તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિજાજ|:મજા અને સજા

11 દિવસ પહેલાલેખક: તેજસ દવે
  • કૉપી લિંક

ભૂલે હૈં રફતા રફતા ઉન્હેં મુદ્દતોં મેં હમ ,
કિશ્તો મેં ખુદ કુશી કા મઝા હમ સે પૂછિએ.
- ખુમાર બારાબંકવી
આશેરમાં વાત કંઇક એવી છે કે કોઈ કારણોસર પ્રેમિકા પોતાના પ્રેમીને છોડીને જતી રહી છે. હવે વરસો સુધી બંને સાથે રહ્યાં છે. સાથે સુખ-દુઃખની વાતો કરી છે. તે જ વ્યક્તિને તેની ગેરહાજરીમાં ભૂલવી પ્રેમી માટે અશક્ય છે. કોઈને યાદ રાખવા કારણની જરૂર પડી શકે, પણ કોઈ અંગત વ્યક્તિને ભૂલવા મનના ઊંડા કૂવામાં જમા થયેલી અનેક ઘટનાઓને ઉલેચીને ખાલી કરવી કોઈ કાળે શક્ય નથી. આમ પણ જે વ્યક્તિ શ્વાસ જેટલી નિકટ હોય તેના ચાલ્યા ગયા પછી રોજેરોજ વિચારોના ગળે ગાળિયો ભરાવીને ફાંસીના માંચડે લટકવું આસાન નથી. રોજ એના સ્મરણોને દસમા માળેથી ધક્કો મારવો એ વ્યક્તિએ પોતે જ મૃત્યુને વરવા જેવી વાત છે. રોજ થોડું થોડું મરવું તેને મજા સાથે સરખાવવું એ મનની અંદર રહેલા ગુસ્સાને વ્યક્ત કરવાની તીવ્રતા દર્શાવે છે. એમાં મૂળ ભાવ મજાનો નહીં, પણ સજાનો છે.

ખુમાર બારાબંકવી
ખુમાર બારાબંકવીનું મૂળ નામ મુહમ્મદ હૈદર ખાન હતું.તેમના પિતા તથા કાકા શાયર હતાં. આ ખાનદાની હુનર તેમનાં લોહીમાં પણ વણાયું અને તેઓ મુહમ્મદ હૈદર ખાનમાંથી ‘ ખુમાર બારાબંકવી બની ગયા. તેમનાં સંગાથી શાયારોમાનાં ઘણા શાયરો હિન્દી ફિલ્મો માટે ગીતો લખતાં હતાં, પરંતુ ખુમારસાહેબ મુશાયરાઓ ઉપર જ ધ્યાન આપતા. તેઓ ફિલ્મો સુધી કેવી રીતે પહોંચ્યા તેનો એક કિસ્સો છે. તે સમયે ફિલ્મ શાહજહાં બની રહી હતી. તે ફિલ્મમાં મશહૂર શાયર ને ગીતકાર મજરુહ સુલ્તાનપુરીને લેવામાં આવ્યા હતાં, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર કમ ડાયરેકટર એ.આર.કારદાર તથા સંગીતકાર નૌશાદને લાગ્યું કે ફિલ્મમાં એકની જગ્યાએ બે ગીતકારને રાખવા જોઈએ. એ અરસામાં તે બન્ને મહાનુભાવ એક મુશાયરો માણવા ગયા જ્યાં તેમણે ખુમારસાહેબને સાંભળ્યા ને મુશાયરો પૂરો થતાં જ ફિલ્મ શાહજહાં માટે ગીતો લખવા વિનંતી કરી. આમ ખુમારસાહેબ શાહજહાંથી ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી.
tejasdave40@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો