તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:ગુજરાતી વેપારવણજનાં મૂળ સિંધુ સંસ્કૃતિમાં છે

કીર્તિ ખત્રીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિંધુ ખીણ સભ્યતાનો વિશાળ વ્યાપ-ક્ષેત્રફળ, અેની વસ્તી અને સાંસ્કૃતિક અેકતા જેવા કેટલાક લક્ષણોની સંક્ષિપ્ત ચર્ચા પછી ફરી ધોળાવીરાની વાત કરીઅે. નગરઅાયોજન, જળ વ્યવસ્થાપન અને પથ્થરના બાંધકામ ક્ષેત્રે અન્ય હડપ્પીય નગરોથી અલગ તરી અાવતું આ શહેર ખરેખર તો અાયાત-નિકાસનું મોટું બંદરીય વ્યાપારી મથક હતું. અહીંથી ઇજિપ્ત અને મેસોપોટામિયા કે અોમાન સુધી વહાણવટા મારફત વેપારવણજ ફાલ્યોફૂલ્યો હતો. અે રીતે જોઇઅે તો, માંડવીના વહાણવટાના કે ગુજરાતની વ્યાપારી પરંપરાના મૂળ સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળે છે. ધોળાવીરા સાઇટના મહાઉત્ખનનના પ્રણેતા ડો. રવીન્દ્રસિંહ બિસ્ત કચ્છની મુાલકાત વખતે તેમ જ અન્ય સ્થળે પ્રવચન કરતી વખતે સિંધુ સંસ્કૃતિના સમયના વેપાર ધંધા અને લોકજીવન વિશે વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. તેઅો માને છે કે વિશાળ દરિયા કિનારો હડપ્પીય લોકો માટે મુખ્ય અાકર્ષણ હતો. અેના કિનારા પર નાની-મોટી વસાહતો હડપ્પીય લોકોઅે સ્થાપી હતી. કચ્છમાં ધાતુ કે બીજો કોઇ કાચો માલ ઉપબ્ધ ન હોવા છતાં ધોળાવીરા જેવું મહાનગર તેમણે વસાવ્યું તેની પાછળ મુખ્ય ઇરાદો અાયાત-નિકાસનો હતો. પાંચ હજાર વર્ષ પહેલાં બલુચિસ્તાન, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી અમુક ધાતુઅો લાવી, પ્રોસેસ કરી હડપ્પીય લોકો મોતીની માળા જેવી વસ્તુઅો બનાવતા અને અોમાન સુધી મોકલતા. અરે! માટીના વાસણની પણ ત્યાં નિકાસ કરાતી. માટીકામ ઉપરાંત, ભરતકામ અને શંખનો ઉદ્યોગ પણ અહીં વિકસ્યો હતો. માટીકલા કે કુંભાર કાૈશલ્ય ઊડીને અાંખે વળગે તેવું હતું. જુદી જુદી હડપ્પીય વસાહતો અેકમેકથી સેંકડો નહીં હજારો કિ.મી. દૂર હોવા છતાં માટીના વાસણો-પાત્રોની સાઇઝ અેના અાકાર અને ગુણવત્તા સર્વત્ર સરખા રહેતા. ચોક્કસ સ્ટાન્ડર્ડ બધે જ જળવાઇ રહેતું. માટીની પકાવટ, સાઇઝ અને અાકાર જાણે બધું અેક જ સ્થળે બન્યું હોય અેવું લાગે. માટીના વિવિધ પાત્રો માટે જાણે અેકસ્પોર્ટ ક્વોલિટી ચોક્કસ કદ અને અાકારની નિર્ધારિત કરેલી હતી. તોલમાપના વજનિયાં અને લંબાઇ-પહોળાઇ માપવાની ફૂટપટ્ટી જેવાં સાધન પણ અહીંથી મળી અાવ્યા છે તે હડપ્પીય લોકોની વજન-કદની જાણકારીની સાક્ષી પૂરે છે. પૂણેની ડેક્કન કોલેજ સાથે સંકળાયેલા પુરાતત્વવિદ પ્રો. અેમ.