તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન ડાયરી:કઈ રીતે થશે છોકરીઓનું રક્ષણ?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાનમાં પણ નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યા જેવા ગુના વધ્યા છે

- ઝાહિદા હિના
થોડા જ વર્ષો પહેલાં એક્સપ્રેસ ટ્રિબ્યુનના કાર્ટૂનિસ્ટે એક કાર્ટૂન બનાવ્યું હતું, જે સૌના અંતરના ઊંડાણને સ્પર્શી ગયું હતું. આ કાર્ટૂનમાં એક વ્યક્તિને આકાશની ઊંંચાઈએ એક વ્યક્તિની છાયા જોવા મળે છે, જેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. તેના પર ત્રણ છોકરીઓની પણ નજર છે, જેમના હાથ પર પાંખો છે. આ કાર્ટૂન એ છોકરીઓના સંદર્ભમાં છે, જે લોકોની વાસનાનો ભોગ બની હતી. તેમના માટે ન્યાય માગવામાં આવ્યો હતો. શેરીઓમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગનીને ન્યાય મળ્યો નહોતો. એવી પણ ઘણી છોકરીઓ છે જેમનું હવસખોરોએ તેમની ઓળખ છતી ન થઇ જાય એ ડરના લીધે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. તાજેતરની ઘટના દક્ષિણ પાકિસ્તાનની છે, જ્યાં પાંચ વર્ષની બાળકી સાથે અપકૃત્ય આચરવામાં આવ્યું અને ત્યાર બાદ તેના માથામાં ગોળી મારવામાં આવી. તે પછી પુરાવા નાશ કરવા માટે તેને સળગાવી દેવામાં પણ આવી. આ નિર્દયતાની હદ હતી. છોકરીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટના હવે નવી વાત નથી. આવા ગુનાનો આંકડો પાકિસ્તાનમાં વધતો જાય છે. અફસોસની વાત એ છે કે ભારતની અદાલતોમાં આવી ઘટનાઓ અંગે જે રીતે ધ્યાન અપાય છે, તેમ પાકિસ્તાનની યુવતીઓ અને તેમના પરિવારોને આવી કોઈ આશા દેખાતી નથી.
આવી ઘટનાઓમાં હોબાળો ખૂબ થાય છે, પરંતુ ગુનાઓ વધી રહ્યા છે. આવી નિર્દયતાનો ભોગ માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ છોકરાઓ પણ બની રહ્યા છે. કેટલાક છોકરાઓ જે આનો ભોગ બને છે તેઓે બીજા છોકરાઓ કે છોકરીઓને પણ ભોગ બનાવે છે. આના માટે અભિયાન ચલાવવું પડશે, પરંતુ આની શરૂઆત કરશે કોણ?

પીડિત સાથે બનેલી આવી ઘટનાઓ માટે આપણે એને જ જવાબદાર ઠેરવીએ છીએ. અહીં એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આપણે લોકોને કેમ યોગ્ય માર્ગે ન લાવી શકીએ તો એકમાત્ર રસ્તો એ છે કે બાળકોને સમજાવીએ કે કેવી રીતે તેઓ પોતાનું રક્ષણ કરી શકે છે. થોડા સમય પહેલાં આમિરખાને છોકરીઓ અને બાળકોના રક્ષણ માટે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. તેમણે બાળકોને કઇ રીતે અજાણ્યાઓથી તેમ જ માનસિક રીતે બીમાર પરિચિતોથી કેવી રીતે બચવું તે સમજાવ્યું. પાકિસ્તાનમાં પણ આવું અભિયાન ચલાવવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser