સોશિયલ નેટવર્ક:તંદુરસ્ત રહેવું હોય તો નકારાત્મકતામાંથી બહાર આવો

કિશોર મકવાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપ ધીરે ધીરે મરને લગતે હૈ, અગર આપ કરતે નહીં કોઇ યાત્રા, પઢતે નહીં કોઇ કિતાબ, સુનતે નહીં જીવન કી ધ્વનિયાં કરતે નહીં કિસી કી તારીફ આપ ધીરે ધીરે મરને લગતે હૈ, અગર આપ માર ડાલતે હૈ અપના સ્વાભિમાન, નહીં કરતે મદદ અપની ઔર નહીં કરતે હૈ મદદ દૂસરોં કી... આપ ધીરે ધીરે મરને લગતે હૈ, અગર આપ બન જાતે હૈ ગુલામ અપની આદતોં કે... ચલતે હૈ રોજ ઉન્હીં રાસ્તો પર નહીં બદલતે હૈ અપના દૈનિક નિયમ વ્યવહાર આપ ધીરે ધીરે મરને લગતે હૈ, અગર આપ નહીં બદલ સકતે હો અપની જિંદગી કો... જબ હો આપ અસંતુષ્ટ અપને કામ ઔર પરિણામ સે યદી અનિશ્ચિત કે લિએ છોડ સકતે હૈ નિશ્ચિત કો અગર આપ નહીં કરતે હો પીછા કિસી સ્વપ્ન કા... આ હિન્દી કવિતા ખૂબ પ્રેરક છે, જીવનની દિશા કઇ હોવી જોઇએ એનો ભાવ વ્યક્ત છે. આનંદ, ખુશી, ઉલ્લાસ જીવનનું મધુર સંગીત છે. આનંદને ઘણા સ્વર્ગનું સુખ માને છે. મનોચિકિત્સક અને વૈજ્ઞાનિકો પણ કહે છે કે સુખી થવું હોય, આનંદમાં રહેવું હોય કે દીર્ઘાયુ અને તંદુરસ્ત રહેવું હોય તો તણાવ-નકારાત્મકતામાંથી બને એટલા જલદી બહાર આવો. આયુર્વેદ ભલે કહે કે બધા રોગનું મૂળ પેટ છે, પણ ભગવદ્્ગીતાને કેન્દ્રમાં રાખીને કહીએે તો બધા જ રોગનું મૂળ મન છે. મન સ્વસ્થ તો તમે સ્વસ્થ. આનંદ-ઉત્સાહ બહાર શોધવા જવાના નથી હોતા. એ આપણી ભીતર છે. માઇકલ જોર્ડનને દુનિયા બાસ્કેટ બોલની રમતનો મહાન ખેલાડી માને છે. જોર્ડન અસંખ્ય વિક્રમો ધરાવે છે. મીડિયાકર્મીઓ, એથ્લીટ્સ અને સ્પોર્ટસ સાથે સંકળાયેલા અન્યોના ઇએસપીએન દ્વારા કરાયેલા એક સર્વેમાં માઇકલને 20મી સદીનો સૌથી મહાન એથ્લીટ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે કરેલી કેટલીક વાતો સફળતા-અાનંદ મેળવવા ઇચ્છતા લોકો માટે ટિપ્સ જેવી છે. માઇકલના જ શબ્દોમાં, ‘હું નિષ્ફળતાનો સ્વીકાર કરી શકું. દરેક કોઇ બાબતમાં તો નિષ્ફળ નીવડે જ છે, પણ (નિષ્ફળતાની બીકે) પ્રયાસ જ ન કરવાનું મને સ્વીકાર્ય નથી. બીજું, હું ક્યારેય નકારાત્મક નથી બનતો. મને એ જ ઉત્સાહમાં રાખે છે. રોજ નવું વિચારું છું. હું મારી કારકિર્દીમાં 9000થી વધુ શોટ્સ ચૂક્યો છું. 300 જેટલી રમતો હાર્યો છું. હું અનેક વાર નિષ્ફળ નીવડ્યો છું અને તેથી જ સફળ થયો છું. જો તમે બીજાઓની અપેક્ષાઓ - ખાસ કરીને નકારાત્મક સ્વીકારી લો, તો પરિણામ કદી બદલી નહીં શકો. સફળતા મેળવવાના પ્રયાસ કરતાં હો તેમાં અવરોધો તો આવવાના જ, પણ અવરોધો તમને અટકાવી દે એવું ન બનવું જોઇએ.’ સ્વામી જ્ઞાનવત્સલજીએ જીવનની સફળતા માટે 40+30+20+10ની ફોર્મ્યુલા સમજાવી છે. તમે નક્કી કરેલા કાર્યો અને ઈચ્છેલા સંબંધોમાં તમારી ઈચ્છા પ્રમાણે ન થાય તો પ્રસન્નતા ટકતી નથી. એવા સમયે આ ફોર્મ્યુલા યાદ રાખવા જેવી છે. 40 ટકામાં તમારી ઈચ્છા પ્રમાણે કાર્યો થાય છે અને સંબંધો સચવાય છે. 30 ટકા કાર્યો અને સંબંધો એવાં હોય છે, જેને તમારે પરિશ્રમપૂર્વક સફળ બનાવવા પડે છે. 20 ટકા કાર્યો અને સંબંધો બગડવા માટે જ સર્જાયેલા હોય છે, એ સ્વીકારી લો. એ માટે કોઈ સ્ટ્રેસ ન લો તો પ્રસન્નતા ટકશે. કોઈ સંબંધોમાં 6 મહિના પછી પણ સુધારો ન થાય તો, જે તે વ્યક્તિનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી, તેનો ફોન નંબર ડીલીટ કરી નાખો. પ્રસન્નતા ખંડિત નહીં થાય. 10 ટકા કાર્યો અને સંબંધો નિષ્ફળ થવા માટે જ હોય છે. આ વાસ્તવિકતા સ્વીકારી લો. કોઈ પણ પ્રવૃત્તિ કે સંબંધોને કેટેગરાઈઝ કરી શકશો તો પ્રસન્ન રહેશો. બનેલી ઘટનાઓનો અસ્વીકાર કરશો તો સ્ટ્રેસમાં રહેશો.⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...