જે. ધવલીકરે ભુજમાં પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સાૈરાષ્ટ્ર અને ગુજરાતમાં કાચા માલની પુષ્કળ ઉપલબ્ધિ અને વિશાળ દરિયાકિનારો દેશી-વિદેશી વ્યાપાર માટે અનુકૂળ હોવાથી હડપ્પીય લોકોઅે અહીં જુદી જુદી વસાહતોનું નિર્માણ કર્યું હતું, જેમાં ધોળાવીરા જેવા શહેર ઉપરાંત કાનમેર, લોથલ, કુંતાસી અને નાગેશ્વર જેવા નાના નગરોનો સમાવેશ થાય છે. અા દરેક નગરોમાં કાચા-પાકા માલનો સંગ્રહ કરવાની અને અેના રક્ષણની (કિલ્લા)ની ખાસ વ્યવસ્થા કરવામાં અાવી હતી. કુશળ વ્યાપારી બૃદ્ધિ ધરાવતા હડપ્પીય લોકોઅે લોથલમાં પોતાના માલનું ઉત્પાદન કરતું કેન્દ્ર સ્થાપ્યું હતું અને તૈયાર માલના સંગ્રહની વ્યવસ્થા બીજા સુરક્ષિત નગરોમાં કરી હતી. અાનો મતલબ અે થયો કે સુરક્ષિત ગાેડાઉન વ્યવસ્થા તેમણે વિકસાવી હતી. જેમાં વોચટાવરો હતા. અા તમામ દરિયાકાંઠા પરના નગરોનો વેપાર-વણજ છેક અોમાન અને ઇજિપ્ત સુધી વિકસેલો હતો. જે મહદ્દંશે ધોળાવીરાથી વહાણ મારફતે ત્યાં પહોંચાડાતો. ઇજિપ્ત અને હડપ્પીય કનેકશનની અેક રસપ્રદ વાત પ્રો. ધવલીકરે અે કરી હતી કે ઇજિપ્તના મમીને જે કાપડ વીંટાડવામાં અાવતું અેના પર ઇન્ડિગો નામે અોળખાતો રંગ ચડાવાતો અે માત્ર ભારતમાં જ ઉપલબ્ધ હતો. ગળીનો અા રંગ ધોળાવીરાથી નિકાસ થયો હોવાનું અનુમાન છે. અા ઉપરાંત, ઇજિપ્તમાંથી મળેલા માટીના પાત્રોયે હડપ્પીય હોવાનું પ્રકાશમાં અાવ્યું છે. બાજરો અને જુવાર પણ હડપ્પીયો ઇજિપ્તથી લાવ્યા હોવાનું અનુમાન છે. પુરાતત્વવિદ ડો. પુલિન વસાઅે પોતાની પુસ્તિકામાં લોથલ બંદર વિશે અાપેલી માહિતી અનુસાર ત્યાં નદી રસ્તે ખંભાતના અખાતમાંથી આવતા વહાણો માટે અેક સુંદર ગોદી હતી. ભરતી વખતે અા ગોદીમાં ખૂબ જ પાણી ભરાતા તેથી પાણીને રોકવા દરવાજાયે હતા. 50થી 60 ટનની ક્ષમતાવાળા 25-30 વહાણ નાંગરી શકે અેવી વ્યવસ્થા હતી. બંદર પર ઊતરતા માલને સાચવી રાખવા ગોડાઉનોયે હતા. નેવિગેશનના અાજના જેવા સાધનો અે સમયે નહોતા. છતાં અાંતરસૂઝ અને અાકાશના તારાઅોની મદદથી ખલાસીઅો દેશદેશાવરની સફર ખેડતા. ખેતીવાડીને સંબંધ છે ત્યાં સુધી સિંધુકાળમાં ઘઉં, જુવાર, બાજરી, જવ, કપાસની ખેતી થતી. લોકો માંસાહારે કરતા. ડો. વસાના જણાવ્યા અનુસાર, પ્રાણીઓ પાળવાની પ્રથા એ સમયે હતી. લોકો ગાય, ભેંસ, બકરી, ડુક્કર જેવા પ્રાણી પાળતા, પણ ઘોડાના અવશેષ ક્યાંયથી મળ્યા નથી. લાકડાનો ઉપયોગ છૂટથી દરવાજા, બારી, રાચ-રચીલા બનાવવામાં થતો. ધાતુના ઉપયોગમાં મુખ્ય તાંબુ હતું. ચાંદી જૂજ વપરાતી. સીસું અને સોનું પણ ભાગ્યે જ વપરાતું કારણ કે આ બધી ધાતુ બહારથી આવતી. છેલ્લે એક રસપ્રદ વાત. અગાઉ ઉપગ્રહ તસવીરો જેવી કોઇ સગવડ નહોતી અને સાધનો ટાંચા હતા ત્યારે લોકજીભે કે કંઠ પરંપરાના આધારે અવશેષોના એંધાણ મળ્યા છે. દા.ત. પાકિસ્તાનનું મોંહેજો ડેરો એટલે મૃત્યુ પામેલાઓનો ડેરો. તો કચ્છમાં કુરણ નજીક એક ટીંબો શહીદગઢ તરીકે ઓળખાય છે. અહીં ઉત્ખનન થયું અને આરંભે જ નવી માહિતી બહાર આવી. દા.ત. રાજભવન નજીક દફન કરાયેલી વ્યક્તિ બેઠેલી સ્થિતિમાં હતી, પણ પછી કામ બંધ થયું તે હજુયે ચાલુ થયું નથી. કચ્છમાં અન્ય કેટલાયે સ્થળે આવું જ થયું છે એની વાત ફરી ક્યારેક. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...