તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:દેશની આવતીકાલ માટે...

અંકિત ત્રિવેદી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદી પછીના સમયે યુવાનો માટે દેશના પુનઃનિર્માણ માટે દેશળજી પરમારે આ કાવ્ય લખેલું. આજે ફરીથી યુવાનોને બેઠા કરવાની જરૂર છે ત્યારે પુનઃ એ કવિ અને કાવ્ય જ યાદ આવે. પ્રાણમાં ફરીથી સફળતા અને પ્રગતિનો ઓક્સિજન યુવાનોને આપવાની જરૂર છે. મહામારીની લાચારી સામે માણસે માણસને બેઠો કરવાનો છે. વજ્રાઘાતો સહન કરીને દુર્બળ નહીં, પૌરુષત્વથી ભર્યાભાદર્યા બનવાનું છે. નિરાશાને ડિલીટ કરવાની છે. પ્રજાને સાથે લઈને યુવાનોએ સત્કર્મને ઊજળાં કરવાના છે. સૃષ્ટિમાં રહેલા સત્ય-શિવ અને સુંદરને ફરીથી ઊપસાવવાના છે. અધૂરા કાર્યોને આગળ વધારી સફળતાના શિખરે પ્રસ્થાપિત કરવાના છે. સંસ્કારોના ઓજસથી આપણા પ્રત્યેકનું નિર્માણ થયું છે. એને મહા હેતુનું નિમિત્ત માનીને, સંજોગોને આધીન નહીં, સંજોગોનો સામનો કરીને લક્ષ્ય સાર્થક અને યથાર્થ કરવાનું છે. દેશ ઊંચી આશાઓ રાખીને બેઠો છે. પાયાના પથ્થર થઈને, ઈતિહાસમાં ભળી જઈને દેશના આંતર્નાદને ગુંજતો કરવાનો છે. વાંક કાઢીને જીવવાને બદલે કામ કરીને આગળ વધવાની શરૂઆત કરીએ. મેલા થવાય તો ભલે પણ રાષ્ટ્રપ્રેમની અખંડ શુભ ભાવના સાથે માંહ્યલાને જાગૃત કરીએ. યુવાન એટલે જેના ધબકારા આજે પણ જીવનમાં કોઈકનું શુભ કરી શકવા માટે તત્પર છે એવો પ્રત્યેક જણ. આવો જણ દેશની ઊજળી આવતી કાલનું વાતાવરણ છે. નિરાશા, વિષાદ... બધાંને દૂર હડસેલીને આખેઆખ્ખો દરિયો બીજે ખસેડવાનો હોય – એટલા જોમ સાથે આગળ વધીએ... લોહીમાં સંસ્કારિતા હોય અને પુરુષાર્થને અપનાવીને નસીબ અજમાવતાં આવડે ત્યારે ખાનદાની દીપી ઊઠે છે.⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...