તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન ડાયરી:ઉર્દૂ સાહિત્યના ઉત્તમ સર્જક હસન મંજર

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવ સામાન્ય દેખાવના હસન મંજરે જે લખ્યું છે અને અનુવાદ કર્યાં છે તે કાબિલે-તારીફ છે

- ઝાહિદા હિના

તાજેતરમાં, કરાચીના ઉર્દૂ બાગમાં હિન્દુસ્તાની નવલકથાકાર મુંશી પ્રેમચંદના બે પુસ્તકોનું અનાવરણ કરાયું હતું. આપણે હસન મંજર સાહેબના આભારી છીએ કે જેમણે હિંદીની બે મહત્વપૂર્ણ કૃતિઓને ઉર્દૂમાં અનુવાદિત કરીને સંગ્રહમાં ઉમેરો કર્યો. આ બે પુસ્તકો છે : મુંશી પ્રેમચંદનાં પત્ની શિવરાણી દેવી દ્વારા લખેલી ‘પ્રેમચંદ ઘર મેં’ અને પ્રેમચંદ દ્વારા લખેલી અધૂરી નવલકથા ‘મંગલસૂત્ર’. આમ તો હસન મંજર એક સામાન્ય માણસ છે. જો લોકોની વચ્ચે બેઠા હોય, તો કોઈ તેમની તરફ ધ્યાન પણ ન આપે. તેમણે પોતાની દૃષ્ટિ ધૂંધળી થઇ ગઇ, એટલી હદે ડઝનેક વાર્તાઓ અને ઉત્તમ નવલકથાઓ લખી છે. ઉત્તમ અનુવાદો કર્યા છે. હસન મંજર આપણા આદરભાવમાં ચંદ્રની જેમ રોશન થયા. હસન મંજર ઘણી નાની વયથી જ લખતા હતા. એક મહેફિલમાં તેમની રચના સાંભળ્યા પછી મન્ટોએ તેમને દાદ આપી અને ફૈઝ સાહેબે તેમની રચના ‘રિહાઈ’ વાંચીને પ્રશંસાપત્ર લખ્યો. સૌથી મોટી વાત એ હતી કે 2000ની શરૂઆતમાં, લેખક હમી ચાંદીવલી કુર્રતુુલએન હૈદર પાસેથી નિયાઝ લેવા ગયા હતા. જ્યારે એમને મળ્યા, તો કુર્રતુુલએને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? હમીએ હૈદરાબાદનું નામ લીધું, એ સાંભળી સહજતાથી બોલી ઊઠ્યા, અચ્છા, હસન મંજરના શહેરથી. હસન મંજર કહે છે કે મારા માટે તેમના આ શબ્દો સૌથી મોટું સન્માન હતું.

હસન મંજરે સિંધની ખુશીઓ અને વ્યથાઓ લખી હતી. સિંધનો સમાજ તેમની રચનાઓ અને નવલકથાઓમાં શ્વાસ લે છે. ‘ધનિબક્ષનો પુત્ર’ વાંચીને કોણ ભૂલી શકે? થોડા મહિના પહેલાં, અકાદમી આદિવાતે તેમને ‘ઝિઝક’ માટે ક્રોમી એવોર્ડ આપ્યો. તેમના વ્યવસાયીકરણને કારણે, તે યૂરોપ, એશિયા અને આફ્રિકાના વિવિધ દેશોમાં રહ્યા. ત્યાં તેમણે દરેક વસ્તી તથા દરેક જગ્યાના માણસને દુઃખી જોયા. જો ‘ફલક નાઇન્સાફ’ વાંચીએ, તો દારા શિકોહના પરિણામ વિશે વાંચી તમારી આંખોમાં આંસુ આવી જશે. હસને મોગલ ઇતિહાસનું આ દૃશ્ય અનોખી રીતે લખ્યું છે, એક શૈલી જે હૃદયને તોડી ચકનાચૂર કરી નાખે. હસન મંજર આપણા માટે ખુબ આદરણીય છે. તેમના વિશે લખતાં રહીશું, પણ વાતો સમાપ્ત થશે નહીં. આજે આપણે એ વાતની દાદ આપવી જોઈએ કે એમણે હિન્દીમાંથી ઉર્દૂમાં કેટલો સરસ અનુવાદ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો