે પાત્રો વચ્ચે ફિરોઝની નોંધ લેવાય એવો તો પ્રશ્ન જ નથી રહેતો. આ ફિલ્મ અંગે લખવા માટે આખા લેખની જગ્યા જોઇએ, પણ ફરી ક્યારેક વાત. અત્યારે તો આ ફિલ્મ માટે મજરુહ સુલતાનપુરી અને ચિત્રગુપ્તે મળીને બનાવેલા મધુર ગીતો યાદ કર્યાં વિના રહેવાય નહીં. ‘હાય રે તેરે ચંચલ નૈનવા, કુછ બાત કરેં, રુક જાએ…’, ‘જાગ દિલ-એ-દીવાના…’, ‘આ જા રે મેરે પ્યાર કે રાહી…’

જોકે એવું પણ નથી કે રાજકુમારની તમામ ફિલ્મો સારી કે હિટ જ રહી. એમની ઉત્કૃષ્ટ ફિલ્મોની યાદીમાં ‘ગોદાન’, ‘હીરરાંઝા’, ‘પ્યાર કા બંધન’, ‘ફૂલ બને અંગારે’ અને બીજી ફિલ્મોની વાત કરીએ તો માત્ર 1989માં આવેલી ત્રણ ફિલ્મો – ‘દેશ કે દુશ્મન’, ‘જંગબાઝ’ અને ‘ગલિયોં કા બાદશાહ’ રાજકુમારની ફ્લોપ ફિલ્મોમાંની હતી. એમની ફિલ્મો વિશે તો ઘણી વાતો કરી, પણ એમની ‘વિગ’ની વાત તો કરવાની જ રહી ગઇ… કંઇ વાંધો નહીં. એ અંગે આવતા સપ્તાહે જરૂર જણાવીશ. અત્યારે તો… જય જય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો