તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ:કોરોના V/S આઇપીએલ

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કહેર વચ્ચે IPLનો બેઝ હવે દિલ્હી અને અમદાવાદ શિફ્ટ થયો છે. ભારતના એક જાણીતા અખબારે મહામારી વચ્ચે IPL ન રમાવી જોઈએ તેવું સ્ટેન્ડ લઈને IPLનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણય સાચો છે કે ખોટો તે મુલવવાનું કામ આપણે નથી કરવું પરંતુ મુદ્દાની વાત એ છે કે મહામારી વચ્ચે IPL રમાવી જોઈએ કે નહીં તે ચર્ચા થઇ શકે. ખેલાડીઓ કેમ IPL છોડી રહ્યા છે? અશ્વિને પોતાના ફેમિલીને પ્રાધાન્ય આપતા IPLમાંથી વિદાય લીધી છે. તેણે જણાવ્યું હતું કે અત્યારે મારા કુટુંબને મારી જરૂર છે. જો પરિસ્થિતિ સારી થશે તો હું પાછો જોડાઈ જઈશ. તે જ રીતે કેન રિચાર્ડસન, એડમ ઝાંપા, એન્ડ્રુ ટાઈ અને લીઆમ લિવિંગ્સ્ટને બાયોબબલ ફટિગ અને એક યા બીજા કારણોસર વિદાય લીધી છે. તેમની ફ્રેન્ચાઇઝીએ પણ તેમના નિર્ણયને માન આપીને વ્યવસ્થા કરી છે. મહામારી વચ્ચે IPL રમાવી જોઈએ? સમાજનો એક વર્ગ માને છે કે IPL મનોરંજક ઇવેન્ટ છે. જયારે દેશમાં આટલું મોટું સંકટ આવ્યું હોય ત્યારે ક્રિકેટને પ્રાધાન્ય ન આપવું જોઈએ. ક્રિકેટ મેચ પાછળ થતા ખર્ચ, સિક્યોરિટી, તેમને પૂરી પાડવામાં આવતી મેડિકલ કિટ્સ, ટેસ્ટિંગ, સાબદું રાખવું પડતું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સિવિલ સોસાયટી તરફ ડાયવર્ટ કરવું જોઈએ. બીજો વર્ગ માને છે કે ક્રિકેટનો મતલબ એ નથી કે 22 જણ મેદાનમાં ઊતરે, રમે અને સમયે હોટલ પરત ફરી જાય. IPLનું પોતાનું આર્થિક ગણિત છે. ઓછામાં ઓછા 5000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય ત્યારે રાતોરાત IPL બંધ કરવાનો નિર્ણય લેવો અયોગ્ય છે. હજારો વ્યક્તિઓ સીધી કે આડકતરી રીતે IPL સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્ર રણજી ટીમના મુખ્ય બોલર અને રાજસ્થાન રોયલ્સ વતી રમતા જયદેવ ઉનડકટે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે બહારથી સામાન્ય વ્યક્તિને લાગતું હોય કે ખેલાડી માટે IPL મનોરંજન છે પરંતુ એવું નથી. અત્યારે ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા અને ટીવી પર ચારેકોર કોરોનાના સમાચાર છવાયેલા છે તે સમયે IPL કરોડો લોકો માટે આશારૂપ છે. સામાન્ય માનવી દિવસના 3 કલાક કોરોનાને ભૂલીને ટીમને ચીયર કરે છે. ક્રિકેટર્સ પણ સમજે છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો