ન્યુ રીલ્સ:બદનામી = ગુડ પબ્લિસિટી?

વિનાયક વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘બેડ પબ્લિસિટી ઇઝ ઇવન બેટર પબ્લિસિટી.’ સારી ખ્યાતિનો ફાયદો નથી થતો, પણ કુખ્યાતિનું રિઝલ્ટ તરત મળે છે!

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જૂની કહેવત છે, ‘એની પબ્લિસિટી ઇઝ ગુડ પબ્લિસિટી.’ આજના સમયમમાં આગળ વધીને જરૂર કહી શકાય કે, ‘બેડ પબ્લિસિટી ઇઝ ઇવન બેટર પબ્લિસિટી.’ સારી ખ્યાતિનો ઝાઝો ફાયદો નથી થતો, પણ કુખ્યાતિનું રિઝલ્ટ તરત જ મળે છે! સોનૂ સૂદ જેવો સ્ટાર કોરોનાકાળમાં ગમે એટલું ભલાઇનું કામ કર્યાનો દાવો કરીને પોતાની ઇમેજ સુધારવાનો પ્રયત્ન કરે, પરંતુ એક જ ઇન્કમટેક્સની રેડ પડે એમાં એની ‘દાનેશ્વરી’ ઇમેજનું ધોવાણ થઇ જાય છે. બીજી તરફ પોતાના દીકરાને લોન્ચ કરવા માટે શાહરુખ ખાને અને એટલી ભવ્ય પાર્ટી આવી હોત, ગમે એટવી મલ્ટિમિલિયન બજેટની ફિલ્મ એનાઉન્સ કરી હોત તોય એની નોંધ અખબારોમાં ફિલ્મોના પાને અને ન્યૂઝ ચેનલોમાં મનોરંજન એક્શનમાં જ લેવાઇ હોત, પરંતુ આર્યન ખાનની ડ્રગ્સના મામલે ધરપકડ થતાંની સાથે જ તમામ અખબારો, તમામ ન્યૂઝ ચેનલો અને તમામ સોશિયલ મીડિયામાં ‘આર્યન… આર્યન…’ જ થઇ રહ્યું છે. શાહરુખનો સુપુત્ર ગુનેગાર છે કે નિર્દોષ છે એ તો પછીની વાત છે, પણ સતત દસ-પંદર દિવસ સુધી દેશનાં તમામ ડ્રોઇંગરૂમોમાં અને પંચાવન કરોડથી વધુ મોબાઇલ ફોનોમાં આર્યનની તસવીરો પહોંચી ગઇ છે, એ કંઇ નાની-સૂની વાત છે? હજી તો કેસ ચાલશે, મુદતો પડશે, છેવટે સૌની ધારણા મુજબ આર્યન જેલમાંથી બહાર પણ આવી જશે. આખા મામલામાં આર્યનના વકીલની ફી ઉપરાંત જે ‘વધારાનો’ ખર્ચ થાય એ સિવાય શાહરુખને કોઇ મોટી રકમનું ‘મૂડીરોકાણ’ કરવાની જરૂર જ નહીં પડે! હકીકત એ છે કે આર્યન ખાન હવે બોલિવૂડમાં ‘લોન્ચ’ થઇ ગયો છે. બેડ પબ્લિસિટી ઇઝ ઇવન બેટર પબ્લિસિટી. શાહરુખ ખાન પોતે આ ખેલનો જૂનો ખેલાડી છે. ‘માય નેમ ઇઝ ખાન’ની પ્રિ-પબ્લિસિટી રૂપે તે અમેરિકા ગયો ત્યારે એરપોર્ટ ઉપર તેનું રેગ્યુલર ફ્રિસ્કિંગ (કપડાં તપાસવા) થયું, ત્યારે મિજાજ ગુમાવીને તેણે હોબાળો મચાવ્યો હતો અને જાહેર શોમાં પહોંચીને સ્ટેજ ઉપર એ જ મિજાજમાં બોલ્યો હતો અને જાહેર શોમાં પહોંચીને સ્ટેજ ઉપર બોલ્યો હતો : ‘માય નેમ ઇઝ ખાન એન્ડ આઇ એમ નોટ ધ ટેરરિસ્ટ!’ એ જ ફિલ્મની રીલિઝના સમયે આખા દેશની લાગણીને સળી કરતો હોય તેમ એણે નિવેદન કર્યું હતું કે, ‘આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને શા માટે સામેલ ન કરવા જોઇએ?’ પરિણામ એ આવ્યું કે છેક જર્મનીમાં યોજાયેલો એક અતિશિય મોંઘી ટિકિટોવાળો પ્રીમિયર શો હાઉસફૂલ થઇ ગયો હતો. ભારતમાં એ ફિલ્મે શરૂઆતનાં દિવસોમાં જે મોટી ભીડ એકઠી કરી લીધી, એ તો થવાનું જ હતું. સંજય લીલા ભણસાળીને પણ આ રમત ફાવી ગઇ છે. એમની છેલ્લી બંને ફિલ્મો, ‘રામલીલા’ અને ‘પદ્માવત’ બહુ મોટા વિવાદમાં સપડાઇ. જેમાં ફિલ્મ રીલિઝ થયાં બાદ સૌને ભાન થયું કે મૂળ જે વિવાદ હતો ફિલ્મમાં કોઇ વજૂદ જ નહોતું! બંને ફિલ્મો સારી જ બની હતી, પણ ‘બદનામી’એ એને બળ અપાવ્યું. આમિરખાને પણ આ દાવ રમી લીધો છે. ફિલ્મ ‘ફના’ની રજૂઆત પહેલાં એ નર્મદા યોજનાના વિરોધમાં દિલ્હીની ફૂટપાથ ઉપર ધરણાં કરવા બેસી ગયો હતો. ‘ફના’ ગુજરાતમાં કદી રીલિઝ ન થઇ, પરંતુ ગુજરાતીની ટિકિટબારીઓના નાના વકરાની સામે આખા ભારતમાં મોટો વકરો ઉસેટી લીધો. આર્યન ખાસ સંજોગોનો શિકાર છે કે પબ્લિસિટીનો હિસ્સો છે તેની ચર્ચાઓ ચાલતી રહેશે, પરંતુ સંજય દત્ત, જે ખરેખર સંજોગો (અને પોતાનાં ખરાબ કર્મોનો) શિકાર હતો, તેની ‘ખલનાયક’ રીલિઝ થયા પછી માંડ માંડ ચાલી રહી હતી, પણ સંજય દત્તને જેલની સજા થતાંની સાથે જ તેની બહાર ‘હાઉસફૂલ’ના પાટિયાં લાગી ગયાં હતાં. જોકે ફિલ્મમાં સહેજ પણ દમ ન હોય ત્યારે આવો દાવ નિષ્ફળ પણ જાય છે. જેમ કે, દીપિકા પદુકોણની ‘છપાક’. દીપિકા એ વખતે દિલ્હીની JNUમાં પહોંચી તો ગઇ હતી, પણ એ પછી આજ સુધી દીપિકાએ એ વિચારધારના સમર્થન કે વિરોધમાં કશું કીધું નથી. બદનામીના કારણે કરિયર ખતમ થઇ જાય એવો કદાચ એક જ કિસ્સો ધ્યાનમાં આવે છે. એ છે શાઇની આહુજાનો કેસ. જેમાં એણે કામ કરનારી બાઇ સાથે કંઇ અવળચંડાઇ કર્યાની વાત હતી. બાકી, જો રિયા ચક્રવર્તીએ પોતાનાં પત્તાં બરાબર ખેલ્યાં હોત તો આજે એની કરિયર પણ ‘સુર્ખિયોં’માં હોત. ⬛

અન્ય સમાચારો પણ છે...