સોશિયલ નેટવર્ક:ઇચ્છા એ જ બધી સિદ્ધિની શરૂઆત છે

કિશોર મકવાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફળતા-નિષ્ફળતા, સંઘર્ષ, સૂઝબૂઝ-આવી ઘણી બાબતો છે જે જીવનમાં આગળ લઇ જાય છે

દગીમાં અભ્યાસમાં, કારકિર્દીમાં કે વ્યવસાયમાં સફળ થનારા ચોક્કસ ધ્યેય અને પરિશ્રમના બળે સફળ થતા હોય છે. જીવનમાં નિષ્ફળ જવાય તો ચાલશે, પણ હાર માનીને આગળ ન વધવું એ સૌથી ખરાબ છે. મોટા ભાગના નિષ્ફળ જનારા દિશાવિહીન હોય છે અથવા પરિશ્રમ વગર સફળ થવાના અભરખા હોય ત્યારે નિષ્ફળ જાય છે કે નિષ્ફળ ગયા પછી પ્રયત્નો છોડી દે છે. સફળતાની ટોચે બિરાજતા કેટલાક નામાંકિત લોકોના ધ્યેયમંત્ર જાણવા જેવા છે. કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને આ ધ્યેયમંત્ર ઉપયોગી થાય એવા છે. એમની સલાહ કામ આવે એવી છે. વિશ્વમાં પ્રેરણા ગુરુ તરીકે ઓળખાતા નોર્મન વિન્સેન્ટ પીલના ‘પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ’ પુસ્તકની વીસ મિલિયન નકલો વેચાઇ છે. એ શું કહે છે? ‘તમારામાં શ્રદ્ધા રાખો! તમારી શક્તિઓમાં શ્રદ્ધા રાખો! તમારી શક્તિઓમાં થોડો અને સાચો પણ વિશ્વાસ રાખ્યા વિના તમે સફળ ન થઇ શકો અને સુખી પણ ન થઇ શકો અને હા, રાતે સૂવાની તેયારી કરો ત્યારે સાથે આવતી કાલને ન રાખશો. સફળતા માટે ચાર બાબત જરૂરી છે : પ્રાર્થના, વિચાર, શ્રદ્ધા અને કાર્ય. કદી પણ પરાજયની વાત ન કરો. આશા, શ્રદ્ધા, વિજયની કામના રાખો. આ શબ્દોને ભૂલો નહીં.’ ઓરિયાહ માઉન્ટેરેર કેનેડામાં જન્મી. 19 વર્ષની વયે તો ઓરિયાહે ટોરોન્ટોની શેરીઓમાં રખડતાં બાળકો, દુ:ખી સ્ત્રીઓ અને મુશ્કેલીઓમાં જીવતાં કુટુંબો માટે કામ કરવાનું શરૂ કરેલું. એ કહે છે : ‘તમે જીવવા માટે શું કરો છો તેમાં મને રસ નથી.’ જેમના ‘થિંક એન્ડ ગ્રો રિચ’ પુસ્તકની ત્રીસ મિલિયન નકલો વેચાઇ છે એ નેપોલિયન હિલની સલાહ : ‘મનગમતું કામ હંમેશાં સફળતા, શાંતિ અને આનંદ આપે. ઇચ્છા જ સિદ્ધિની શરૂઆત છે. આશા નહીં, કામના નહીં, પણ તીવ્ર ધબકતી ઇચ્છા, જે બધાને અતિક્રમે છે. જે સંઘર્ષ નથી છોડતા, તેને જ વિજય મળે છે.’ ‘તમે કેટલા મોટા છો તેમાં મને રસ નથી. હું જાણવા માગું છું કે તમે પ્રેમ કરવા, તમારાં સ્વપ્નાંને પૂરાં કરવાં અને જીવંત-ધબકતાં રહેવા સાહસ કરવા તૈયાર છો કે નહીં. કેવળ જીવો નહીં. કશુંક મેળવવાની ભૂખ પેદા કરો.’ સર્ગે બ્રીને લેરી પેઇજની સાથે ‘ગૂગલ’ નામની કંપની સ્થાપી. સર્ગે બ્રીન પોતે સફળ કેમ થયા? સાંભળો : ‘સિદ્ધિ તો બધાંને મેળવવી જ હોય, પણ હું ફક્ત સફળ બિઝનેસમેન તરીકે ઓળખાવાને બદલે ભરોસાપાત્ર, જુદું જ કરનાર, નીતિવાન માણસ તરીકે લોકોના હૃદયમાં વસી જવા ઇચ્છું છું. મારે કારણે આ વિશ્વમાં થોડુંક પણ હકારાત્મક પરિવર્તન આવે તો મારી જાતને ભાગ્યશાળી માનીશ.’ ભેજાબાજ કુસ્તીબાજ અને ડબલ્યુડબલ્યુએફના સ્થાપક વિન્સ મેકમેહાન માને છે કે, ‘બે કદમ આગળ વધવા માટે ક્યારેક એક કદમ પાછા જવું પડે તો જવું. સફળ થવા એ જરૂરી છે.’ ‘સ્પોન’ નામની વાર્તા-ફિલ્મ શ્રેણીના સર્જક આર્ટિસ્ટ, લેખક, રમકડાંના ઉત્પાદક, ‘ઇમેજ’ કોમિક્સના રચયિતા, ડિઝાઇનર અને મીડિયા માંધાતાટોડ મેકફાર્લેન અનોખી વાત કરે છે : ‘પૈસાના ઝાડ ઉગાડવામાં તથા તેનો ખણખણાટ સાંભળવામાં સફળતાનો અહેસાસ નથી થતો. તમારું સર્જન ગ્રાહકને ગમે, બાળકો જીદ કરે તો જ સફળતા મળી ગણાય.’ છે ને આ સફળ લોકોની ફિલોસોફી. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...