તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ સંહિતા:ડાયાબિટીસ અને શિશ્નોત્થાનની સમસ્યા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાયાબિટીસને કારણે ઘણા પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા થાય છે. તે માટે આ ધ્યાન રાખો

- ડૉ. પારસ શાહ

શિશ્નોત્થાનની સમસ્યા સામાન્યતઃ પ્રૌઢ વયના પુરુષોમાં જોવા મળે છે. જો તમે એમ માનતા હો કે વધતી જતી વય સાથે તેનો સંબંધ છે તો તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. અમદાવાદમાં રહેતી 37 વર્ષીય શીલા પણ આવી જ એક મહિલા છે, જેને આ સમસ્યા અંગે ખાસ કોઈ માહિતી નથી. તેના 41 વર્ષીય પતિએ આજથી 3 વર્ષ અગાઉ આ સમસ્યા માટે સારવાર લેવાની શરૂઆત કરી હતી. શીલા પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે શરૂઆતમાં તમે એમ માની લો છો કે ચિંતાને કારણે તમારી જાતીય ઈચ્છા મંદ પડી ગઈ છે, પરંતુ તેમની આ સમસ્યા ચિંતાજનક હદે વધી ગઈ અને એ દવા લીધા વગર સેક્સ માણી શકતા નહોતા.

જોકે આવી સમસ્યાનો ભોગ બનનાર તે એકલા નથી. શિશ્નોત્થાનની સમસ્યા તેમ જ યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તે પહેલાં જ સ્ખલન થઇ જવાની સમસ્યા મોટા ભાગના પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અનુભવી ચૂક્યા હોય છે. ત્રીજા ભાગના પુરુષો આ સમસ્યામાંથી પસાર થાય છે અને મોટા ભાગના તેના ઉપાય અંગે અજાણ છે. 40 વર્ષની વય પછી આ સમસ્યામાં તીવ્રતાથી વધારો જોવા મળે છે. શીલાના પતિની જેમ ડાયાબિટીસ ધરાવતા પુરુષોમાં સામાન્ય પુરુષોની તુલનાએ શિશ્નોત્થાનની સમસ્યાનો ભોગ બનવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે. ડાયાબિટીસથી રક્તવાહિનીઓ તથા ચેતાકોષોને નુકસાન થાય છે જેના લીધે શિશ્ન ટટ્ટાર થવાની પ્રક્રિયા અવરોધાય છે. હાઈ બ્લડ પ્રેશરની સારવારની દવાઓ અને કેટલાક એન્ટીડિપ્રેશન્ટ્સ શિશ્નોત્થાનની સમસ્યા સર્જી શકે છે. શિશ્નોત્થાનની કેટલીક સમસ્યાઓમાં દવાઓ સહાયરૂપ નીવડી શકે છે. જોકે કદાચ તેની આડઅસર પણ થાય કે તમે તેના બંધાણી બની જાવ તેવો ભય પણ રહેલો છે. આ મુદ્દે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સેક્સ લાઈફમાં સમસ્યાથી બચવા શું કરવું જોઈએ? અહીં કેટલાંક મહત્વના સૂચનો આપ્યા છે જે મદદરૂપ થશે.

1. નવા પ્રયોગ અજમાવો : ઘણી વાર નવા પ્રયોગથી કામોત્તેજનામાં વધારો થાય છે. આવી ક્રિયામાં ફોરપ્લેને વધુ સમય આપવો, બંને જણાંએ સાથે મળીને કામોત્તેજનામાં વધારો થાય તેવું વાંચન કરવું કે મૂવી જોવું અથવા ન અજમાવ્યું હોય તેવું કંઈક કરવાથી સેક્સ પ્રત્યેના રસમાં વધારો થાય છે. 2. દબાણ ન અનુભવો : શિશ્ન પર કાર્યક્ષમતા દાખવવાનું દબાણ ન લાદશો. શિશ્ન ઉત્તેજિત નહીં થાય તો શું, હું યોગ્ય રીતે પરફોર્મ કરી શકીશ કે નહીં, તે મારા વિશે શું વિચારશે આવા વિચારો છોડી કંઈક બીજું વિચારો. કામને લગતી બાબતો, ફોરપ્લે અને વાઈબ્રેટર સહિતના વિકલ્પો અજમાવો. 3. ધૂમ્રપાન ન કરો : સિગારેટ પીવાથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે અને તેના લીધે શિશ્નમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. નિકોટિન રક્તવાહિનીઓને સંકોચે છે જેના લીધે પણ શિશ્નમાં લોહીનો પ્રવાહ ઓછો પહોંચે છે. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો