તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિજાજ:અંધારાની ખરીદી

4 મહિનો પહેલાલેખક: તેજસ દવે
 • કૉપી લિંક

સબ થે મસરુફ અંધેરોં કી ખરીદારી મેં, હમ સજાએ હુએ શમાઓ કી દુકાં બૈઠે હૈ. - હસન કમાલ શાયરીની મઝા એ છે કે એ જેવી રીતે લખાઈ હોય છે એવી જ રીતે જો એને સમજવામાં આવે તો તર્કદોષ લાગે. ઉપરોક્ત શેર જે રીતે લખાયો છે એવી રીતે કોઈ અંધારાની ખરીદી ન કરતું હોય કે કોઈએ મીણબત્તીની જ્યોતની દુકાન ન જ ખોલી હોય, પરંતુ મૂળ વાત સમાજને દર્પણ બતાવવાની છે. કળયુગમાં માણસો પોતાનાં સ્તરથી કેટલાં નીચે ઊતરી ગયાં છે તેની વાત છે. ખોટા રસ્તે પૈસા કમાવાના પેંતરા કરવા કે પોતાનાં મિત્રો કે સ્વજનો સાથે કાવાદાવા કરવા. આવા તો અનેક કામ થકી લોકોનાં જીવન ઝેર કરતાં આજનો માણસ અચકાતો નથી. આવા કાળા કામ એ જ અંધારાની ખરીદી. એની સામે એવાં લોકો પણ છે જે અન્યને મદદરૂપ થાય છે. સત્યના રસ્તે ચાલે છે. છતાં તેમની સ્થિતિ સારી ન થાય ત્યારે તે નિસાસો નાખી વિચારે છે કે બીજા જે અવળા રસ્તે ચાલે છે એમ હું નથી ચાલતો એ મારો દોષ છે? ⬛ હસન કમાલ હસન કમાલ મૂળતઃ પત્રકારત્વનો જીવ. એટલે જ તેમણે ગીતકાર તરીકે ફિલ્મોમાં કામ કરતા હોવા છતાં પત્રકાર તરીકેની કારકિર્દી ચાલુ રાખી.‘બંબઈ રાત કી બાહોં મેં’ હસન કમાલની ગીતકાર તરીકેની પ્રથમ ફિલ્મ. જોકે તેમને ગીતકાર તરીકે ખ્યાતિ મળી, તે ફિલ્મ હતી, ‘નિકાહ’. આ ફિલ્મ મળવા પાછળ એક પ્રસંગ છે. વાત એમ હતી કે પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક બી.આર. ચોપરા કેમ્પના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવી હતા. સંગીતકાર કોઈ પણ હોય, ગીતકાર તો સાહિર જ. 80ની સાલમાં સાહિરનું દુખદ અવસાન થયું. તેથી તેમનું સ્થાન કોણ લે તેની ચિંતા ચોપરાને સતાવતી હતી. તે સમયે સંગીતકાર નૌશાદે ચોપરાજીને હસન કમાલનું નામ સૂચવ્યું. ખૂબ મથામણ બાદ બી.આર. ચોપરા માની ગયા અને હસન કમાલ ‘નિકાહ’ ફિલ્મના ગીતકાર બન્યા. જોગાનુજોગ ફિલ્મના તમામ ગીતો ખૂબ સફળ થયાં. પછી તો હસન કમાલ બી.આર. ચોપરાની ફિલ્મોના કાયમી ગીતકાર બની ગયા. (માહિતી-સ્વરસેતુ મેગેઝિન -કવિ હર્ષ બ્રહ્મભટ્ટ) tejasdave40@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો