તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:લાગણીના વાસ્તુશાસ્રની ગઝલ

અંકિત ત્રિવેદી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

એકધારા શ્વાસ ચાલુ છે હજી, જિંદગી! અભ્યાસ ચાલુ છે હજી.

સૂઇ જા, ચાદર! હવે સળ નહી પડે, સાંજનો કંકાસ ચાલુ છે હજી.

કોકને છાયા પડી ગઇ છે કે શું? બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.

છત તળે સૂરજ હજી ડૂબ્યો નથી, કમ સે કમ સહવાસ ચાલુ છે હજી.

કહાનજી! અડધે મૂકીને ચાલ્યા ક્યાં? ભીતરે તો રાસ ચાલુ છે હજી. મટકી તો ફૂટી ગઇ છે ક્યારની, તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી. - વિવેક મનહર ટેલર

દગી પામવાની કે આવડી જવાની કે સ્પર્ધામાં ઊતરીને બીજાને દેખાડી દેવાની અવસ્થા નથી. જિંદગી જીવનારો હંમેશાં અપૂર્ણ રહેવાનો. અસંતોષ જ જિંદગીની શ્રેષ્ઠ દવા છે. કોઇ એમ નહીં કહી શકે કે હું જિંદગીને પૂરેપૂરો પામી ગયો છું. જે જિંદગીને રસપૂર્વક સરસ રીતે જીવે છે એને ખબર હોય છે કે જિંદગીનો તો છેક છેલ્લા શ્વાસ સુધી અભ્યાસ જ કરવાનો હોય. જિંદગીની પરીક્ષા એના અભ્યાસમાં આવી જાય છે. આ આખી ગઝલમાં વિવેક મનહર ટેલરની ગુજરાતી ભાષામાં અવતરેલા હકારની બારીકીઓ છે. સાંજનો કંકાસ ચાલુ છે અને રાત ક્યારે આવીને આપણને ઊંઘવાનું ઇજન આપી જાય છે એની ખબર ક્યાં પડે છે? પ્રેમના સંબંધમાં અને સંબંધના પ્રેમમાં આમ તો એકબીજાની જ છાયા પડેલી હોય છે. બંનેને એકબીજાના ગ્રહણમાં ગમતું હોય છે અને તોય એક ખગ્રાસ તમામ લાગણીઓનો ક્યાસ કાઢી જાય છે. સ્મશાનવૈરાગ્યથી આપણે ટેવાયેલા છીએ. કોઇકને સ્મશાને મૂકવા જઇએ અને આપણામાં જીવનની વ્યર્થ નિરર્થકતા વિશેનો ખ્યાલ આવે. કવિ કહે છે કે પોતે હજુ સ્મશાનમાં છે કારણ કે વૈરાગ હજુ પોતાનામાં ગરકાવ છે. સૂરજનું હોવું આપણી ભીતરના અજવાળા માટે મોટું આશ્વાસન છે. છત તળે જે સૂરજ ડૂબ્યો નથી એની જોડે સહવાસ ચાલુ છે. અજવાળંુ અજવાળાને આકર્ષે છે. કાનુડો એના સ્વભાવ જેવું ના વર્તે તો જ નવાઇ! રાસ ચાલુ છે અને પોતે ચાલ્યો ગયો છે. મટકી તો હતી વેશની. એ ફૂટી ગઇ અને હવે માત્ર હર્ષોલ્લાસ છે. ‘જીવનના હકારની આ કવિતા’માં કાર્યરત શુભત્વના ચમકારા છે. રોજબરોજનું રાબેતા મુજબનું નથી એની કવિએ ખુલ્લી તપાસ કરી છે. એ જ તો અભ્યાસ છે. વિવેક મનહર ટેલર ગુજરાતી કવિતાના કાર્યરત શ્વાસ છે. જેમની કલમના હકારમાં સર્વના સ્વીકારનું અજવાળું છે. આ ગઝલ આપણી લાગણીના વાસ્તુશાસ્ત્રની ગઝલ છે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો